SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ देशना- द्वात्रिंशिका व्यापाराः ? इति परप्रत्यवस्थाने तु यथेन्द्रियस्य तव सविकल्पके जननीये सन्निकर्षादय इत्युत्तरमधिकमुपदेशરહસ્થે વિવિતમસ્માભિઃ ||9રૂ || आद्येऽविरुद्धार्थतया मनाक् स्याद्दर्शनग्रहः । द्वितीये बुद्धिमाध्यस्थ्यचिन्तायोगात्कदापि न । ।१४।। ४७ आद्यइति । आद्ये = श्रुतमये ज्ञाने सति मनाक् = ईषदविरुद्धार्थतया स्वाभिमतस्य दर्शनग्रहो भवति 'अस्मदीयं दर्शनं शोभनं नान्यद्' इत्येवंरूपः । द्वितीये = चिन्तामये ज्ञाने सति वुद्धेर्नयप्रमाणाधिगमरूपाया माध्यस्थ्येन स्वपरतंत्रोक्तस्य न्यायबलायातस्यार्थस्य समर्थनसामर्थ्याविशेषरूपेण चिन्तायोगात् कदापि न स्याद्दर्शनग्रहः । अत एवान्यत्राप्यविसंवादिनोऽर्थस्य दृष्टिवादमूलकत्वात्तन्निराकरणे दृष्टिवादस्यैव तत्त्वतो જુદા સન્નિકર્ષ (= ઇન્દ્રિયના વ્યાપા૨) તમે માનેલા છે એમ પ્રસ્તુતમાં એક જ વાક્યના શ્રુતજ્ઞાન વગેરે વ્યાપારો સમજવા. અથવા, એક જ ઇન્દ્રિયના, વિષય સાથે સન્નિકર્ષ— મન સાથે સંયોગ વગેરે થાય છે એમ પ્રસ્તુતમાં જાણવું. આ પદાર્થ વગેરે સંબંધી વિશેષ વિચારણા અમે ઉપદેશરહસ્યગ્રન્થમાં કરી છે.૧૩|| [શ્રુતજ્ઞાનાદિનું ફળ] [આ શ્રુતજ્ઞાન વગેરેની વિદ્યમાનતમાં શું થાય છે તે ગ્રન્થકાર જણાવે છે–] જેને આદ્ય = શ્રુતમયજ્ઞાન થાય છે તેને સ્વઅભિમત અર્થથી વિરુદ્ધ કોઇ અર્થની ઉપસ્થિતિ ન હોવાથી પોતે સમજેલો અર્થ જ સર્વથા અવિરુદ્ધપણે સત્ય લાગે છે. તેથી પોતાની એ માન્યતા રૂપ દર્શનનો એને ‘અમારું દર્શન સુંદર છે, અન્ય નહીં’ ઇત્યાદિ રૂપ કંઇક આગ્રહ બંધાય છે. [આ આગ્રહ પણ યોગ્યપ્રજ્ઞાપનાથી દૂર થાય એવો હોય છે માટે ‘કંઇક’ એમ કહ્યું છે. જો એ દૂર થાય એવો ન ૨હે તો મિથ્યા અભિનિવેશરૂપ બનવાથી શ્રુતજ્ઞાન ન રહેતાં મિથ્યાજ્ઞાન બની જાય. એટલે, બૌદ્ધદર્શન વગેરેમાં ૨હેલા પણ કોઇ સાધકને માત્ર પદાર્થોના ક્ષણિકત્વ વગેરેની સૂચક વાતો જ સાંભળી હોવાથી, અને (કથંચિ) નિત્યત્વસૂચક વગેરે વાતો સાંભળી ન હોવાથી પદાર્થોને અનિત્ય વગેરે માનવાની માન્યતા ઘડાઇ હોવા માત્રથી એ ગાઢ મિથ્યાત્વી જ હોવાનો બેધડક નિર્ણય કરી શકાય નહીં. શાસ્ત્રોમાં પણ, ગુરનિયોગના કારણે ક્યારેક વિપરીત શ્રદ્ધા પણ હોવી સમ્યક્ત્વીને કહી છે. આ જીવોને વસ્તુના વિવક્ષિત અંશને જણાવનાર વચનો મળ્યા હોવાથી એ બાબતનું શ્રુતમય જ્ઞાન હોય છે, અન્યનયાભિપ્રેત અંશને જણાવનાર (વિભિન્નોક્ત) વચનો મળ્યા ન હોવાથી એ અંગે વાક્યાર્થ પણ થયો નથી હોતો. છતાં અભિનિવેશ ન હોવાથી પ્રજ્ઞાપનીયતા હોવાના કારણે માર્ગાનુસારીપણું વગેરે સંભવિત હોય છે એમ લાગે છે. પણ દૃષ્ટિરાગના સંસ્કારવશાત્ સ્વદર્શનનો આગ્રહ બંધાઇ જવો અને માન્યતા અભિનિવેશમાં પલટાઇ જવી એ ઘણું ખરું શક્ય હોવાથી મોટે ભાગે તો એ મિથ્યાજ્ઞાન રૂપ જ બની જતું હોય છે એ જાણવું.] જેને બીજું ચિન્તામય જ્ઞાન થાય છે એની નય અને પ્રમાણના બોધ રૂપ બુદ્ધિ, સ્વ૫રદર્શનમાં કહેલ ન્યાયપૂર્ણ બાબતનું સમાન રીતે સમર્થન કરવાના સામર્થ્યરૂપ માધ્યસ્થ્યથી પવિત્રિત થઇ હોય છે. આ માધ્યસ્થ્યના પ્રભાવે તે તે દર્શનોક્ત વાતોની યથાસ્થાન નિયોગ ક૨વાની ચિન્તા પ્રવર્તવાથી કોઇ એક દર્શનનો કદાગ્રહ પકડાતો નથી.] [પણ દરેક દર્શનની યોગ્ય બાબતનો સ્વીકાર હોય છે.] માટે જ જૈન દર્શનનો પણ એવો કાગ્રહ પકડાયો હોતો નથી કે ‘સાચી અને સારી વાતો અમારા જૈન દર્શનમાં જ કહી છે, અન્ય દર્શનોની તો બધી વાતો અસુંદર જ છે...ઇત્યાદિ' આના કારણે જ અન્ય દર્શનમાં પણ જે અકરણનિયમ વગેરે
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy