________________
द्वात्रिंशद्वात्रिंशिका વગેરે દોષો છે તો જૈન ગ્રન્થોમાં પણ એ દોષ લાગશે ઇત્યાદિ વિચાર અને જૈન ધર્મ પ્રત્યે આકર્ષિત નહીં થવા
છે.
પ્રસ્તુત ગ્રન્થમાં અને ષોડશકમાં બાળ આદિને આપવાની દેશનાનું જ સ્વરૂપ જણાવ્યું છે એ દિગ્દર્શન છે. એને અનુસરવાનો અર્થ સમજવો જોઇએ. સર્વવિરતિ પામવાને ઉચિત બાળજીવને સંયમજીવનના બાહ્ય આચારોની, દેશવિરતિ પામવાને ઉચિત બાળ જીવને શ્રાવક જીવનના આચારોની, સમ્યક્ત પામવાને ઉચિત બાળ જીવને સમ્યક્ત ઉચિત વ્યવહારોની-આચારોની, અને માર્ગાનુસારી અવસ્થા પામવાને ઉચિત જીવને માર્ગાનુસારીના ૩૫ ગુણો-વ્યવહારોની દેશના આપવી ઉચિત છે.
આ જ રીતે મધ્યમજીવ જો સર્વવિરતિને ઉચિત હોય તો એને સંયમની વિશુદ્ધિ, આચારપાલન અંગે ગ્રન્થોમાં દર્શાવેલી સૂક્ષ્મકાળજીઓ વગેરેનું વર્ણન કરવું જોઇએ. આ જ પ્રમાણે દેશવિરતિ વગેરેને ઉચિત મધ્યમજીવને શ્રાવકપણાં વગેરેના આચાર પાલનની સૂક્ષ્મકાળજીઓનું વર્ણન કરવું જોઇએ.
એમ સર્વવિરતિ વગેરેને ઉચિત પંડિતજીવને સંયમજીવન વગેરે તે તેના આચારોનું સૂક્ષ્મ નિરૂપણ ને એમાં મૂળભૂત સિદ્ધાન્તો કેવી રીતે વણાયેલા હોય છે તે વર્ણવવું જોઇએ, તેમજ તે તે દરેક આચારોમાં “આજ્ઞા ધર્મે સારઃ' એ ધર્મગુહ્ય સમજાવવું જોઇએ.
જ્યારે વ્રત-નિયમમાં જોડવાનો પ્રસ્તાવ ન હોય ને માત્ર જાણકારી વગેરે આપવાનો પ્રસ્તાવ હોય (જાણકારી આપવાનું પ્રયોજન એ દ્વારા એના દિલમાં ધર્મમાર્ગનું આકર્ષણ પેદા કરવું, સ્થિર કરવું, વધારવું ને પરિણામે એને પણ ધર્મમાર્ગમાં જોડવો.. આગળ વધારવો એ હોય છે.) તો અપુનર્બન્ધક પ્રાયોગ્ય જીવને પણ, એની બાળ વગેરે ભૂમિકાને અનુસરીને સર્વવિરતિના બાહ્ય આચારો વગેરેનું પણ વર્ણન કરી શકાય છે. એનાથી એને આદર બહુમાન પ્રગટે છે, ભવિષ્ય માટે એક લક્ષ્ય બંધાય છે. પણ જ્યારે વ્રત-નિયમ આપવાની ગણતરીથી પ્રેરણા થઇ રહી હોય ત્યારે સર્વવિરતિને ઉચિત જીવને એની જ પ્રેરણા કરવી જોઇએ. નીચી કક્ષાની પ્રેરણા એને એનું જ આકર્ષણ કરી એમાં જ જોડશે જે નુકશાનકર્તા પુરવાર થાય.જેને થોડી વધુ પ્રેરણા કરવાથી સર્વથા રાત્રીભોજન છોડી શકે એમ હોય તેને, એમ કહેવામાં આવે કે, ‘તું રાત્રીભોજન છે? તો પણ રાત્રે જમ્યા પછી કાંઇ ન લેવું એટલો નિયમ લે..” તો એ પ્રકારે નિયમ લઇ એ રાત્રીભોજન જે ચાલુ રાખશે એનો દોષ લાગે એ સ્પષ્ટ છે.
હારિભદ્રી આવશ્યકમાં તેમજ બૃહત્કલ્પભાષ્યમાં સર્વવિરતિને ઉચિત ભાસેલા આવા જીવોની અપેક્ષાએ વાત છે. યોગશતકમાં પણ આવા જીવો માટે આ જ વાત છે, માટે કોઇ વિરોધ નથી.
કોઇપણ આવે તેને પહેલાં સર્વવિરતિ બતાવવાનું જે કહ્યું છે તેમાં પણ ગર્ભિત રીતે આ તો સમજી લેવું જ જોઇએ કે “આને સર્વવિરતિની વાત કરવાથી એ ડરી જશે, ભાગી જશે, પછી કશું સાંભળવા પણ ઊભો ન રહે..'આવો કોઇ નિર્ણય વક્તાને શ્રોતા માટે થયો ન જ હોવો જોઇએ, જો એવો નિર્ણય (સબળ સંભાવના) કોઇપણ રીતે થઇ ગયો હોય તો એને સર્વવિરતિનો ઉપદેશ ન જ અપાય. હજાર રૂપિયાનો માલ દેખાડવાથી આમાં આપણું કામ નહીં' એમ સમજીને ભાગી જ જાય- ૧૦૦ રૂ. નો પછી બતાડવાનો માલ જોવા પણ ઊભો ન રહે' આવું દુકાનદારને પ્રતીત થઇ ગયું હોય તો એ શી રીતે પહેલાં ૧૦૦૦ રૂ. નો માલ જ દેખાડે? એટલે ઉક્ત નિર્ણયાભાવવાળા શ્રોતાને સૌ પ્રથમ સર્વવિરતિની દેશના આપવાની વાત સમજવી જોઇએ.
બાકી તો વક્તાને દેશ-કાળ-પુરુષ આદિનો જેવો નિર્ણય થાય એ પ્રમાણે દેશના અંગે ઉપરથી નીચે જવાની કે નીચેથી ઉપર જવાની બન્ને પ્રકારની પદ્ધતિ ઉચિત લાગે છે, એમાં એકાન્ત ન જાણવો.