________________
देशना-द्वात्रिंशिका 'एगंते होइ मिच्छत्तं' इति वचनादिति चेत्? इत्थमेव = वालाद्यपेक्षया व्यवहारादिमात्रप्राधान्येनैव तद्बुद्धेः = वालादिवुद्धेः परिकर्मणा = अर्थान्तरग्रहणसौकर्यरूपा स्यात् । इत्थं चात्रार्थान्तरप्रतिपक्षाभावान्नयान्तरव्यवस्थापनपरिणामाच्च न दोषः, शिष्यमतिपरिकर्मणार्थमेकनयदेशनाया अपि संमत्यादौ व्युत्पादनात् । ।२६ ।। प्रमाणदेशनैवेयं ततो योग्यतया मता। द्रव्यत: सापि नो मानं वैपरीत्यं यया भवेत्।।२७।।
प्रमाणेति । तत इयं योग्यतया प्रमाणदेशनैव मता, व्युत्पादयिष्यमाणनयान्तरसमाहारेण तत्त्वोपपत्तेः, तद्भावेन तत्फलसंभवाच्च । द्रव्यतः फलानुपयोगलक्षणात् सापि = प्रमाणदेशनापि नो मानं = न प्रमाणं બાહ્ય આચાર વગેરેની પ્રધાનતાવાળી વ્યવહાર પ્રધાન દેશના આપવી એવું તમે કહ્યું. પણ આવી દેશના શી રીતે યોગ્ય કહેવાય? કેમકે કોઇ પણ નયના એકાન્તમાં મિથ્યાત્વ છે એવું શાસ્ત્રવચન છે.
સમાધાન - બાળ વગેરે દરેક શ્રોતાને સ્યાદ્વાદમય વાતોનો જ બોધ કરાવવાનો વક્તાનો અભિપ્રાય હોય છે. પણ બાળ વગેરેની બુદ્ધિ જ એવી હોય છે કે વ્યવહારાદિમાત્રના પ્રાધાન્યવાળી દેશનાથી જ એ એવી પરિકમિત થઇ શકે છે કે જેથી નિશ્ચયાદિને માન્ય અર્થાન્તરને સમજવો સરળ બને. આમ આવી એકનયના પ્રાધાન્યવાળી આ દેશનામાં પણ અન્યનયમાન્ય અર્થાત્તરનું ખંડન જ કરવાનો અભિપ્રાય હોતો નથી. તેમજ એ અન્યનયમાન્ય અર્થનું પણ (યોગ્ય અવસરે) વ્યવસ્થાપન કરવાનો પરિણામ હોવાથી મિથ્યાત્વ લાગી જવાનો દોષ નથી. આ રીતે શિષ્યની બુદ્ધિને વિકસિત કરવા માટે એકનયમાન્ય દેશના દેવી પણ કહ્યું છે એ બાબતનું શ્રી સમ્મતિતર્ક પ્રકરણ વગેરેમાં પ્રતિપાદન કર્યું છે. એટલે, પંડિતને અપાતી ધર્મગુહ્યનું– આજ્ઞાઆદરનું મહત્ત્વ સમજાવતી દેશના જ ભાવનાજ્ઞાન વગેરે સુધી પહોંચાડનારી હોવાથી પ્રકૃષ્ટફળ પ્રયોજિકા બનતી હોવાથી એ પ્રધાન છે જ. પણ એની ભૂમિકા ન હોવાથી જે રીતે એ ભૂમિકા ઘડાય એ રીતે યોગ્યભૂમિકા ઘડવા માટે) બાળ-મધ્યમને વ્યવહાર નયાકાન્ત દેશના અપાય છે. તેથી બાળ જીવ ધીમે ધીમે મધ્યમ બને છે ને મધ્યમજીવ પંડિત બને છે. આ વાત આગળના શ્લોકમાં કરશે.રકા નિય કરતાં પ્રમાણ મહાનું છે. માટે તો તત્ત્વાર્થસૂત્ર “માનવેરધામ:' માં અલ્પસ્વરી એવા પણ “નય’ શબ્દને પ્રથમ ન મૂકતાં બીજો મૂક્યો છે. એટલે ન દેશના કરતાં પ્રમાણદેશના જ મહાનું હોવાથી બાળ વગેરેને પણ પ્રમાણ દેશના જ શા માટે ન આપવી? એવી શંકાનું સમાધાન કરવા ગ્રન્થકાર કહે છે–].
બાળ વગેરેને લક્ષ્યમાં રાખીને અપાતી એકન દેશના પણ તેની બુદ્ધિની પરિકર્મણા દ્વારા અન્ય દેશનાની ભૂમિકા તૈયાર કરતી હોવાથી પ્રમાણદેશના રૂપ જ મનાયેલી છે, કારણકે તેવી ભૂમિકા તૈયાર થવા પર અન્યનયની પ્રજ્ઞાપના થાય છે. એટલે ઉભયનયનો સમાહાર થવાથી એ દેશનામાં પ્રમાણદેશનાપણું સંગત ઠરે છે. વળી આ પ્રમાણદેશનાપણાંના કારણે (અથવા અન્યનયની પણ દેશના થવાના કારણે ઉભયનયની સાપેક્ષતા સમજાવાથી = “પ્રમાણ' ભૂત વાતો = પ્રામાણિક વાતો સમજાવાથી) પ્રમાણદેશનાનું જે ફળ છે તે ફળ પ્રાપ્ત થવું સંભવે છે. એટલે આ કારણે પણ બાળ વગેરેને આપેલી એકન દેશના પ્રમાણદેશના જ છે. બાકી બાળ વગેરેને જો સીધી પ્રમાણદેશના આપવામાં આવે તો તેઓની બુદ્ધિ તેવી પરિકર્મિત ન હોવાથી જે ફળ મળવું જોઇએ એ ફળ મળતું નથી. એટલે એ દેશના દ્રવ્યથી પ્રમાણ દેશના કહેવાય છે. આવી દ્રવ્યથી પ્રમાણદેશના પ્રમાણભૂત નથી, કેમકે એનાથી બુદ્ધિનો યોગ્ય પ્રકાશ થવાના બદલે ઉપરથી બુદ્ધિનો અંધાપો થાય છે, સાધુવેશ વગેરે પરનું એનું બહુમાન નષ્ટ થઇ જાય છે. બેશક, દૂધ વધારે શક્તિપ્રદ છે. પણ હોજરી જો દૂધને પચાવવા