________________
૪૬
द्वात्रिंशद्वात्रिंशिका सप्तभङ्ग्यात्मकेन संगतं ज्ञानमम्भसि तैलविन्दुरिव विसर्पि = प्रवर्धमानं चिन्तामयं स्यात् । ।१२ ।। सर्वत्राज्ञापुरस्कारि ज्ञानं स्याद्भावनामयम्। अशुद्धजात्यरत्नाभासमं तात्पर्यवृत्तितः।।१३।। ___ सर्वत्रेति । सर्वत्र = महावाक्यनिर्णीतेऽर्थे विपक्षशङ्कानिरासदाया॑याज्ञापुरस्कारि = भगवदाज्ञाप्राधान्यद्योतकं तात्पर्यवृत्तितो जायमानं ज्ञानं भावनामयं स्यात् । अशुद्धजात्यरत्नस्य = स्वभावत एवान्यजीवरत्नेभ्योऽधिकज्ञानदीप्तिस्वभावस्य भव्यरूपस्याभासमं = कान्तितुल्यम् । एकस्य वाक्यस्य कथं श्रुतादयो હોય છે તેમ [ઉત્તરોત્તર જેમ જેમ ચિન્તન કરવામાં આવે તેમ તેમ] વિસ્તાર પામવાવાળું હોય છે. સૂક્ષ્મબુદ્ધિગમ્ય વિચારણાઓથી યુક્ત હોવાથી, ‘ઘટોડતિ’ આટલું શ્રવણ થવા પર તરત વિચાર આવે છે કે “ઘડો છે તો શું સર્વથા છે? પર સ્વરૂપે પણ એ વિદ્યમાન છે?” વગેરે..ને તરત સ્વક્ષયોપશમના પ્રભાવે “ઘડો સ્વસ્વરૂપે સત્ છે – પરસ્વરૂપે અસત્ છે...વગેરે...' ખ્યાલ આવે છે. એટલે કે “યાદસ્યવ'.. “સ્યાત્રાસ્યવ...' વગેરે સ્વરૂપ સપ્તભંગી એના બોધમાં સ્કુરે છે. સિપ્તભંગીના એક એક ભંગ સ્યાત્ પદ લાંછિત હોવાથી અહીં “સ્યાદ્વાદ'
| વિવરણ તરીકે “સપ્તભંગ્યાત્મક” કહેલ છે. તેથી મહાવાક્યર્થજન્ય ચિત્તા જ્ઞાન સપ્તભંગીમય સ્યાદ્વાદથી યુક્ત હોય છે એમ અહીં જણાવ્યું છે./૧૨/ હિવે ત્રીજા ભાવનામય જ્ઞાનનું પ્રતિપાદન કરવા ગ્રન્થકાર કહે છે–].
મહાવાક્યથી જે અર્થનો જેવો નિર્ણય થાય છે તેનાથી ભિન્ન વિવક્ષા હશે તો? તેવી વિપરીત અર્થની શંકાનું દઢ નિરાકરણ કરવા માટે, “ભગવાનની આજ્ઞા જ સર્વત્ર મુખ્ય છે' એવું જિનાજ્ઞાના પ્રાધાન્યનું સૂચક તેમજ તાત્પર્યવૃત્તિને વિષય કરનારું જ્ઞાન એ ભાવનામયજ્ઞાન જાણવું. (જેમકે, મહાવાક્યાર્થથી બોધમાં નિર્ણય થયો કે નહિં@ા સર્વ મતનિ...' એવા વાક્યથી અવિધિકત હિંસાનો જ નિષેધ છે,જિનમંદિર વગેરે સંબંધી વિધિહિંસા જિનોપદિષ્ટ હોવાથી એ, નિષેધનો વિષય નથી. આના પર પણ જો કોઇને શંકા થાય કે “ભલે ને જિનભવન વગેરે સંબંધી એ હિંસા જિનોપદિષ્ટ હોય, પણ એટલા માત્રથી એમાં મરતા જીવોની પીડા થોડી દૂર થઇ જાય છે? માટે એ હિંસાથી પણ અધર્મ થતો હશે તો?' આવી શંકાનું નિર્મળ ઉમૂલન કરવા માટે “કોઇપણ અનુષ્ઠાન ધર્મરૂપ બને છે કે અધર્મરૂપ એમાં જિનાજ્ઞા જ મુખ્ય આધાર છે. આવા તાત્પર્યને વિષય કરનારું જ્ઞાન એ ભાવનાજ્ઞાન છે. જિનભવન વગેરે પણ, એમાં દ્રવ્યહિંસા હોવા છતાં જિનાજ્ઞા રહી હોવાથી ધર્મરૂપ જ છે.] જેમ અશુદ્ધ એવા પણ જાત્યરત્નની તથાસ્વભાવે જ અન્ય રત્નો કરતાં અધિક દીપ્તિ હોય છે તેમ શેષ જીવરત્નો કરતાં સ્વભાવે જ અધિક દીપ્તિસ્વભાવવાળા ભવ્યજીવની કાત્તિ સમાન આ ભાવનાજ્ઞાન હોય છે. (એટલે કે આ જ્ઞાન અન્યજ્ઞાનો કરતાં અધિક પ્રકાશ ફેલાવનારું હોય છે. આ જ્ઞાનથી જણાય છે કે જ્ઞાન અને જ્ઞાનપૂર્વકની ક્રિયા જ શીઘ મોક્ષદાયક બને છે.] એક જ વાક્યના શ્રુતજ્ઞાન, ચિત્તાજ્ઞાન વગેરે વ્યાપારો શી રીતે થાય? એવી જો નૈયાયિક શંકા કરે તો એને એવો જવાબ આપવો કે જેમ તમારા મતે સવિકલ્પક જ્ઞાનની ઉત્પત્તિ માટે ઇન્દ્રિયના સંનિકર્ષ વગેરે વ્યાપારો થાય છે તેમ પ્રસ્તુતમાં સમજવું. નૈયાયિકની પ્રક્રિયા આવી છે – “માં ઘટ એવું સવિકલ્પ જ્ઞાન કે જેમાં ઘટત્વ વિશેષણ છે અને અયં (ઘડો)વિશેષ્ય છે, તે ઉત્પન્ન થવા માટે પૂર્વેક્ષણે ઘટત્વ અને ઘટનું વિશેષણ-વિશેષ્યભાવશૂન્ય એવું નિર્વિકલ્પક પ્રત્યક્ષ થવું જોઇએ. આ નિર્વિકલ્પક પ્રત્યક્ષ થવા માટે આંખનો ઘટ સાથે સ્વસંયુક્તત્વ (= સંયોગ) સન્નિકર્ષ અને ઘટવ સાથે સ્વસંયુક્તસમવાય સગ્નિકર્મ નૈયાયિકે આવશ્યક માનેલો છે. આમ એક જ ઇન્દ્રિયના જેમ સંયોગ, સ્વસંયુક્તસમવાય... એમ જુદા