SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ५२ द्वात्रिंशद्वात्रिंशिका एवं विरुद्धदानादौ हीनोत्तमगत्ते सदा । प्रव्रज्यादिविधाने च शास्त्रोक्तन्यायवाधिते ।। इति ।।१८।। इत्थं च श्रावनैव सर्वक्रियाजीवातुरिति निगमयतितस्माद्भावनया भाव्यं शास्त्रतत्त्वं विनाऽपरम् । परलोकविधौ मानं बलवन्नात्र दृश्यते।।१९।। तस्मादिति । परलोकविधौ = धर्मक्रियायां मानं = प्रमाणं वलवद् = अन्यानुपजीवि ।।१९।। बाह्यक्रियाप्रधानैव देया बालस्य देशना। सेवनीयस्तदाचारो यथाऽसौ स्वास्थ्यमश्नुते।।२०।। વાયેતિ સ્પષ્ટ ર૦ || सम्यग्लोचो धरा शय्या तपश्चित्रं परीषहाः। अल्पोपधित्वमित्यादि बाह्यं बालस्य कथ्यते।।२१।। सम्यगिति। आदिनाऽनुपानत्कत्वं, रजन्यां प्रहरद्वयं स्वापः, महती पिंडविशुद्धिः, द्रव्याद्यभिग्रहाः, જાણવા છતાં, જ્યાં સુધી પાળશે ત્યાં સુધી છ જવનિકાયની દયા તો કરશે ઇત્યાદિ સ્થળબુદ્ધિથી વિચારી દીક્ષા આપે તો એમાં પણ ધર્મવ્યાઘાત જાણવો. એમ “ગચ્છવાસમાં ઘણા દોષ સંભવે છે' એવું વિચારી નિરતિચાર સંયમ પાલનની બુદ્ધિથી જે અગીતાર્થ એકાકી બને છે તેનું તે આચરણ પણ ધર્મવ્યાઘાત માટે થાય છે. આ બધાથી નિશ્ચિત થાય છે કે ભાવનાજ્ઞાન વિના ધર્મબુદ્ધિ પણ હિતકર બનતી નથી./૧૮ આમ ભાવનાજ્ઞાન જ સર્વઅનુષ્ઠાનોનો પ્રાણ છે એવું નિગમન કરતા ગ્રન્થકાર કહે છે આમ, ભાવનાજ્ઞાન વિનાની ધર્મબુદ્ધિથી કરેલું ધર્માનુષ્ઠાન પણ અધર્મ રૂપ બને છે, તેનાથી જણાય છે કે પરલોક સંબંધી વિધિ રૂપ ધર્મક્રિયા અંગે (એ વાસ્તવમાં ધર્મક્રિયારૂપ છે કે નહીં એ જાણવા માટે) ભાવનાજ્ઞાનથી ભાવિત કરેલ શાસ્ત્રતત્ત્વ સિવાય બીજું કોઇ બળવાનું પ્રમાણ દેખાતું નથી. એટલે કે એવું શાસ્ત્રતત્ત્વ જ અન્ય પર આધાર રાખ્યા વિના પ્રમાણભૂત બને છે. તાત્પર્ય એ છે કે પરલોક માટે... યાવતું પરલોક માટે હિતકર બને એવી ઇચ્છાથી જે કાંઇ અનુષ્ઠાન કરાય તે બધું ભાવનાજ્ઞાનથી ભાવિત કરેલ શાસ્ત્રતત્ત્વના આધારે કરવું, માત્ર સ્વકલ્પના નિર્મિત તના કે શ્રુતજ્ઞાનના આધારે નહીં./૧ [આમ બાળ વગેરેનું લક્ષણ કહ્યું. હવે બાળજીવને કેવી દેશના આપવી તે ગ્રન્થકાર જણાવે છે]. - બિાળાદિને આપવાની દેશના જેમાં બાહ્યક્રિયાનું પ્રાધાન્ય જળવાઇ રહ્યું હોય એવી જ દેશના બાળજીવોને આપવી. તેમજ એમાં જે બાહ્યક્રિયારૂપ આચારનું વર્ણન આવતું હોય તે બધા આચારનું તેની સમક્ષ પાલન કરવું જેથી એ બાળજીવ સ્વાધ્ધ પામે. જો એ આચારનું તેની સમક્ષ પાલન કરવામાં ન આવે તો તેને એ ઉપદેશમાં વૈતવ્યની શંકા પડવાથી મિથ્યાત્વ રૂપ રોગની વૃદ્ધિ થાય છે. એટલે આ રીતે એ રોગી ન બને અને ક્રિયામાર્ગમાં શ્રદ્ધા રૂપ તેમજ ધર્મ પ્રત્યે આશ્ચર્ય પ્રેરિત અહોભાવ રૂપ સ્વાચ્ય પામે એ માટે એની સમક્ષ આચારપાલન કરવું.૨૦. [એ જ બાહ્યક્રિયાઓને જણાવતા ગ્રન્થકાર કહે છે] લોચ, ભૂમિશયન, અનેક પ્રકારનો તપ,બાવીશ પરીષહ, અલ્પઉપધિ રાખવી, પગરખાં ન પહેરવાં, રાત્રે માત્ર બે પ્રહરની જ અલ્પનિદ્રા, વિશિષ્ટ કાળજીપૂર્વક સૂક્ષ્મતાવાળી (સામાને અહોભાવ પેદા કરી દે એવી
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy