________________
देशना- द्वात्रिंशिका
६५
જેમ છેદસૂત્રોમાં સમાન ગુના માટે શૈક્ષક, ગીતાર્થ, સ્થવિર, ઉપાધ્યય, આચાર્યને ઉત્તરોત્તર વધુ પ્રાયશ્ચિત્ત આપવાની પદ્ધતિ બતાવ્યા બાદ તરત જ ઘણે સ્થળે, (મતાંતર તરીકે નહીં, પણ જુદી પદ્ધતિ તરીકે) ઉત્તરોત્તર ઓછું પ્રાયશ્ચિત્ત આપવાની પદ્ધતિ પણ બતાવી છે એમાં પુરુષ-દેશ-કાળને નજ૨માં લેવાની અપેક્ષા છે. એમ દેશના અંગે જાણવું.
ધારો કે શ્રોતા સંપૂર્ણતયા ૨ાત્રીભોજન ત્યાગ કરી શકે એવી પરિસ્થિતિમાં નથી એવી વક્તાને જાણકા૨ી મળી ગઇ છે. તેમ છતાં, વક્તાને એવી પણ પ્રતીતિ થઇ છે કે શ્રોતા દાક્ષિણ્યતા ગુણવાળો છે. ને તેથી ‘માહારાજ સાહેબ ઘણું ઘણું કહે છે તો કેટલી ના પાડવી? બધી વાતનો ઇનકાર ક૨વો યોગ્ય ન કહેવાય, કાંઇ નહીં, થોડો પુરુષાર્થ ફો૨વીને-કષ્ટ વેઠીને પણ આટલું તો કરીશ જ' આવા અભિપ્રાયથી પણ આંશિક ત્યાગ કરવા કટિબદ્ધ બનશે, એ રીતે ત્યાગ અપનાવશે, બરાબર પાલશે ને એ પાલનના પ્રભાવે આગળ વધશે. આવી સંભાવના ભાસી હોય તો સર્વથા ત્યાગની વાતથી પ્રારંભ કરે, ને ક્રમશઃ નીચે ઉતરે.
પણ, આવી જ પરિસ્થિતિવાળા શ્રોતા માટે જો આવી પ્રતીતિ થઇ હોય કે, ‘મહારાજ સાહેબ તો બધી અશક્ય વાત કરે છે... મોટી મોટી વાત કરે છે - આપણું કામ નહીં... આપણે કશું કરી શકવાના તો છીએ નહીં, નાહક મહારાજ સાહેબને ઉપદેશ આપવાનું કષ્ટ આપવું, એમનો સમય બગાડવો એના કરતાં ઊભા જ થઇ જાવ...' વગેરે. તો નીચેથી જ શરુઆત કરે ને જેમ જેમ નીચે નીચેના સ૨ળ નિયમો અપનાવવાનો અભિપ્રાય ઘડાતો જાય તેમ તેમ ઉપર ખેંચતા જાય. (ઉછામણીની જેમ.)
અથવા નવા જીવ આગળ એના પરિણામ જાણવા માટે, સૌ પ્રથમ એની આગળ સર્વવિરતિના આચાર વગેરેનું વર્ણન કરે. (એને સર્વવિરતિ સ્વીકારવાની પ્રેરણા ક૨વા રૂપે નહીં, પણ માત્ર સાધુ જીવન આવું હોય છે એવો ખ્યાલ આપવા માટે.) આ સાંભળવા પર એના દિલમાં કેવા પરિણામો જાગે છે એ તપાસે. એમાં જો એની વાતો વગેરે પરથી એમ લાગે કે વિષયસુખપિપાસા વગેરેના કા૨ણે હજુ સર્વવિરતિના સ્વીકાર માટે સમર્થ નથી. તો પછી શ્રાવક ધર્મનું વર્ણન કરે. ને એના પરિણામો તપાસે. એમ ક્રમશઃ સમ્યગ્દર્શન અને માર્ગાનુસારીના આચારોનું વર્ણન કરે. પણ વ્રત સ્વીકાર માટેની પ્રેરણા, સર્વવિરતિ માટે અસમર્થ ભાસેલા જીવને કરે નહીં, તો દોષ નથી. હારિભદ્રી આવશ્યકમાં પણ, પહેલાં શ્રાવકધર્મ કહેવામાં આવે અને સર્વવિરતિ માટેનું સત્ત્વ ધરાવનાર પણ પ્રથમ શ્રાવક ધર્મ સાંભળી એ જ સ્વીકારે તો દોષ કહ્યો છે. એવું સત્ત્વ ન ધરાવનાર શ્રાવકધર્મ સ્વીકારે એમાં દોષ કહ્યો નથી.
ધર્મબિન્દુમાં પણ સદિળોઃ પ્રયોોડન્તરાયઃ, અનુમિતિશ્વેતત્ર... એમ કહીને સમર્થ અંગે જ દોષ દર્શાવ્યો છે, અસમર્થ અંગે નહીં.
આમ દેશનાપદ્ધતિ અંગે યથાયોગ્ય વિચારવું.
શ્રુત, ચિત્તા અને ભાંવના આ ત્રણે જ્ઞાનને જળ, દૂધ અને અમૃતની ઉપમા શ્રીલલિતવિસ્તરા ગ્રન્થમાં આપવામાં આવી છે. જેમ જળ કરતાં દૂધ અને દૂધ ક૨તાં અમૃત વધારે દાહશામક અને મિઠાશવાળું હોય છે એમ શ્રુતજ્ઞાન કરતાં ચિન્તાજ્ઞાન અને ચિન્તાજ્ઞાન કરતાં ભાવનાજ્ઞાન વધારે વિષયતૃષ્ણાશામક હોય છે. (અથવા જળથી શુષ્કતા મટી ભિનાશ આવે, દૂધથી રુક્ષતા જઇ સ્નિગ્ધતા આવે અને અમૃતથી મૂર્છા-જડતા જઇ ચૈતન્ય સ્ફુરાયમાન થાય એમ શ્રુતજ્ઞાનથી વિષયતાપની શુષ્કતા મટી ઉપશમની ભિનાશ આવે, ચિન્તાજ્ઞાનથી વિષયચિંતાની રુક્ષતા મટી તત્ત્વચિંતનની સ્નિગ્ધતા આવે અને ભાવનાજ્ઞાનથી વિષયરસની જડતા મટી તત્ત્વાભિનિવેશનું ચૈતન્ય આવે.)