________________
५८
यया वैपरीत्यं ध्यान्ध्यलक्षणं भवेत् ।। २७ ।।
आदौ यथारुचि श्राव्यं ततो वाच्यं नयान्तरम् ।
ज्ञाते त्वेकनयेऽन्यस्मात् परिशिष्टं प्रदर्शयेत् ।। २८ ।।
द्वात्रिंश
आदाविति - आदौ प्रथमं यथारुचि = श्रोतृरुच्यनुसारिनयानुगुण्येन श्राव्यं जिनवचनम् । ततः स्वपारतन्त्र्यं बुद्धिपरिकर्मणां च श्रोतुर्ज्ञात्वा नयान्तरं वाच्यम् । अन्यस्मात् = स्वव्यतिरिक्तात्त्वेकस्मिन्नये श्रोत्रा ज्ञाते सति परिशिष्टं = अज्ञातनयान्तरं प्रदर्शयेत्, अप्राप्तप्रापणगरीयस्त्वान्महतामारंभस्य ।। २८ । । संविग्नभाविता ये स्युर्ये च पार्श्वस्थभाविताः ।
मुक्त्वा द्रव्यादिकं तेषां शुद्धोञ्छं तेन दर्शितम् ।। २९।।
संविग्नेति।"[संविग्नभाविता बालाः पंडिताश्च स्युः, पार्श्वस्थवासिता वालाः स्युः, तत्र पार्श्वस्थवासि
=
માટે સમર્થ નથી, તો મગનું પાણી આપવું જ હિતકર બને છે. મગનું પાણી જ હોજરીને ક્રમશઃ દૂધ પચાવવાને પણ સમર્થ બનાવશે. બાકી દૂધ પચાવવાની શક્તિ ન હોવા છતાં, ‘દૂધ સંપૂર્ણ ખોરાક છે' એટલી જ વાતને નજ૨માં લઇ આપવામાં આવે તો શક્તિના બદલે અશક્તિ જ વધે એ સ્પષ્ટ છે.]II૨૭ાા [ક્રમશઃ નયદેશના આપવી એ પણ પ્રમાણદેશનારૂપ બને છે એવું કહ્યું. એમાં કયા ક્રમે તે તે નયદેશના આપવી એ જણાવવા ગ્રન્થકાર કહે છે–]
[નયદેશનાપ્રદાનનો ક્રમ]
સહુ પ્રથમ શ્રોતાની જેવી રુચિ હોય તેને અનુકૂળ જે નય હોય તેની દેશના આપવી. [આનાથી શ્રોતાને વક્તા પ્રત્યે આકર્ષણ થાય છે જેના પ્રભાવે એને વક્તા પર કંઇક આસ્થા થવાથી વક્તાની વાત પર વિચાર ક૨વા અને સ્વીકા૨વા એ તૈયાર થાય છે. માટે તો ઉપમિતિભવપ્રપંચાકથામાં અર્થપ્રેમી જીવને અર્થકથાથી આકર્ષવા વગે૨ની વાત છે.] આવી દેશનાથી એ શ્રોતા પોતાને (વક્તાને) પરતંત્ર બન્યો છે(પોતે જે કહેશે એને સ્વીકા૨વાની તૈયારી વાળો થયો છે) એ, તેમજ અન્ય નયની વાત સમજવા માટે આવશ્યક એવી એની બુદ્ધિની પરિકર્મણા થઇ ગઇ છે એ, જાણીને પછી વક્તાએ એને બીજા નયની દેશના આપવી. [એક પણ નયની વાત મુખ્યતયા જેણે જાણી નથી એવા શ્રોતા માટે આ વાત કહી.] જે શ્રોતાએ એક નયની વાત અન્ય વક્તા પાસેથી પહેલાં જાણી લીધી છે (પણ એનો અભિનિવેશ નથી) તેવા શ્રોતાને અજ્ઞાત એવા બીજા નયની દેશના આપે. [એ પણ પોતાના પર એનો વિશ્વાસ ઊભો કરીને પછી આપવી, એ જાણવું. તેમજ એમાં પ્રથમ જ્ઞાત નયનું મુખ્યતયા ખંડન ન હોય તે જાણવું, કેમકે એ નયની એની વ્યુત્પત્તિ પણ ઊભી જ રાખવાની છે.] કારણકે મહાપુરુષોનો કોઇપણ પ્રયાસ અપ્રાપ્તચીજની પ્રાપ્તિ કરાવનારો હોવાના કા૨ણે જ મહાન હોય છે.II૨૮ [આ જ વાતને એક શાસ્ત્રસિદ્ધ બાબતથી સ્પષ્ટ કરતા ગ્રન્થકાર કહે છે –]
સંવિગ્નભાવિત જીવો બાળ પણ હોઇ શકે, પંડિત પણ હોઇ શકે. પાસસ્થાઓથી વાસિત જીવો બાળ હોય છે. તે બાળજીવો મુગ્ધ પણ હોઇ શકે, અભિનિવિષ્ટ પણ હોઇ શકે. આમાંથી જે સંવિગ્નભાવિત બાળ જીવો હોય છે તેઓ અપરિણત હોય છે. દ્રવ્ય-ક્ષેત્ર વગેરેની તેવી વિશેષ પરિસ્થિતિને ન જાણતા તેઓ વિશેષ પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર વગેરેને પણ સામાન્યસંજોગો રૂપે જ જુએ છે. અને તેથી ‘સાધુઓને શુદ્ધ ભિક્ષા જ અપાય, એવા
* બ્રેકેટ અંતર્ગત પાઠ સંવેગી ઉપાશ્રય, હાજા પટેલની પોળ, અમદાવાદની હસ્તલિખિત પ્રતમાં નથી.