________________
देशना-द्वात्रिंशिका दीर्घकोपयोगानुस्यूतस्य पदवाक्यमहावाक्यैदंपर्यार्थमूर्तिकस्य, तस्योपदेशपदप्रसिद्धत्वादिति ध्येयम् । यद्वा तत्र स्वतन्त्रसंज्ञाव्यवच्छेद एवेष्यते इति न दोषः ।।११।। महावाक्यार्थजं सूक्ष्मयुक्त्या स्याद्वादसंगतम्। चिन्तामयं विसर्पि स्यात्तैलबिन्दुरिवांभसि ।।१२।।
महेति । महावाक्यार्थेन = वस्त्वाकांक्षारूपेण जनितं सूक्ष्मया = सूक्ष्मवुद्धिगम्यया युक्त्या स्याद्वादेन = આવા પદાર્થ વિષયક બોધ, આ શ્રુતજ્ઞાનમાં સાથે સાથે ભળેલો હોતો નથી. અર્થાત્ પરપીડા પરિવાર અને જિનમંદિર નિર્માણ... આ બે વિભિન્નોક્ત પદાર્થો છે. આ બન્નેનો ભાસ કરાવે એવું સમૂહાલંબનજ્ઞાન સ્વરૂપે શ્રુતજ્ઞાન થતું નથી, કેમકે એમાં તો પરપીડાજનક પ્રવૃત્તિનો ત્યાગ ને કર્તવ્યતા બન્ને ભાસવાથી એ સંદેહરૂપ બની જાય. એટલે “હંતવા..' વગેરે સુત્ર પરથી થતું શ્રુતજ્ઞાન એનાથી વિભિન્નોક્ત જિનમંદિર નિર્માણાદિ પદાર્થ વિષયક હોતું નથી. એમ જિનમંદિર નિર્માણાદિ વિષયક સૂત્ર પરથી જે શ્રુતજ્ઞાન થાય એ, એના માટે વિભિન્નોક્ત જે પરપીડાપરિહારાદિ પદાર્થ, તદ્વિષયક હોતું નથી. આમ કોઇપણ સૂત્ર પરથી થનારું શ્રુતજ્ઞાન, સ્વવિભિત્રોક્ત પદાર્થ વિષયક હોતું નથી, માટે અહીં “પરસ્પરમિશ્નોપાર્થવિષયં તુર” એમ કહ્યું છે. એટલે કે આવા વિભિન્ન પદાર્થ વિષયક બોધ શ્રુતમય જ્ઞાનમાં હોતો નથી.
અન્ય વિદ્વાનો કહે છે કે શ્રુતમયજ્ઞાનમાં પદાર્થ = પદનો અર્થ = વાચ્યાર્થ માત્ર વિષયક બોધનો વ્યવચ્છેદ હોય છે. ગ્રન્થકારનું કહેવું એવું છે કે અન્યવિદ્વાનો આ જે વ્યવચ્છેદ કરે છે તે વાક્યાર્થીદિથી સાવ નિરપેક્ષપણે (યોગ્યતા રૂપે પણ અપેક્ષા નહીં - અને તેથી જ પોતે કરેલા અર્થના અભિનિવેશવાળો) છૂટોછવાયો જે વાચ્યાર્થબોધ થાય છે તેનો કૃતમય જ્ઞાનમાં વ્યવચ્છેદ જાણવો જોઇએ. પણ દીર્ઘ એક ઉપયોગ રૂપે થતા પદાર્થ બોધ (વાચ્યાર્થબોધ), વાક્યાર્થબોધ, મહાવાક્યાર્થબોધ ને ઐદંપર્યાર્થબોધમાં સંકળાયેલા (કે અભિનિવેશશુન્ય હોવાના કારણે સંકળાવાની યોગ્યતા ધરાવનારા) પદાર્થબોધનો વ્યવચ્છેદ માનવો નહીં. કારણકે આવો બોધ શ્રુતમયજ્ઞાનમાં હોય છે એમ ઉપદેશપદમાં જણાવ્યું છે. અથવા તો ત્યાં સ્વતંત્રપ્રસિદ્ધ સંજ્ઞાનો જ વ્યવચ્છેદ માનવો એટલે કે એ પણ શ્રુતજ્ઞાન સ્વરૂપ હોવા છતાં, જૈન શાસ્ત્રોમાં શ્રુત-ચિન્તા-ભાવનામયજ્ઞાન એવી જે સંજ્ઞાઓ છે એમાંની “કૃતમયજ્ઞાન' ની સંજ્ઞાનો જ-તેનો વ્યવહાર ન કરવારૂપે આવા છૂટા બોધમાં વ્યવચ્છેદ માનવો. તેથી કોઇ દોષ રહેતો નથી./૧૧ી [ચિન્તામય જ્ઞાનનું પ્રતિપાદન કરવા ગ્રન્થકાર કહે છે–].
એક અભિપ્રાયના બોધરૂપ પદાર્થ પર તદ્વિષયક અન્ય અભિપ્રાયો ઉપસ્થિત થવાથી ચાલના(શંકા) રૂપ વાક્યર્થ થાય છે. તથાવિધ ક્ષયોપશમના પ્રભાવે એના સમાધાન રૂપે અન્ય અભિપ્રાયોનો પણ જેમાં સમાવેશ હોય તેવો મહાવાક્યર્થ થાય છે. આમ આમાં પદાર્થદષ્ટ (= પદના અર્થ માત્રથી જ્ઞાત) ધર્મ સિવાયના વસ્તુના અન્યપણ સર્વધર્મો આલિપ્ત હોય છે. [આમ મહાવાક્યાર્થ માટે શબ્દથી સાક્ષાત્ ઉક્ત વસ્તુસ્વરૂપની તો ખરી જ, પણ એ સિવાયના વસ્તુ સ્વરૂપની પણ આકાંક્ષા આવશ્યક છે. એટલે કે સંપૂર્ણ વસ્તુસ્વરૂપની આકાંક્ષા જોઇએ. માટે અહીં મહાવાક્યર્થને વસ્તુઆકાંક્ષારૂપ કહેલ છે.] એટલે મહાવાક્યર્થ રૂપ બોધ આક્ષિપ્ત ઇતર સર્વ ધર્માત્મક વસ્તુના પ્રતિપાદક અનેકાન્તવાદની વ્યુત્પત્તિવાળો હોય છે. આવા મહાવાક્યાર્થથી જન્ય તેમજ સર્વ પ્રમાણ-નયગર્ભિત અવિસંવાદિની સૂક્ષ્મબુદ્ધિગમ્ય યુક્તિઓની વિચારણાઓથી યુક્ત અને સપ્તભંગીમય સ્યાદ્વાદથી સંકળાયેલું એવું ચિત્તામય જ્ઞાન હોય છે જે પાણીમાં તેલનું ટીપું જેમ વિસ્તાર પામવાના સ્વભાવવાળું