SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ २३४ नरादिक्षणहेतुश्च शूकरादेर्न हिंसकः । शूकरान्त्यक्षणेनैव व्यभिचारप्रसङ्गतः ।। २२ ।। नरादीति । नरादिक्षणहेतुश्च लुव्धकादिः शूकरादेर्हिसको न भवति, शूकरान्त्यक्षणेनैव व्यभिचारस्य हिंसकत्वातिव्याप्तिलक्षणस्य प्रसङ्गतः । म्रियमाणशूकरान्त्यक्षणोऽपि ह्युपादानभावेन नरादिक्षणहेतुरिति लुब्धकवत् सोऽपि स्वहिंसकः स्यादिति भावः । । २२ ।। इष्टापत्तौ व्यभिचारपरिहारे त्वाहअनन्तरक्षणोत्पादे बुद्धलुब्धकयोस्तुला । नैवं तद्विरतः क्वापि ततः शास्त्राद्यसंगतिः । । २३ ।। अनन्तरेति । अनन्तरक्षणोत्पादे = स्वाव्यवहितोत्तरविसदृशक्षणोत्पादे हिंसकत्वप्रयोजकेऽभ्युपगम्यमाने इति गम्यं, बुद्धलुब्धकयोस्तुला = साम्यमापद्येत, वुद्धलुब्धकयोरनन्तरक्षणोत्पादकत्वाविशेषात्, एवमुक्तप्रकारेण तद्विरतिः हिंसाविरतिः क्वापि न स्यात्, ततः शास्त्रादीनाम् = અહિંસાપ્રતિપાદ્દશાસ્ત્રાदीनामसंगतिः स्यात् । न चैतदिष्टं परस्य, “सत्त्वेऽस्य संति (सव्वे तसंति) दंडानां सव्वेसिं जीवितं प्रियं, अत्तानं उपमं कत्ता नेव हन्ने न घातये ” - इत्याद्यागमस्य परैरभ्युपगमात् । ।२३ ।। = द्वात्रिंशद्वात्रिंशिका .. ક્ષણિકવાદીકૃત દલીલનો જવાબ આપવા ગ્રન્થકાર કહે છે અનન્તરક્ષણની ઉત્પત્તિ પ્રત્યે બુદ્ધ અને શિકારી એ બન્ને જો તુલ્ય છે તો ક્યાંય પણ હિંસાની વિરતિ સંભવશે નહીં. અને તો પછી એ વિરતિના પ્રતિપાદક શાસ્ત્રો અસંગત થઇ જશે. સ્વઅવ્યવહિત ઉત્ત૨માં ૨હેલ વિસદશક્ષણના ઉત્પાદકને હિંસકત્વનો પ્રયોજક માનવામાં આવે- એટલે કે એ ઉત્પાદમાં કારણરૂપે જે કોઇ હોય તે બધા હિંસક એવું માનવામાં આવે તો ફલિત એ થાય કે જે પૂર્વક્ષણનો નાશ થઇ ઉત્તરક્ષણ પેદા થાય છે તેમાં સહકારી કારણ રૂપ શિકારી અને ઉપાદાન કારણરૂપ પૂર્વક્ષણ એ બન્ને સમાન રીતે હિંસક છે. તેથી જો કોઇ શિકારીનું બાણ બુદ્ધને = બોધિસત્ત્વને લાગે અને એ મરી જાય તો એ શિકારી અને બુદ્ધ બન્ને અનંતરવિસદશક્ષણના સમાન રીતે ઉત્પાદક હોઇ હિંસકતાના વિચારમાં તુલ્ય બની જાય. એટલે કે શિકારીની જેમ જ બુદ્ધને પણ હિંસા લાગે જ. આમ બુદ્ધ પણ હિંસામાંથી છૂટી શકતા ન હોવાથી કોઇ પણ આત્મામાં હિંસાની વિરતિ સંભવશે જ નહીં. અને તો પછી, જે શાસ્ત્રોમાં હિંસાની વિરતિનું પ્રતિપાદન છે એ શાસ્ત્રો અસંભવિત વાતના પ્રતિપાદક હોઇ અસંગત બની જશે. પણ ક્ષણિકવાદી બૌદ્ધને આ ઇષ્ટ નથી. કેમકે તેઓએ પણ હિંસાની વિરતિનું પ્રતિપાદન કરનાર આગમને સ્વીકાર્યા જ છે. જેમકે “દંડ (પ્રહાર વગેરે) થી બધા જીવો ત્રાસ પામે છે. બધા જીવોને જીવન પ્રિય છે. બધા જીવોને સ્વ સમાન માનીને કોઇની હિંસા ન ક૨વી જોઇએ કે અન્ય પાસે ન કરાવવી જોઇએ.” આવા સ્વીકૃત આગમની અસંગતિ થતી હોઇ ચરમક્ષણમાં સ્વર્ણિસકતાની આપત્તિને ઇષ્ટાપત્તિ રૂમે સ્વીકારી વ્યભિચારનો પરિહાર કરવો એ સંભવતું નથી.॥૨૩॥ [આમ એકાન્તનિત્યવાદમાં કે એકાન્તઅનિત્યવાદમાં અહિંસા ઘટી શકતી નથી એ જણાવ્યું. હવે એમાં સત્ય વગેરે ઘટી શકતા નથી એવું જણાવે છે–] અહિંસા વિના તો સત્ય, અચૌર્ય વગેરે પણ ઘટતા નથી, કેમકે આ અહિંસાની વૃત્તિરૂપે (વાડરૂપે) સત્ય વગેરે વ્રતો સર્વજ્ઞ ભગવાને કહ્યા છે. જેમ ધાન્યના રક્ષણ માટે ખેતરને વાડ ક૨વામાં આવે છે તેમ અહિંસાવ્રતના રક્ષણ માટે સત્યાદિ વ્રતોનું વિધાન છે. પણ ખેત૨માં જો ૨ક્ષણ ક૨વા યોગ્ય ધાન્ય જ ન હોય તો કોઇ વિચા૨શીલ
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy