________________
द्वात्रिंशद्वात्रिंशिका
एवमग्रेऽपि । अविनष्टं च यथा कोष्ठगतं वीजं, परस्परविभिन्नोक्ता ये पदार्थास्तद्विषयं तु न तस्य संदेहरूपत्वात् । यैस्तु वाच्या ( क्या ) र्थमात्रविषयस्यात्र व्यवच्छेद उच्यते, तैर्विशकलितस्यैवायमेष्टव्यः, न तु માટે, ને લોચક૨ણ-નદી ઉત્ત૨ણ વગેરે સાધુઓ માટે વિહિત હોય, પણ એટલા માત્રથી કાંઇ એમાં થનારી પીડા વગેરે થોડાં ટળી જાય છે? ને જો બીજા જીવોને પીડા વગેરે થાય તો અન્ય વેપાર વગેરે પ્રવૃત્તિની જેમ આ પ્રવૃત્તિથી પણ આત્માને તો નુક્શાન જ થાય ને? એ અધર્મ જ બની જાય ને? આવી કોઇ જ શંકા ન ૨હે એ માટે તે તે સૂત્રોનું ઐપર્ય = તાત્પર્ય જણાવનાર વચન પ્રયોગ જે કરવામાં આવે કે ‘બિનાજ્ઞા ધર્મે સાર’ ધર્મમાં સારભૂત – મહત્ત્વ ધરાવતી કોઇ બાબત હોય તો એ જિનાજ્ઞા છે.' આવું વાક્ય એ ઐદંપર્યાર્થ છે. અર્થાત્ – કોઇપણ પ્રવૃત્તિ ધર્મરૂપ બને (અને તેથી કર્તવ્ય બને) કે અધર્મરૂપ બને (અને તેથી અકર્તવ્ય-નિષિદ્ધ બને) એમાં અહિંસા કે હિંસા એ મહત્ત્વનું પરિબળ નથી પણ જિનાજ્ઞા હોવી કે ન હોવી એ મહત્ત્વનું પરિબળ છે. એટલે કે જેમાં હિંસા થતી હોય તે અધર્મ (ત્યાજ્ય) અને જેમાં અહિંસા હોય તે ધર્મ (કર્તવ્ય) એવું રહસ્ય નથી, પણ, જેમાં જિનાજ્ઞા ભળેલી હોય તે કર્તવ્ય (લાભકર્તા) ને જેમાં જિનાજ્ઞા ભળેલી ન હોય તે ત્યાજ્ય (નુક્શાન કર્તા) આવું રહસ્ય છે. આવું બધું જણાવનાર વાક્યપ્રયોગ એ ઐદંપર્યાર્થ-તાત્પર્યાર્થ છે. ઇદં એવ પરં (= પ્રધાન) કે તદેવ પ૨ (= પ્રધાનં) આ રીતે ઇદંપરં—તત્પર શબ્દ બની તેના પરથી ઐદંપર્ય-તાત્પર્ય શબ્દો બન્યા છે. વક્તાના અભિપ્રાયમાં જે પ્રધાન (= મુખ્ય) હોય તે ઐદંપર્ય = તાત્પર્ય કહેવાય છે. તેને જણાવનાર વાક્ય ઐદંપર્યાર્થ છે. આ પદાર્થ-વાક્યાર્થ વગેરે ચાર ભેદમાં ક્રમિક ઉત્પાદ રૂપ પરસ્પર અપેક્ષા હોય છે. તેથી પરસ્પર સાપેક્ષભાવે પદાર્થાદિ ચારે નો બોધ ઉદ્ભવે ત્યારે જ બોધ સૂત્રના પરિપૂર્ણ બોધ રૂપ બને છે. આ પરિપૂર્ણ અર્થબોધ અવયવીની જેમ એક દીર્ઘઉપયોગ સ્વરૂપ છે ને એમાં પદાર્થાદિ ચારે અવયવની જેમ સંકળાયેલા હોય છે.
૪૪
સૂત્રની વ્યાખ્યા સ્વરૂપ આ ચાર વાક્યોમાંથી પ્રથમ પદાર્થવાક્યથી જે બોધ થાય તે શ્રુત-ચિન્તા અને ભાવનાજ્ઞાન એ ત્રણમાંનું પ્રથમ શ્રુતજ્ઞાન છે. ‘જિનમંદિરનિર્માણાદિમાં પરપીડાપરિહાર શક્ય નથી (ને છતાં એનું પણ ગ્રન્થોમાં વિધાન તો મળે જ છે) તો જિનમંદિરનિર્માણને કર્તવ્ય શી રીતે માનવું? વગેરે ઉપસ્થિતિ વાક્યાર્થબોધકાળે હોય છે, પણ પદાર્થવાક્યથી શ્રુતજ્ઞાન થતી વખતે હોતી નથી... તેથી પદાર્થ વાક્યમાં કોઇપણ શાસ્ત્રવચનનો વિરોધ હોવાની કલ્પનામાત્ર પણ હોતી નથી. તેથી એ વાક્યને ‘સર્વશાસ્ત્રઅવિરોધિનિર્ણીતાર્થ' તરીકે કહ્યું છે.
‘ì આયા’ આ સૂત્રનો યથાશ્રુતાર્થ ‘એક આત્મા છે' આટલો બોધ થાય એ શ્રુતજ્ઞાન છે. પણ આ બોધ થતી વખતે ‘જો એક જ આત્મા હોય તો કોઇનો પણ મોક્ષ શી રીતે સંભવે?' વગેરે કશું ઉપસ્થિત હોતું નથી, ને તેથી, ‘આ વાત સંગ્રહનયની અપેક્ષાએ કહી છે' વગેરે સમાધાનરૂપ મહાવાક્યાર્થ પણ હોતો નથી. આમ, શ્રુતજ્ઞાનમાં નયબોધ હોતો નથી. એ જ રીતે પ્રમાણ બોધ પણ હોતો નથી. તેથી શ્રુતજ્ઞાન કરાવનાર પદાર્થવાક્યને ‘પ્રમાણનયવર્જિત' કહ્યું છે.
પણ છતાં, આ પદાર્થવાક્યથી થતું શ્રુતજ્ઞાન ક્રમશઃ વાક્યાર્થ વગેરેનો બોધ કરાવીને સૂત્રનો પરિપૂર્ણ અર્થબોધ કરાવવાનું કારણ બની પણ શકે છે. માટે એને ઉત્પન્ન અને કોષ્ટગત અવિનષ્ટ બીજ તરીકે કહ્યું
છે.
‘દંતા નો મૂબા સબ્વે’ આ સૂત્ર પરથી થતો ‘કોઇ પણ જીવને પીડા થાય એવી પ્રવૃત્તિ કરવી નહીં' આવો બોધ એ શ્રુતજ્ઞાન છે. આ સામાન્ય અર્થની સાથે વિરોધ ધરાવનાર,‘શ્રાવકે જિનમંદિરનું નિર્માણ કરવું જોઇએ'