________________
( મહાજનો યેન ગતઃ સ પત્થા)
(પ્રસ્તાવના). આ ન્યાયને મહામહોપાધ્યાયજીએ જેમાં સાર્થક કર્યો છે તે ગ્રન્થ દ્વાન્નિશ કાત્રિશિકા. તાર્કિક શ્રેષ્ઠ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજાએ બત્રીશ શ્લોકની બનેલી બત્રીશી રચી. અષ્ટક, ષોડશક, વિશિકા અને પંચાશક જે ઓના હાલ પણ ઉપલબ્ધ છે તે ૧૪૪૪ ગ્રન્થોના પ્રણેતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ બત્રીશી પણ રચી હશે એવી કલ્પના અશક્ય નથી. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાએ પણ બત્રીશીઓ રચી છે. મહાજનોએ કંડારેલા આ માર્ગે ન્યાય વિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાયજીએ પણ પદાર્પણ કરી એક નહીં, બે નહીં, બત્રીસ-બત્રીશ બત્રીશીઓની હૃદયંગમ રચના કરી છે. ગ્રન્થના નામ અનુસાર બત્રીશેય પ્રકરણોમાં બત્રીસ-બત્રીશ મૂળ શ્લોકો છે, ન ન્યૂન-ન અધિક. આમાં વળી એક વિશેષતા એ છે કે દરેક બત્રીશીના અંતિમ શ્લોકમાં “પરમાનન્દ' શબ્દ વણાયેલો છે. આ થઇ મૂળગ્રન્થની વાત. એના પર ઉપાધ્યાયજી મહારાજે ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞ વૃત્તિ રચી છે. સ્વોપજ્ઞ વૃત્તિનું નામ તાર્થદીપિકા છે એ, પ્રશસ્તિના નીચેના લોક પરથી જણાય છે
यशोविजयनाम्ना तच्चरणाम्भोजसेविना । द्वात्रिंशिकानां विवृतिश्चक्रे तत्त्वार्थदीपिका ।।।
કેટલાક મૂળ શ્લોકો પર વિસ્તૃત વૃત્તિ છે. તો કેટલાક પર સંક્ષિપ્ત અવસૂરિ જેવી. કેટલાક શ્લોકની વૃત્તિમાં સાક્ષી પાઠો જ ટાંકીને અભિપ્રેતાર્થ જણાવ્યો છે તો કેટલાક શ્લોકોની વૃત્તિમાં માત્ર દિક્ષ્મદર્શન કરી વિસ્તાર માટે અન્ય ગ્રન્થોનો અતિદેશ કરી દીધો છે. આ અન્ય ગ્રન્થો તરીકે બહુધા સ્વકીય જ ધર્મપરીક્ષા, સ્યાદ્વાદ કલ્પલતા, ઉપદેશ રહસ્ય વગેરે ગ્રન્થો છે. સંખ્યાબંધ શ્લોકો પર તો “સ્પષ્ટઃ' ઇત્યાદિ કહીને વૃત્તિ જ રચી નથી... યાવતું બત્રીશમી બત્રીશીના તો એકે ય શ્લોક પર વૃત્તિ નથી. વળી ૮૦ ટકા થીય વધુ શ્લોકોની અવતરણિકા કરી નથી. વૃત્તિ ગ્રન્થની આ બધી પ્રથમ નજરે આંખે ચઢતી વાતો કહી.
અધ્યાત્મસારમાં ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું છે કેशास्त्रात्परिचितां सम्यक् सम्प्रदायाच्च धीमताम् । ईहानुभवयोगाच्च प्रक्रियां कामपि ब्रुवे ।।७।।
આમાં શાસ્ત્ર, પ્રાજ્ઞપુરુષોનો સંપ્રદાય અને સ્વકીય ઈહા એ ત્રણ ગ્રન્થ ગ્રથનના જે Source બતાવ્યા છે તેનો સ્પષ્ટ વ્યાપાર પ્રસ્તુત ગ્રન્થમાં જોવા મળે છે. અષ્ટક પ્રકરણ, ષોડશક પ્રકરણ, યોગદૃષ્ટિ સમુચ્ચય, યોગબિન્દુ અને પાતંજલયોગદર્શન મુખ્યતયા આ પાંચ ગ્રન્થોમાંથી જાણવા મળેલી વાતોનો, સંપ્રદાય અને સ્વકીય ઈહા અનુસાર પ્રસ્તુત ગ્રન્થમાં સંક્ષેપ યા વિસ્તાર કરવામાં આવ્યો છે. એટલે કે તે તે મૂળ શાસ્ત્રમાં જ જેનો વિસ્તાર સુસ્પષ્ટ છે તેનો અહીં માત્ર સંક્ષેપથી જ ઉલ્લેખ કર્યો છે. જે જે વાતનો પોતાને વધુ સ્પષ્ટ વિસ્તાર કરવાનો સંપ્રદાય અને સ્વકીય વિચારણા-ફુરણાને અનુસાર અવસર મળ્યો તેનો તેનો અહીં વિસ્તાર કરાયો છે. એટલે ઘડીકમાં એમ લાગે છે કે અષ્ટક- ષોડશક વગેરેનો આ સમરીગ્રન્થ છે. તો ક્યારેક એમ લાગે કે જુદા જુદા શાસ્ત્રોમાં કહેલા તે તે સંદર્ભના પ્રતિપાદનોનો આ સંકલના ગ્રન્થ છે. દા. ત. યોગબિન્દુના અમુક અધિકારથી બત્રીશીનો પ્રારંભ થયો હોય, વચ્ચે પાછો એનો જ સમાન સંદર્ભવાળો અન્ય અધિકાર આવી જાય, પછી એના જ સંદર્ભવાળો પાતંજલ યોગદર્શનનો સંદર્ભ આવે, પછી યોગદૃષ્ટિ સમુચ્ચયનો થોડો અધિકાર આવે, પાછો યોગબિન્દુનો મૂળ અધિકાર ચાલુ થઇ જાય. આવી આવી રીતે અષ્ટક-ષોડશક વગેરેના અધિકારો માટે પણ જાણવું. એમાં વળી વચ્ચે વચ્ચે ક્યારેક આગમપાઠોના સંદર્ભથી પણ પ્રસ્તુત અધિકારનું સમર્થન હોય, અન્યાન્ય ગ્રન્થોના સમાન સંદર્ભવાળા અધિકારોનું આ સંકલન પદાર્થોની ધારણા કરી પૂર્વાપર અનુસંધાન કરવાની ઉપાધ્યાયજી મહારાજની કુશળ પ્રતિભાને જણાવનારું માપક યંત્ર છે. વળી ક્યારેક તો એમ લાગે