________________
देशना-द्वात्रिंशिका योगिमाते'ति [षोड. २/१५] । इत्थं च समापत्तिसंज्ञकाऽसंगानुष्ठानफलकस्य वचनानुष्ठानस्याज्ञाऽऽदरઅસંગાનુષ્ઠાનસ્વરૂપ ફળનું જનક છે તે આ રીતે આજ્ઞાના આદર દ્વારા જ ઉત્પન્ન થાય છે. પહેલાં દંડ દ્વારા ચક્રભ્રમણ થાય છે ને પછી દંડ કાઢી લીધો હોવા છતાં તજ્જન્ય સંસ્કાર દ્વારા ચક્રભ્રમણ થતું રહે છે. એમ પહેલાં, જિનવચનના અનુસંધાનપૂર્વક અનુષ્ઠાન થાય છે. એ વચનાનુષ્ઠાન છે. આ વચનાનુષ્ઠાનથી એવા સંસ્કાર ઊભા થાય છે કે જેથી પછી, વચનોનું અનુસંધાન ન હોવા છતાં ચન્દ્રનગધન્યાયે સહજ રીતે અનુષ્ઠાન થયા કરે છે. આ અસંગાનુષ્ઠાન છે. તેથી અહીં વચનાનુષ્ઠાનને અસંગાનુષ્ઠાનફળક કહ્યું છે. “સમાપરિસંશક' એવા વિશેષણ દ્વારા અહીં ગ્રન્થકારે અસંગાનુષ્ઠાનની “સમાપત્તિ' એવી સંજ્ઞા સૂચવી છે. યોગદષ્ટિસમુચ્ચયના ૧૭૬ માં શ્લોકમાં અસંગાનુષ્ઠાનના પ્રશાન્તવાહિતા, વિભાગપરિક્ષય, શિવવત્મ અને ધૂંવાધ્વા એવા નામો જણાવ્યા છે. છતાં, યોગવિંશિકા મૂળ તથા વૃત્તિમાં અરૂપી પરમાત્મારૂપ આલંબનના કેવલજ્ઞાનાદિ ગુણોની સમાપત્તિસ્વરૂપ પરિણતિને અનાલંબનયોગ તરીકે જણાવેલ છે. વળી એની અઢારમી ગાથામાં અસંગઅનુષ્ઠાનને અનાલંબન યોગ તરીકે જણાવેલ છે. એટલે અસંગાનુષ્ઠાન = અનાલંબન યોગ = સમાપત્તિ થવાથી અસંગાનુષ્ઠાનની “સમાપત્તિ” એવી સંજ્ઞા જણાવી છે.
આમ, આજ્ઞાના આદરથી જ વચનાનુષ્ઠાન દ્વારા અસંગાનુષ્ઠાનાત્મક વિશિષ્ટ ફળ પ્રાપ્ત થતું હોવાથી એ જ ગરીયાનું છે એ નિશ્ચિત થયું. ક્રિયાન્તરે ૨... આજ્ઞાના આદર રહિતપણે જે તપ વગેરે અનુષ્ઠાનો કરાય છે તેનું આવું પ્રકૃષ્ટફળ મળતું નથી, કારણકે એમાં વચનના પુરસ્કાર દ્વારા ભગવાન હૃદયસ્થ થતા ન હોવાથી સમાપત્તિ થતી નથી.
અહીં એ સમજવા જેવું છે કે, ભાવનામય જ્ઞાનમાં બધી જ ક્રિયાઓ ગૌણ ને જિનવચન જ મુખ્ય ભાસવાપ્રરૂપવાની જે વાત ૨૪ માં શ્લોકમાં કરેલી એના અનુસંધાનમાં આ ૨૫ માં શ્લોકમાં રૂત્થ = મના રીત્યા એમ જણાવીને આજ્ઞાના આદરની વાત કરી છે. એટલે પ્રસ્તુતમાં, સમાપત્તિસ્વરૂપ પ્રકૃષ્ટ ફળ લાવી આપનાર આજ્ઞા આદર તરીકે ભાવનામય જ્ઞાન દ્વારા પ્રગટતો આજ્ઞાઆદર સમજવો જોઇએ. તેથી, ક્યારેક, “શાસ્ત્ર વચનો જ અમારે પ્રમાણ છે, શાસ્ત્ર જ અમારી ચક્ષુ છે, અમે તો શાસ્ત્રને જ અનુસરીએ. શાસ્ત્ર શું કહે છે? તે જણાવો...' વગેરે પ્રચાર દ્વારા પોતાને શાસ્ત્રાનુસારી માનનારાઓ પણ આ ભાવનાજ્ઞાનથી સો યોજન દૂર રહ્યા હોવાના કારણે, સમાપત્તિ તરફ આગળ વધવાની વાત તો દૂર રહી, કંઇક મિથ્યાઅભિનિવેશના કારણે, મોક્ષ-મોક્ષ કરવા છતાં, મોક્ષથી કેટલાય દૂર ફેંકાઇ જતા હોય છે. બેશક, પ્રભુવચનો પ્રત્યે તેઓનો ખૂબ આદર અહોભાવ હોવો તે, ને એ આદરભાવના પ્રભાવે જ પ્રભુવચનોને નજરમાં રાખી તેઓ યાવત્ સંસાર ત્યાગ કરી કઠોર સાધનામય જીવન જીવતા હોય તે.. ને કેટલાંય શાસ્ત્રોનું અધ્યયન પણ કરતાં હોય તે... ને આ બધું નજરમાં રાખી “આપણને તો ઘણો પ્રભુવચનનો પ્રેમ છે” આવી માન્યતામાં પણ રાચતા હોય છે. આ બધું સંભવિત છે... પણ ભાવનાજ્ઞાનના અભાવનો પ્રભાવ જુઓ... આવી માન્યતાને એ માત્ર ભ્રાનિરૂપ બનાવી દે છે.
તે તે શાસ્ત્રવચનનો યથાશ્રુત અર્થ (પદાર્થાદિ ચારમાંનો પ્રથમ પદાર્થ) તેઓ સમજી શકતા હોય છે ને એ અર્થને જ સંપૂર્ણ અર્થ રૂપ માની એના અભિનિવેશવાળા બનતા હોય છે. એટલે એ સૂત્રના ઉત્સર્ગપદે નીકળતા અર્થને તેઓ જાણતા હોય તો અપવાદપદે નીકળતા અર્થને જાણતા હોતા નથી. એ સૂત્રના વ્યવહારનયાભિપ્રાયે નીકળતા અર્થને જાણતા હોય તો નિશ્ચયનયાભિપ્રાયે નીકળતા અર્થને જાણતા હોતા નથી. જાણતા ન હોય ત્યાં સુધી તો ઠીક છે, પણ ક્યારેક પોતે જે જાણતા હોય તે જ સંપૂર્ણ અર્થબોધ સ્વરૂપ છે, આ સિવાય આ સૂત્રનો બીજો કોઇ અર્થ હોય જ ન શકે. આવો બધો અભિનિવેશ બંધાઇ જતો હોય છે જે