________________
३८
द्वात्रिंशद्वात्रिंशिका
पर्षदादीनां विवेकाद् = विवेचनाच्च मन्दस्य = देशादिपुरुषादिज्ञानाभाववतो वक्तुर्निग्रहः = अपसिद्धान्तलक्षणो व्यक्तः = प्रकट एव । अयं भावः उक्ताचारसूत्रं साधोर्धर्मव्याख्याने निरीहतामात्रद्योतकमेव, राजादेरभिप्रायाननुसरणे प्रकटदोषोपदर्शनपूर्वमनुपदमेव तत्र पुरुषादिदेशादिपरिज्ञानवत्त्वेन देशनाधिकारित्वाभिव्यञ्जनात् । तदुक्तं - ‘’अवि य हणे अणाइयमाणे एत्थं पि जाण सेयं ति णत्थि केयं पुरिसे कं च णए त्ति' [आचारांग सू. १०३]। किञ्चैवं पुरुषादिपरिज्ञानानावश्यकत्वे पर्षदादिगुणदोषोपवर्णनं तत्र तत्र व्यर्थं સ્થાવિત્તિ ।।૪।।
अज्ञातवाग्विवेकानां पण्डितत्वाभिमानिनाम् ।
विषं यद्वर्तते वाचि मुखे नाशीविषस्य तत् । । ५ । ।
अज्ञातेति । अज्ञातो वाग्विवेकः = शुद्धाशुद्धयोग्यायोग्यविषयत्वादिरूपो यैस्तेषां पंडितत्वाभिमानिनां वाचि = भाषायां विषं यन्मिथ्यात्वरूपं वर्तते तदाशीविषस्य = व्यालस्य मुखे न, अनेकजन्मदुःखदं ह्येकेमन्यच्चैकजन्मदुःखदमेवेति । । ५ । । बालादीनां लक्षणमाह
પણ ખુલાસો કર્યો છે કે ‘અત્ર 7 નિરીહતા વિક્ષિતા, ન પુનરયં નિયમઃ પતયૈવ થનીયમ્' - આ સૂત્રમાં નિરીહતા જણાવવાની વિવક્ષા છે, બધાને એક સરખી રીતે જ કહેવું એવો નિયમ જણાવવાની નહિ.] દેશનાના અધિકારીને અભિવ્યક્ત કરનાર તે સૂત્રમાં કહ્યું છે કે ‘અનાદર કરતો એવો તે રાજા ક્રોધાભિભૂત થઇ હણી પણ નાંખે’. આમ અવિધિથી ઉપદેશ દેવામાં આ લોકમાં તો બાધા થાય. પર્ષદ વગેરેને જાણ્યા વગર અવિધિથી કહેવામાં ‘આ ધર્મકથામાં પણ શ્રેયઃ = પુણ્ય જ થવાનું છે એવું નથી' એ તું જાણ, તો પછી ધર્મકથા કઇ રીતે કરવી? એ જણાવવા આગળ કહે છે -- ‘આ ભદ્રક છે કે મિથ્યાત્વી? કયા આશયથી પૂછે છે? કયા દેવતાને નમેલો છે (ભક્ત છે?) ઇત્યાદિ વિચારી પછી યથાયોગ્ય ઉપદેશ આપવો.’
વળી ઉમાસ્વાતિ મહારાજાના કે આચારાંગના ઉક્ત વચનને આગળ કરીને ‘ધર્મોપદેશ માટે પુરુષ વગેરેના જ્ઞાનની કોઇ જરૂ૨ નથી' એવું માનીએ તો તે તે ગ્રન્થોમાં પર્ષના ગુણ-દોષોનું જે વર્ણન મળે છે તે નિરર્થક થઇ જાય. II૪l [કોની આગળ ક્યારે શું બોલવું? ઇત્યાદિ વિવેક જેઓને નથી તેઓના વચન કેટલા ભયંકર નીવડે છે એ જણાવવા ગ્રન્થકાર કહે છે–]
મારા વચન શુદ્ધ છે કે અશુદ્ધ, દેશ-પુરુષાદિને યોગ્ય છે કે અયોગ્ય? ઇત્યાદિ બાબતનો વિવેક = ભેદ જેઓ કરી શકતા નથી, અને તેમ છતાં જેઓ જાતને પંડિત માને છે તેઓના વચનમાં મિથ્યાત્વરૂપ (સ્વરુચિ મુજબ તે તે નયને આગળ કરનાર શ્રોતા માટે સીધેસીધી અન્યનયની વાતો કરવા માંડવી એ મિથ્યા જ ઠરે છે ને!) જે ઝેર હોય છે તે આશીવિષ સર્પના મુખમાં પણ હોતું નથી. એટલે કે આશીવિષ સર્પના ઝેર કરતાં પણ એ ઝેર વધુ ભયંકર હોય છે. કારણકે સાપનું ઝેર તો એક જન્મમાં જ મૃત્યુ વગેરેનું દુઃખ આપે છે. જ્યારે એ ઝે૨ તો અનેક જન્મનું દુઃખ આપે છે. [માટે તો કહ્યું છે ને કે – સાવપ્નાવ...ાળ વયળાાં નો ન વાળફ વિશેસં । યુનું પિ તસ્સ ન લમં મિંગ પુળ વેસમાં હ્રાઉં? ।। સાવદ્ય અને નિરવદ્ય વચનના ભેદ જે જાણતો નથી તેને બોલવું પણ યોગ્ય નથી તો દેશના આપવી તો શી રીતે યોગ્ય ઠરે?]
આમ, બાળ વગેરે શ્રોતાને અનુસરીને દેશના આપવી એ નક્કી થયું. એમાં બાળ વગેરેનું લક્ષણ જંણાવવા હવે ગ્રન્થકાર કહે છે–
१ अपि च हन्यादनाद्रियमाणेऽत्रापि जानीहि श्रेय इति नास्ति कोऽयं पुरुषः ? कं च नतः ?