SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ५४ द्वात्रिंशद्वात्रिंशिका वचनाराधनाद्धर्मोऽधर्मस्तस्य च बाधनात्। धर्मगुह्यमिदं वाच्यं बुधस्य च विपश्चिता।।२४।। वचनेति । वचनाराधनाद् = आगमाराधनयैव धर्मः, तस्य = वचनस्य बाधनादेवाधर्मो, नान्यत्रैकान्त इत्येतदुपसर्जनीकृतसकलक्रियं प्रधानीकृतभगवद्वचनं धर्मगुह्यं वुधस्य विपश्चिता वाच्यं, वचनायत्तत्वात्स નુષ્ઠાનચાર૪T इत्थमाज्ञाऽऽदरद्वारा हृदयस्थे जिने सति। भवेत्समरसापत्तिः फलं ध्यानस्य या परम् ।।२५।। इत्थमिति । इत्थं = अनया रीत्याऽऽज्ञाऽऽदरद्वारा = भगवद्वचनवहुमानद्वारेण हृदयस्थे = ध्यानसाक्षात्कृते जिने सति भवेत्समरसापत्तिः = समतापत्तिर्या ध्यानस्य परं = प्रकृष्टं फलं, तदाह - 'सैषेह જિનવચનની- આગમની આરાધનાથી જ શ્રુત-ચારિત્ર ધર્મ થાય છે. અને તે વચનને બાધા પહોંચાડવાથી જ, કષ્ટ વગેરે કરવા છતાં અધર્મ થાય છે. આ એક જ બાબતમાં એકાન્ત છે, અન્ય “અહિંસા' “કષ્ટ' વગેરે બાબતમાં એકાન્ત નથી. એટલે કે “જેમાં અહિંસા હોય તે ધર્મ, જેમાં અહિંસા ન હોય તે અધર્મ' ઇત્યાદિરૂપ કોઇ એકાત્ત નથી. આમ “જિનાજ્ઞાની આરાધનાથી ધર્મ અને વિરાધનાથી અધર્મ' આવું વિધિ-નિષેધ ગર્ભિત ધર્મનું રહસ્ય જણાવનાર વચન “પંડિત' કક્ષાના શ્રોતાને કહેવું. આ વચનમાં સકલ અનુષ્ઠાનોને ગૌણ કરવામાં આવ્યા છે અને ભગવચનને મુખ્ય કરવામાં આવ્યું છે. આવું એટલા માટે કરાય છે કે બધાં અનુષ્ઠાનો જિનવચનને આધીન છે.ર૪ [જિનવચનનો આવો આદર કરવાથી થતા લાભને ગ્રન્થકાર જણાવે છે–] [આજ્ઞાઆદરનું પ્રકૃષ્ટ ફળ]. આ રીતે દરેક અનુષ્ઠાનમાં ભગવાનની આજ્ઞાને આગળ કરવા રૂપે એનો આદર કરવાથી ભગવાનું હૃદયસ્થ થાય છે. “એક સંબંધીનું જ્ઞાન અન્ય સંબંધીનું સ્મારક હોય છે' આ ન્યાય મુજબ, ભગવદ્વચન રૂપ એક સંબંધીનું કરેલું જ્ઞાન તેના સ્વતંત્ર વકતૃત્વ સંબંધથી અન્ય સંબંધી એવા ભગવાનનું સ્મરણ કરાવે છે. આમ સ્મૃતિ દ્વારા ભગવાનું હૃદયસ્થ બને છે. ભગવાનું હૃદયસ્થ થયે સમરસાપત્તિ (સમતાપત્તિ) થાય છે જે ધ્યાનનું પ્રકૃષ્ટ ફળ છે. [ભગવસ્વરૂપમાં ઉપયુક્ત બનેલો જીવ તે ઉપયોગથી અભિન્ન હોઇ પરમાર્થથી ભગવાનમય જ બની જાય છે. આમ બાહ્યઆલંબનભૂત ભગવાના આકારથી ઉપરક્ત એવી મનની ધ્યાનવિશેષરૂપ કે તેના ફળ રૂપ જે વિશેષ અવસ્થા હોય છે તેને “સમાપત્તિ' કહે છે. યોગ શાસ્ત્રમાં કહ્યું છે કે “તસ્થતäનનતા સમપત્તિઃ' આ સમાપત્તિ “મારામાં ભગવત્રવરૂપ છે, હું તે જ છું' ઇત્યાદિ ધ્યાનથી ઉલિખિત થતા વૈજ્ઞાનિક સંબંધવિશેષ રૂ૫ છે.] આ સમાપત્તિ જ સમ્યક્ત વગેરે ગુણપુરુષ રૂપ યોગીની માતા છે તેમજ નિર્વાણ ફળ આપનારી છે. એમ બીજા ષોડશકના ૧૦ માં શ્લોકમાં કહ્યું છે. (અહીં સમ્યક્તાદિની માતા તરીકે કહેવા દ્વારા એ સૂચન જાણવું કે સમ્યક્ત પેદા કરનાર સમતાપત્તિ પણ એ અવસ્થાને ઉચિત ધ્યાનનું ફળ છે.) માટે આ સમાપત્તિને ધ્યાનના પ્રકૃષ્ટફળરૂપે અહીં કહી છે. રૂલ્ય ઘ – વળી, આ રીતે પણ આજ્ઞાનો આદર જ ગરીયાનું = મહત્ત્વનો છે- મુખ્ય છે. કઇ રીતે? આ રીતે- આગમવચનોક્ત અર્થના સ્મરણપૂર્વક થતું ધર્મવ્યાપારરૂપ વચનાનુષ્ઠાન કે જે સમાપત્તિસંજ્ઞક १ चिन्तामणिः परोऽसौ तेनैवं भवति समरसापत्तिः । सैषेह योगिमाता निर्वाणफलप्रदा प्रोक्ता ।।
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy