________________
वाद-द्वात्रिंशिका घटन्ते न विनाऽहिंसां सत्यादीन्यपि तत्त्वतः। एतस्या वृत्तिभूतानि तानि यद्भगवाजगौ।।२४।।
घटन्त इति । अहिंसां विना सत्यादीन्यपि न घटन्ते । यत एतस्या = अहिंसाया वृत्तिभूतानि तानि = सत्यादीनि भगवान् जगौ = सर्वज्ञो गदितवान् । न च सस्यादिपालनीयाभावे वृत्तौ विद्वान् यतत इति । ननु हन्मीति संकल्प एव हिंसा, तद्योगादेव च हिंसकत्वं, तदभावाच्चाहिंसायास्ततश्च तद्वृत्तिभूतसत्यादीनां नानुपपत्तिरिति चेत्? न, हन्मीति संकल्पक्षणस्यैव सर्वथाऽनन्वये कालान्तरभाविफलजनकत्वानुपपत्तेः, कथंचिदन्वये चास्मत्सिद्धान्तप्रवेशापाताच्च इति, अधिकमन्यत्र ।।२४ ।। मौनीन्द्रे च प्रवचने युज्यते सर्वमेव हि। नित्यानित्ये स्फुटं देहाभिन्नाभिन्ने तथाऽऽत्मनि।।२५।।
मौनीन्द्र इति । मौनीन्द्रे = वीतरागप्रतिपादिते च वचने सर्वमेव हि हिंसाऽहिंसादिकं युज्यते । नित्यानित्ये तथा स्फुटं प्रत्यक्षं देहाद्भिन्नाभिन्ने आत्मनि सति, तथाहि - आत्मत्वेन नित्यत्वमात्मनः प्रतीयते, अन्यथा પુરુષ એને વાડ કરવાનો પ્રયત્ન કરતો નથી. એમ અહિંસા જ ન હોય તો સત્યાદિનો પણ ક્યો ડાહ્યો માણસ પ્રયાસ કરે ?
બૌદ્ધ - “હું આને હણું' એવો સંકલ્પ જ હિંસા છે ને આવો સંકલ્પ થવો એ જ હિંસકત્વ છે. એનો અભાવ જાળવી રાખવો એ અહિંસા છે. આવી સંકલ્પરૂ૫ હિંસા અને સંકલ્પાભાવરૂપ અહિંસા તો ક્ષણિકવાદમાં પણ સુઘટ જ છે. અને તેથી તેની વાડરૂપ સત્ય વગેરેની પણ અસંગતિ રહેતી નથી.
જેન - આવી દલીલ પણ તમને શોભતી નથી. કેમકે “હું હણું' એવી સંકલ્પષણનો જો સર્વથા નાશ થઇ જવાથી કોઇ જ અન્વય ચાલતો ન હોય તો એમાં કાલાન્તરભાવી ફળનું જનકત્વ સંગત થઇ શકતું નથી. એ સંગત કરવા માટે જો એનો કથંચિત્ અન્વયે માનશો તો અમારા પક્ષમાં જ તમારે બેસી જવાનું થશે. આ અંગેની વધુ વિચારણા અન્યત્ર ગ્રન્થમાં કરી છે. ૨૪ કયા દર્શનમાં અહિંસા, સત્ય વગેરે ઘટે છે તે હવે ગ્રન્થકાર જણાવે છે
નિત્યાનિત્યવાદે બધું સુઘટ]. વીતરાગ પ્રતિપાદિત મૌનીન્દ્ર પ્રવચનમાં આત્મા નિત્યાનિત્ય મનાયો છે તેમજ શરીરથી ભિન્નભિન્ન મનાયો છે. એટલે એમાં હિંસા-અહિંસા વગેરે બધું ફુટપણે ઘટે છે.
આત્માનું નિત્યાનિયત્વ વગેરે આ પ્રમાણે સિદ્ધ થાય છે– આત્મામાં આત્મત્વની અપેક્ષાએ નિયત્વ પ્રતીત થાય છે, કેમકે જો નિત્યત્વ ન હોય તો પરલોકગમન વગેરેનો અભાવ થઇ જાય.વળી આ આત્મામાં જ મનુષ્યત્વ વગેરે રૂપે અનિયત્વ પ્રતીત થાય છે, કેમકે એ રૂપે જો એ અનિત્ય ન હોય તો પરલોકમાં જવા છતાં મનુષ્યત્વ વગેરે ભાવોનો આત્મત્વની જેમ ક્યારેય ઉચ્છેદ જ નહીં. થાય. આવી શંકા ન કરવી કે “આત્મત્વેન આત્માનું જ્ઞાન એ ધર્મીગ્રાહકમાન છે. તેનાથી આત્મામાં નિયત્વ હોવાની સિદ્ધિ થયા પછી જે અનિત્યતાની બુદ્ધિ થાય છે તે શરીર વગેરે અંગેની જ હોય એમ માનો ને! નિત્ય તરીકે જણાયેલ પદાર્થને જ અનિત્યતાની બુદ્ધિનો વિષય શી રીતે મનાય?” આવી શંકા એટલા માટે ન કરવી કે આત્માનું ગ્રહણ કરનાર જ્ઞાનથી આત્માની નિત્યત્વયુક્ત પદાર્થ તરીકે નહીં પણ ત્રલક્ષણ્ય યુક્ત પદાર્થ તરીકે જ સિદ્ધિ થઇ હોય છે. એટલે કે ઉત્પત્તિ,