________________
५६
द्वात्रिंशद्वात्रिंशिका द्वारैवोपपत्तेरयमेव गरीयानिति फलितम् । क्रियान्तरे च नैतदुपपत्तिः, न च तदनन्तरं भगवदनुध्यानादुपपत्तिः, अनियमादनुषङ्गत एवासंगसंभवाच्चेति ।।२५ । । देशनैकनयाक्रान्ता कथं बालाद्यपेक्षया। इति चेदित्थमेव स्यात्तबुद्धिपरिकर्मणा ।।२६।।
देशनेति। धर्मगुह्यानुक्तौ वालाद्यपेक्षयैकनयाक्रान्ता = व्यवहारादिमात्रप्रधाना देशना कथं युज्यते? જીવને બીજા અભિપ્રાયે નીકળતા અર્થને સાંભળવા સમજવા માટેની ઉદારતાથી પણ વંચિત કરી દે છે, પરાભિપ્રાય માટે અત્યંત અસહિષ્ણુ બનાવે છે. ક્યારેક ઝનુની પણ બનાવે છે. જે બધું જ, એ જીવને મોક્ષમાર્ગથી ક્યાંય દૂર હડસેલી દેવા માટે સમર્થ હોય છે.
આગળ ત્રીજી બત્રીશીમાં ગ્રન્થકાર,ગચ્છવાસ સંભવિત અલ્પદોષથી ડરીને ગચ્છને છોડી જનારા સાધુઓ, અત્યંત દુષ્કર તપશ્ચરણ વગેરે કરતા હોવા છતાં, બાહ્યની જેમ અવ્રત હોય છે વગેરે જે જણાવવાના છે તેમાં પણ આવું જ કંઇક સમજવું જોઇએ. આ જીવોને પણ ખૂબ શાસ્ત્રવચનની રૂચિ હોય છે, ને એના, પોતાને બેસેલા અર્થને (પદાર્થબોધને) અનુસરવા માટે જ તેઓ ગચ્છ છોડી ગયા હોય છે ને છતાં, આરાધક બનવાના બદલે મોટે ભાગે વિરાધક જ બની જતા હોય છે એ બધો ભાવનામય જ્ઞાન જન્ય આજ્ઞાઆદરનો અભાવનો જ અપરાધ હોય છે. એમ ગચ્છમાં રહ્યા હોવા છતાં, ભાવનામયજ્ઞાન પામવાની તમન્ના ન ધરાવવી, ને પોતે કરેલા અર્થનો અભિનિવેશ પકડી લેવો. આ બધાના કારણે બાહ્ય દૃષ્ટિએ આજ્ઞા રુચિ હોવા છતાં, બાહ્યતાપસ વગેરેની જેમ અભિન્નગ્રન્થિપણું- અવતપણું વગેરે નુક્શાનો લમણે ઝીંકાય એ અસંભવિત નથી. માટે સર્વ આત્મહિતેચ્છુએ ભાવનામય જ્ઞાન સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઇએ. ને જ્યાં સુધી એ શક્ય ન બને ત્યાં સુધી એ જ્ઞાનને પામેલા ગીતાર્થ ગુરુનું પારતન્ય સ્વીકારવું જોઇએ. આ રહસ્ય છે.
ભાવનાજ્ઞાન જન્ય આજ્ઞાઆદર પૂર્વક થતી ક્રિયાનું જ સમાપત્તિસ્વરૂપ પ્રકૃષ્ટ ફળ મળે છે એ કહ્યું – આવા આદર વિનાની ક્રિયામાં એવું પ્રકૃષ્ટ ફળ મળતું નથી, કારણકે એમાં ભગવાનું હૃદયસ્થ થતા હોતા નથી.
શંકા – એવી આદર શુન્ય ક્રિયા પછી ભગવાનનું ધ્યાન ધરવાથી ભગવાન હૃદયસ્થ થશે ને તેથી એ પ્રકૃષ્ટફળ પણ પ્રાપ્ત થઇ જશે ને?
સમાધાન – આ બરાબર નથી, કારણકે દરેક ક્રિયા પછી ભગવધ્યાન થાય જ એવો કે એવું ધ્યાન લગાવવાથી સમાપત્તિ થાય જ એવો કોઇ નિયમ નથી. આશય એ છે કે, ભગવદાશાના આદર પૂર્વક ક્રિયા થાય તો વચનાનુષ્ઠાન ને ક્રમશઃ અસંગ અનુષ્ઠાન થવાનો નિયમ છે. જ્યારે, “આત્મહિત માટે ભગવદજ્ઞા જ મહત્ત્વની છે” આવો આદર જેને પેદા થયો નથી (પછી ભલે ને અનાદર ન હોય) એવી વ્યક્તિ આત્મહિત માટે ક્રિયા કરી પછી પ્રભુનું ધ્યાન કરે તો એ અવશ્ય સમાપત્તિ પામે જ એવો નિયમ નથી. ક્યારેક કોક જીવ ધ્યાનની તેવી તીવ્રતાને કારણે એ પામી જાય તો, તેમાં પણ પ્રભુવચનના આદરનો અનુષંગ = સંબંધ હોવાની સંભાવના છે, ને એના પ્રભાવે અસંગઅનુષ્ઠાન સંભવિત બને છે. માટે અંતતો ગવા આજ્ઞાનો આદર જ મહાનું છે એ જાણવું../રપાઈ [બાળ વગેરેને આપવાની દેશનાનું સ્વરૂપ કહ્યું. એના પર સંભવિત શંકાનું સમાધાન દેખાડવા ગ્રન્થકાર કહે છે–].
એિકનયાક્રાન્તદેશનાથી પણ બુદ્ધિ પરિકર્મણા]. શંકા - બાળ વગેરે શ્રોતાને ધર્મના રહસ્યભૂત વચનની પ્રધાનતા વગેરે રૂ૫ નિશ્ચયને કહ્યા વગર માત્ર