________________
देशना-द्वात्रिंशिका
५३
विकृतित्यागः, एकसिक्थादिपारणकं, अनियतविहारकल्पः, नित्यं कायोत्सर्गश्चेत्यादिकं ग्राह्यम् । । २१ । । मध्यमस्य पुनर्वाच्यं वृत्तं यत्साधुसंगतम् । सम्यगीर्यासमित्यादि त्रिकोटी शुद्धभोजनम् ।। २२ ।।
मध्यमस्येति । आदिनाऽन्यप्रवचनमातृग्रहः । तिस्रः कोट्यो रागद्वेषमोहरूपाः कृतकारितानुमितभेदेन
हननपचनक्रयरूपा वा । । २२ ।।
वयःक्रमेणाध्ययनश्रवणध्यानसंगतिः ।
सदाशयेनानुगतं पारतंत्र्यं गुरोरपि ।। २३ ।।
वय इति । क्रमोऽत्र प्रथमे वयस्यध्ययनं द्वितीयेऽर्थश्रवणं तृतीये च ध्यानेन भावनमित्येवंरूपः । सदाशयः ‘સંસારક્ષય,તુર્ગુરુયમિ’તિ રુશતપરિામઃ IIRરૂ।।
મહાન્) પિંડવિશુદ્ધિ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સંબંધી વિવિધ અભિગ્રહો,વિગઇ ત્યાગ, જેમાં એક વગેરે ધાન્યનો જ ઉપયોગ હોય તેવું પારણું, અનિયત-વિહારકલ્પ, હંમેશ કાયોત્સર્ગ કરવો વગેરે રૂપ બાહ્ય આચાર, જેનાથી ‘બાળ’ શ્રોતાનું આચારધર્મ પર આકર્ષણ થાય એ રીતે સમ્યક્ પ્રકારે કહેવો. [પૂર્વના શ્લોકમાં કહી ગયા છે કે આ બધા આચારોનું બાળજીવો સમક્ષ બરાબર આચરણ કરવું જેથી એ સ્વાસ્થ્ય પામે. એટલે તથાવિધ પરિસ્થિતિવશાત્ આ વિચિત્ર તપ, અનુત્પાનકત્વ, પિંડવિશુદ્ધિ વગેરેમાંના પણ જે આચારોનું પાલન થતું ન હોય તેનું વર્ણન ન ક૨વું. એટલે જે ગામડા વગેરેમાં ગોચરીની વ્યવસ્થા થતી હોય ત્યાં લોકોને ‘અમારા માટે બનાવેલું પણ અમે લઇએ નહીં' વગેરે વાત કરવી ન જોઇએ.]I॥૨૧॥ [મધ્યમકક્ષાના શ્રોતાને કેવી દેશના આપવી તે ગ્રન્થકાર જણાવે છે–]
મધ્યમકક્ષાના જીવને ઇર્યાસમિતિ વગેરે અષ્ટ પ્રવચન માતાના પાલનવાળું, રાગ-દ્વેષ-મોહ રૂપ કે ક૨ણકરાવણ-અનુમોદનરૂપ કે જીવઘાત ક૨વો-રાંધવું-ખરીદવું રૂપ ત્રણકોટિથી શુદ્ધ ભોજનના આચારવાળું એવું સાધુનું સવૃત્ત ભાવપૂર્વક વર્ણવવું. બાળજીવ પાસે જેવી પિંડવિશુદ્ધિ વર્ણવવામાં આવે એના કરતાં પણ વધુ સૂક્ષ્મતાપૂર્વક મધ્યમજીવો પાસે વર્ણવવી.॥૨૨॥[આને જ અંગે ગ્રન્થકાર અન્ય વાતો કહે છે—]
પ્રથમ વયમાં અધ્યયન કરવું, બીજી વયમાં અર્થશ્રવણ ક૨વું અને ત્રીજી ઉંમરમાં ધ્યાનથી આત્માને ભાવિત ક૨વો. આવા પ્રકારના વયના ક્રમે અધ્યયન, શ્રવણ અને ધ્યાન યુક્ત સવૃત્ત કહેવું. [અહીં અધ્યયન એટલે મુખ્યતયા સૂત્ર ગોખવાની વાત જાણવી. બાલ્યવયમાં યાદદાસ્ત તીવ્ર હોય છે ને સમજશક્તિ ઓછી, માટે એ ઉંમરે અધ્યયન કરવાનું કહ્યું. ઉંમર વધતાં સમજશક્તિ વધતી જાય છે ને સામાન્યતયા સ્મરણશક્તિ ઘટતી જાય છે. માટે એ ઉંમરે અર્થ શ્રવણ ક૨વાનું કહ્યું. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ અનેક અનુભવો થતા જાય છે– તડકા-છાયામાંથી વારંવાર પસાર થવાનું બનતું રહે છે. તેથી પ્રારંભકાળે સામાન્ય પ્રસંગ પણ મનમાં જેવા સંકલ્પ-વિકલ્પોના તોફાન મચાવતો તેવા તોફાન પાછલી ઉંમ૨માં વિશેષ પ્રસંગો પણ મચાવી ન શકે એવી માનસિક કેળવણી-સહનશીલતા પ્રાયઃ પેદા થઇ હોય છે. એટલે એ ઉંમરમાં ધ્યા સુકર બને છે. માટે એ વયમાં ધ્યાન કરવાનું કહ્યું છે.] તેમજ ‘આ ગુરુ મારો સંસારક્ષય કરનારા છે' આવા કુશલપરિણામપૂર્વક ગુરુને પરતંત્ર રહેવું. આ પારતંત્ર્ય ભગવત્પ્રાપ્તિના બીજભૂત છે જેનાથી મોક્ષ થાય છે.॥૨૩॥ [પંડિત શ્રોતાને આપવાની દેશનાનું દિગ્દર્શન કરતા ગ્રન્થકાર કહે છે—]