________________
કે આ કોઇ ટીપ્પણ ગ્રન્થ છે, એટલે કે જેમ આચાર્ય ભગવંત શ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજાએ કમ્મપયડી ચૂર્ણિ પર વિષમપદ ટીપ્પણ કર્યું છે– ચૂર્ણિગત તે તે બાબતોનું હેતુ વગેરે બતાવવા દ્વારા સ્પષ્ટીકરણ કર્યું છે તેમ ઉપરોક્ત ગ્રન્થોના તે તે અધિકારોની અમુક અમુક બાબતો પર વિશેષ પ્રકાશ પાથરવા ટીપ્પણની રચના કરી ન હોય એવો આ ગ્રન્થ છે. ફેર એટલો છે કે અભિપ્રેત તે તે અધિકારોનો એક સળંગ ગ્રન્થ જો હોત તો મને એમ લાગે છે કે તેઓએ એવી ટીપ્પણ જ રચી લીધી હોત, પણ એવો સળંગ ગ્રન્થ ન હોવાથી સ્વસંકલના અનુસારે એ એ ગ્રન્થાધિકારોને ગોઠવી આ નવો ગ્રન્થ રચ્યો છે અને વિશેષ બાબતો પર પ્રકાશ પાથર્યો છે.
૧૪૪૪ ગ્રન્થોના પ્રણેતા યાકિની મહત્તાસૂનુ સૂરિ પુરંદર આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ ઉપલબ્ધ ગમાદિ શાસ્ત્રોમાં ન મળતી અથવા નિર્દેશમાત્ર રૂપે મળતી ઘણી બાબતો પર સ્વકીય માર્ગાનુસારી પ્રજ્ઞાના પ્રભાવે સુંદર પ્રકાશ પાડ્યો - શંકા/સમાધાન દ્વારા ઘણી બાબતોનું યથાર્થ નિર્ણયાત્મક પ્રરૂપણ કર્યું - કેટલીય આગમિક બાબતોને હેતુવાદની કસોટી પર ચઢાવી તર્કપૂર્ણ સિદ્ધ કરી, કેટલાંય મૌલિક નિરૂપણો અને નિષ્કર્ષોથી જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને તૃપ્ત કરી છે. એ જ રીતે ઉપાધ્યાયજી મહારાજે શાસ્ત્રીય બાબતો અંગે ઢગલાબંધ નિષ્કર્ષા, મૌલિક સુસંવાદી પ્રરૂપણાઓ, આગમિક બાબતોનું સતર્ક પ્રરૂપણ - નિર્દોષ લક્ષણો - શાસ્ત્ર વચનોના તાત્પર્ય વગેરે પ્રરૂપવા દ્વારા જિજ્ઞાસુઓને સાનંદ આશ્ચર્યના અફાટ સમુદ્રમાં ગરકાવ કરી દીધા છે. આ બાબતની પ્રસ્તુત બત્રીશી ગ્રન્થમાં ઠેર ઠેર પ્રતીતિ થયા વિના રહેતી નથી. એ જ રીતે હરિભદ્રસૂરિ મહારાજે મૂળ ગ્રન્થમાં ટૂંકમાં પ્રરૂપેલી વાતોને ઉપાધ્યાયજી મહારાજે હેતપ્રદર્શન વગેરે કરીને વધુ સુસ્પષ્ટ કરી છે. પૂર્વ વૃત્તિકારે વિભાગીકરણાદિ પૂર્વક એનું વિશદ વિવેચન કદાચ ન કર્યું હોય તેવું વિભાગીકરણ પૂર્વક વિવેચન કરેલું પણ આ ગ્રન્થમાં જોવા મળે છે. જેમ કે ચોથી જિનમહત્ત્વ કાત્રિશિકામાં પ્રભુના સંવત્સરીદાન અંગે એક વાત આવે છે કે પ્રભુનો પ્રભાવ જ એવો હોય છે કે જીવો સંતોષ સુખવાળા બને છે. આમાં સંતોષસુખનું એવું પૃથક્કરણ કરી દેખાડ્યું છે કે “ધન ગ્રહણ કરવાની ઇચ્છા ઉભી કરનાર કર્મ જેઓનું સોપક્રમ હોય તેઓને અનિચ્છારૂપ સંતોષ અને તે કર્મ જેઓનું નિરુપક્રમ હોય તેઓને પરિમિત ઇચ્છારૂપ સંતોષ થાય છે. આ વિભાગીકરણથી જ એ દાનનો સર્વથા અભાવ થઇ જવાની શંકાનું પણ નિરાકરણ કરી દીધું છે. અને અસંખ્ય દાનની અસંભાવનાનું પણ સમર્થન કરી દીધું છે.
શ્રીહરિભદ્રસૂરિ મહારાજાની પ્રરૂપેલી વાતોનું, તેમના પછી ઉભા થયેલા પૂર્વપક્ષોનું કે અન્ય સંભવિત શંકાઓનું નિરાકરણ કરીને સમર્થન કર્યું છે, તેમજ વધુ સ્પષ્ટીકરણ કર્યું છે.
સ્વમાન્ય પૂર્વપ્રાપ્તવાતોની ન્યૂનતા વિગેરેનો પરિહાર કરી પૂર્ણતા કરવાનું પણ ઉપાધ્યાયજી મહારાજ ચૂકતા નથી. જેમકે “પરમાત્મા ધ્વસ્તદોષ હોય છે એની સિદ્ધિ માટે શ્રી સમન્તભદ્રોક્ત અનુમાન કે જેનો આકાર આવો અપાયો છે – કો'ક આત્મામાં દોષ અને આવરણની હાનિ સંપૂર્ણ થાય છે, કેમ કે તારતમ્યવાળી હોય છે, જેમ કે સ્વર્ણમલક્ષય- આમાં પક્ષ વગેરેનો વિચાર કરતા બાધ અને અસિદ્ધિ દોષ આવે છે તેનું પ્રદર્શન કરી શંકા સમાધાન કરવા દ્વારા નિષ્કર્ષ કાઢી આપ્યો છે કે “દોષત્વ અને આવરણત્વ નિઃશેષ ક્ષીણ થતા પદાર્થમાં રહેલ છે. કેમ કે અંશતઃ ક્ષીણ થતા પદાર્થમાં રહેલી જાતિરૂપ છે. જેમ કે સ્વર્ણલત્વ” આવો અનુમાન પ્રયોગ લેવાથી કોઇ દોષ રહેતો નથી.
યાકિની મહત્તાસૂનું શ્રીહરિભદ્રસૂરિ મહારાજે ઉપલબ્ધ આગમાદિમાં જોવા ન મળતા જે પદાર્થોનું અન્યદર્શનના શાસ્ત્રમાંથી જૈનશાસ્ત્રોમાં સમતવાર રૂપે પ્રરૂપણ કર્યું છે. તે પદાર્થોનો ( જેમ કે શ્રુતજ્ઞાન, ચિન્તાજ્ઞાન, ભાવનાજ્ઞાન, પદાર્થ, વાક્યર્થ, મહાવાક્યર્થ, દંપર્યાર્થ વગેરે...) તેઓના તે તે ગ્રન્થના વૃત્તિકારોએ તેઓના જ ગ્રન્થોની વૃત્તિમાં ઉપયોગ કર્યો દેખાય છે. પણ તેઓએ કે અન્ય કોઇ ગ્રન્થકારે એ પદાર્થોનું સ્વકીય ગ્રન્થોમાં પ્રરૂપણ કરેલું હોય કે સાક્ષી વગેરે તરીકે ઉલ્લેખ કરેલો હોય એવું પ્રાયઃ જોવા મળ્યું નથી, સિવાય કે ઉપાધ્યાયજી મહારાજના ગ્રન્થો. એટલે એમ કહી શકાય કે ઉપાધ્યાયજી મહારાજે શ્રીહરિભદ્રસૂરિ મ.ના એ પદાર્થોનું વધુ સમર્થન અને વધુ પ્રચાર/પ્રસાર કર્યા છે. પ્રસ્તુત ગ્રન્થ તો એવા પદાર્થોનો