________________
પ્રકાશકીય....
વિ. સં. ૨૦૫૦ નું, શ્રીસૂરિમન પંચપ્રસ્થાન આરાધક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા ૧૨ નું ચાતુર્માસ, મુંબઇ ગોરેગામ નિવાસી શા. જુહારમલજી મનરૂપજી સાકરિયા પરિવાર (રાજ. ચરલી વાળા) તરફથી, સુશ્રાવક ચંદનમલજી વગેરેની વર્ષોની સાગ્રહ વિનંતીને માન આપીને પાલીતાણા મુકામે શ્રી સાંડેરાવ જિનેન્દ્રભુવનમાં શ્રી શત્રુંજયતપ, વર્ધમાનતપ પાયા, પ્રતિદિન ગિરિરાજની સ્પર્શના વગેરે અનેક આરાધનાઓથી સભર થયું.
જુદા જુદા ૭૨ ગામોના લગભગ ૨૩૦ આરાધકોની વિવિધ આરાધનાઓના શિખર રૂપે ચાતુર્માસ આયોજક સંઘવી પરિવાર તરફથી પ્રભુભક્તિનો ભવ્ય મહોત્સવ થયો - શ્રીસુમિત્ર મહાપૂજન, શ્રી જયતળાટીના અઢાર અભિષેક વગેરે અનુષ્ઠાનો ભવ્ય થયાં.
આ ચાતુર્માસ દરમ્યાન પૂજ્યપાદ આચાર્ય ભગવંતે શ્રીસૂરિપત્રની પંચપ્રસ્થાનની પાંચમી વારની આરાધના નિર્વિઘ્નતયા સુંદર રીતે પૂર્ણ કરી. એના પૂર્ણાહુતિ પ્રસંગે પાલીતાણામાં અન્યાન્ય સ્થળે બિરાજમાન અનેક આચાર્ય ભગવંતો વગેરે મહાત્માઓની ઉપસ્થિતિમાં, તેઓશ્રીના, “શ્રીસૂરિપત્રના જે પટ્ટ પર પૂ. આ. મહારાજે પાંચ વાર પાંચ પાંચ પીઠિકાની આરાધના કરી એ પટ્ટ હવે વિશિષ્ટ રીતે મન્નમય-પ્રભાવક બની ગયો કહેવાય. માટે એ પુનઃ ભક્તિભાવ પૂર્વક બોલી બોલીને વહોરાવવો જોઇએ” વગેરે સૂચનાનુસારે ચઢાવો થયો. અને સૂરિમ– આરાધક પૂજ્યપ આ ભગવંતશ્રીના સંપર્કથી ધર્મમાર્ગે જોડાયેલા મુંબઇ - મુલુંડ નિવાસી શ્રી કિશોર માલદે- શ્રી નવિનભાઇ માંડ એ સારી બોલી બોલી એ પટ્ટ પૂજ્યશ્રીને વહોરાવવાનો લાભ લીધો. જ્ઞાનદ્રવ્યની આ ઉપજ તેમજ ચાતુર્માસમાં અન્ય પણ થયેલી ઉપજનો શીધ્ર સદુપયોગ થાય એ માટે શ્રી સાંડેરાવ જિનેન્દ્ર ભુવનના ટ્રસ્ટીઓએ પ્રસ્તુત પુસ્તકના ખર્ચનો લાભ લેવાનો નિર્ણય કર્યો. તદનુસાર, આ ચાતુર્માસમાં થયેલ જ્ઞાનદ્રવ્યની ઉપજમાંથી આ પુસ્તક પ્રકાશિત થઇ રહ્યું છે.
આ સુંદર ગ્રન્થના રચયિતા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ, ભાવાનુવાદ કર્તા -સંપાદક પૂજ્યપાદ મુનિરાજશ્રી અભયશેખરવિજય ગણિવરનાં ચરણોમાં ભાવભરી વન્દના. આ પુસ્તકનું સુંદર ટાઇપ સેટીંગ કરી આપનાર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના કોમ્યુટર સેશનના, કેતન શાહ વગેરેને ધન્યવાદ.
સ્વકીય જ્ઞાનનિધિનો આવો સુંદર અનુમોદનીય લાભ લેવા બદલ શ્રી સાંડેરાવ જિનેન્દ્ર ભવન-ટ્રસ્ટ, પાલીતાણાને પણ ખૂબ-ખૂબ ધન્યવાદ...
મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજના આ મહત્ત્વના ગ્રન્થના સ્વાધ્યાય દ્વારા સહુ કોઇ આત્મહિત સાધે એવી શુભેચ્છા...
લિ. દિવ્યદર્શન ટ્રસ્ટ વતી નોંધ: સંસ્કૃતમાં ૨ નું વચલું પાંખડુ બરાબર ન
કુમારપાળ વિ. શાહ ઊઠવાથી વા જેવું વંચાય છે. ત્યાં આગળ પાછળના સન્દર્ભથી વ જાણી લેવો.