________________
देशना-द्वात्रिंशिका ૧૧૩૯ મી ગાથામાં સર્વવિરતિ-દેશવિરતિ-સમ્યગ્દર્શન-મદ્યમાં નિવૃત્તિ... ઉપદેશનો આ ક્રમ દર્શાવ્યો છે તથા આ ક્રમ ન જાળવે તો પ્રાયશ્ચિત્ત પણ દર્શાવ્યું છે, જ્યારે યોગશતકમાં, સમ્યગ્દષ્ટિજીવને, પહેલાં સાધુધર્મ ન દર્શાવતા શ્રાવકધર્મ શા માટે દર્શાવવો તે શ્લોક નબંર ૨૮ માં સકારણ જણાવ્યું છે. એટલે આનો પણ વિરોધ
નથી?
સમાધાન - ઉપસ્થિત થયેલા શ્રોતાની ભૂમિકાને વક્તા બે રીતે તપાસે છે. ધર્મમાર્ગમાં જોડાવા અંગેની ભૂમિકા ને તત્ત્વને સમજવા અંગેની ભૂમિકા. આમાંની પ્રથમ ભૂમિકા મુખ્યતયા મોહનીયકર્મના ક્ષયોપશમના આધારે ઊભી થાય છે. ને એ ક્ષયોપશમને અનુસરીને એના અપુનર્બન્ધક, અવિરત સમ્યકત્વી, દેશવિરતિ અને સર્વવિરતિ એવા ચાર મુખ્યભેદ છે. બીજી ભૂમિકા મુખ્યતયા જ્ઞાનાવરણના ક્ષયોપશમને સાપેક્ષ છે ને એના બાળ, મધ્યમ અને પંડિત એવા ભેદ છે. બીજા પ્રકારની ભૂમિકા ઊભી કરનાર આ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ મોહનીયના ક્ષયોપશમને અનુસરીને જ હીન કે અધિક હોય છે એવો નિયમ નથી. એટલે, સર્વવિરતિની ભૂમિકા હોવા સાથે “બાળ' પણું હોવું પણ સંભવે છે. એમ અપુનર્બન્ધકની ભૂમિકા હોવા સાથે પંડિતપણું હોવું પણ અસંભવિત નથી.
એટલે જ, આઠ વર્ષની ઉંમરે બુદ્ધિનો એટલો વિકાસ ન હોવા છતાં સર્વવિરતિની ભૂમિકા હોવી નિષિદ્ધ નથી. એવા જીવને સર્વવિરતિના માર્ગે લાવવા પણ બહુ ઊંચા સૂક્ષ્મ તત્ત્વોની સમજણ ન આપતાં સ્થૂળથી સંસારમાં કેટલાં પાપો છે ને સંયમ જીવનના આચારો કેટલા નિષ્પાપ છે વગેરેની સમજણ આપવી જ ઉચિત હોય છે. એમ વયસ્ક હોવા છતાં, ગામડામાં રહેવા વગેરેના કારણે એટલી સમજણ શક્તિ ન હોય, અને તેમ છતાં સર્વવિરતિ યોગ્ય ભૂમિકા હોય તો સંયમજીવનના આચારોનું સ્થળ દૃષ્ટિએ વર્ણન કરી, આકર્ષીને સંયમમાર્ગે ચઢાવી શકાય છે. એમ અપુનર્બન્ધક કે અવિરત સમ્યકત્વી યોગ્ય ભૂમિકા ધરાવનાર શ્રોતા પણ આમ ઘણું ભણ્યો ગણ્યો હોવાના કારણે બુદ્ધિ વિકસિત હોય તો એને એની ભૂમિકા યોગ્ય વાતો પણ સૂક્ષ્મ રીતે કરવી પડે છે. જેમકે એ જ ભૂમિકાના બાળ જીવને જિનપૂજાનો મહિમા વગેરે દર્શાવી પૂજા કરતો કરી દેવાનો. એને આમાં પુષ્પાદિના જીવોની હિંસા હોવા છતાં એ દોષરૂપ નથી વગેરે સમજાવવાનું હોતું નથી, કારણકે જો સમજાવવા જઇએ તો સ્વરૂપહિંસા વગેરેને એ સમજી ન શકવાથી “આમાં તો હિંસા થાય” એમ કરીને પૂજા ન પણ કરે, ઉપરથી અવહેલના પણ કરે. માટે તો બાળજીવને બુધસંબંધી દેશના આપવી એ પરસ્થાનદેશના હોઇ પાપદેશના કહેવાયેલી છે. કેટલીય બાબતો એવી હોય છે જે બુધને હેતુગ્રાહ્ય હોવા છતાં બાળજીવને આજ્ઞા ગ્રાહ્ય જ હોય છે. બાળજીવને પણ એ બાબતો હેતુ પુરસ્સર સમજાવવા જઇએ તો એ સમજી ન શકવાથી મૂંઝવણમાં પડે, કદાચ વક્તા પ્રત્યે અભાવ પણ પેદા થાય કે “મને સમજાવી શકવાની આવડત નથી ને નકામી માથાઝીંક કરે છે” અથવા “વક્તા કહે છે એ બધું જ કાંઇ સાચું નથી' એવી અશ્રદ્ધા વગેરે પણ થાય. ને તેથી એને માર્ગમાં જોડવાનું પ્રયોજન સિદ્ધ થતું નથી.
શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે ગોવાળિયાઓની સમક્ષ એમની ભાષામાં વાદ ન કરતાં પંડિતોની ભાષામાં વાદ કર્યો ને માટે હાર્યા.
બીજી બાજુ ભલે અપુનર્બન્ધક હોય, પણ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ તેજ હોય તો એને જિનપૂજાનું વિધાન દર્શાવવા પર સહજ આ શંકા થવાની શક્યતા હોય છે કે “આમાં' તો હિંસા રહેલી છે. ઇત્યાદિ... એટલે એને સ્વરૂપહિંસા વગેરે સમજણ આપી “જિનાજ્ઞા ધર્મે સારઃ' ના ઔદંપર્યાર્થ સુધી પહોંચાડવો આવશ્યક બની રહે છે. અન્યથા, ને હિંચત્સિર્વભૂતાનિ કહીને હિંસામય યજ્ઞાદિનું વિધાન કરનાર વૈદિક ગ્રન્થોમાં પૂર્વાપરવિરોધ