________________
देशना- द्वात्रिंशिका
तत्र बालो रतो लिङ्गे वृत्तान्वेषी तु मध्यमः । पंडित: सर्वयत्नेन शास्त्रतत्त्वं परीक्षते । । ६॥ તતિ। તત્ર = तेषु बालादिषु मध्ये लिंगे लिंगमात्रे रतो बालः, लिंगमात्रप्राधान्यापेक्षयाऽसदारंभत्वात् । वृत्तान्वेषी तु = वृत्तप्राधान्यापेक्षी तु मध्यमः, बालापेक्षया मध्यमाचारत्वात् । यस्तु सर्वयत्नेन
=
३९
[બાળાદિનું લક્ષણ]
જે જીવો લિંગને જ પ્રધાનતયા જુએ છે, એટલે કે ધર્મની વિદ્યમાનતા કે અવિદ્યમાનતા ના નિર્ણય માટે બાહ્ય વેશ-આકા૨ને જ આગળ કરે છે તેઓ ‘બાળ’ છે,કેમકે અસદ્ આરંભવાળા હોય છે, (નિષિદ્ધ કાર્ય કરનારા હોય છે.) માત્ર લિંગને જોઇને આચરણા કરવાવાળા હોઇ તેઓનું આચરણ શેષ બે પ્રકારના જીવો ક૨તાં તુચ્છ હોય છે. [માત્ર ગૃહત્યાગ વગેરે બાહ્ય દેખાવ જોવા મળે એટલે આવા જીવો એ વ્યક્તિને ધર્મ માની લે છે અને પછી એના દો૨વાયા દોરવાય પણ છે, પણ એ જોવા નથી બેસતા કે આ વેશધારીનું, વેશધારણાદિ દેખાતા આચરણ સિવાયનું વર્તન એના વેશને અનુસરતું શાસ્ત્રોક્ત છે કે નહીં? તેમજ એના સિદ્ધાન્તો = માન્યતા યોગ્ય છે કે નહીં? ઇત્યાદિ.] જે જીવો માત્ર વેશને જોઇને ધર્મનો નિર્ણય નથી કરી લેતાં, પણ વેશને અનુરૂપ વૃત્ત = આચરણ છે કે નહીં એ પણ વિચારે છે, [એવું આચરણ હોય તો જ ધર્મની વિદ્યમાનતા માને છે] તેઓ ‘મધ્યમ’ છે. ગુરુ-લાઘવનો કે ઐદંપર્યનો વિચાર કરીને જે કાર્ય થાય તે કાર્યને તે નથી કરતો પણ માત્ર (અવિવૃત) સૂત્રમાં જે કહ્યું હોય તેવા કાર્યને આચરે છે. માટે મધ્યમ આચારવાળો હોઇ એ ‘મધ્યમ' કહેવાય છે. જેઓ સર્વપ્રયત્ન પૂર્વક શાસ્ત્રતત્ત્વોને-મૂળસિદ્ધાન્તોને તપાસે છે [અને તે અવિસંવાદી લાગે તો જ તેમાં ધર્મ માને છે] તેઓ પંડિત છે, કારણકે તાત્ત્વિક દૃષ્ટિએ એ જીવો જ જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ માર્ગને અનુસ૨ના૨ા હોઇ ઉત્કૃષ્ટ આચારવાળા હોય છે. [લોકમાં પણ જોવા મળે છે કે બાળક માત્ર ચળકાટને જોઇને આકર્ષાઇ જાય છે. અને તેથી, વધુ ચળકાટવાળા ઇમીટેશનને પકડે છે,સાચા રત્નને છોડી દે છે. મધ્યમબુદ્ધિવાળો થયેલો માણસ ભેગી રત્નની કિંમત, વજન, નિર્મળતા વગેરે પણ જુએ છે. જ્યારે કુશળ પારખું ઊંડાણમાં ઉતરી એના લક્ષણોને-ગુણ દોષને પણ જુએ છે.]
[અહીં પ્રશ્ન ઊઠી શકે છે કે, ‘બાળજીવ સામી વ્યક્તિના માત્ર વેશને જુએ છે, આચા૨ને પણ જોતા નથી. અને તેથી, અસદ્ આચાર હોય તો પણ જો ત્યાગીનો વેશ જોવા મળે તો, બાળજીવ એને ત્યાગી-ધર્મી-વન્દનીય તરીકે સ્વીકારી લે છે' આ વાત પ્રસિદ્ધ છે. આમાં બાળજીવનો પોતાનો આચાર સદ્ છે કે અસ ્ છે એની વાત નથી. તેમ છતાં, અહીં લિંગમાત્રની રુચિવાળો જીવ ‘બાળ’ હોવામાં ‘એ અસદ્ આરંભવાળો હોય છે’ એ પ્રમાણે હેતુ દર્શાવ્યો છે. આવું કેમ? વળી આગળ પણ મધ્યમજીવને ખુદને જ બાળની અપેક્ષાએ મધ્યમ આચા૨વાળો અને ઉત્તમજીવને ઉત્તમ આચારવાળો કહ્યો છે. તો ‘બાળ’વગેરેનો ભેદ પડવામાં તેઓના પોતાના આચારની મુખ્યતા છે કે સામી વ્યક્તિમાં તેઓ શેને પ્રાધાન્ય આપે છે એની મુખ્યતા છે? આવા સંભવિત પ્રશ્નનો ઉત્તર આવો લાગે છે કે ઉપદેશ આપવા માટે સામા જીવની કક્ષાની જાણકારી જે મેળવવાની હોય છે એમાં તો ‘માત્ર લિંગને = બાહ્ય દેખાવને જુએ તે બાળ' આવી જ વ્યાખ્યા મુખ્ય છે. પણ આવા જીવની દૃષ્ટિ ભૂમિકા જ એવી હોય છે કે કોઇપણ ક્ષેત્રમાં એ હોય, એ વેશમાત્રને જ પ્રધાન કરતો હોય છે, પછી એ વેશને અનુરૂ૫ આચાર કેવા જોઇએ? એ બાબતની એને કોઇ કાળજી હોતી નથી, અને તેથી એ આચારમાં ઘણો શિથિલ બને છે, અસદ્ આચારવાળો બને છે. જેમકે એવો જીવ પોલીસ બને તો પણ પોલીસનો ડ્રેસ પહેરવાથી, હું
=