________________
वाद-द्वात्रिंशिका
२३३ न च सन्तानभेदस्य जनको हिंसको मतः। सांवृतत्वादजन्यत्वाद् भावत्वनियतं हि तत ।।२१।।
न चेति। न च सन्तानभेदस्य हिंस्यमानशूकरक्षणसन्तानच्छेदेनोत्पत्स्यमानमनुष्यादिक्षणसन्तानस्य जनको लुब्धकादिहिँसको भवेत्, तद्विसदृशसन्तानोत्पादकत्वेनैव तद्धिंसकत्वव्यवहारोपपत्तेरिति वाच्यं, सांवृतत्वात् = काल्पनिकत्वात् सन्तानभेदस्य अजन्यत्वात् = लुब्धकाद्यसाध्यत्वात् । तद्धि = जन्यत्वं हि भावत्वनियतं = सत्त्वव्याप्तं, सांवृतं च खरविषाणादिवदसदेवेति भावः ।।२१ ।। द्वितीये त्वाहકરતા ગ્રન્થકાર કહે છે
[હિંસક કોને કહેશો?]. સંતાનભેદના જનકને હિંસક મનાય નહીં, કેમકે સંતાન સાંવૃત = કાલ્પનિક હોઇ અજન્ય હોય છે. જન્યત્વ તો ભાવતની સાથે સંકળાયેલું છે, કાલ્પનિકત્વની સાથે નહીં.
અહીં “જનક' તરીકે જેનો જનક પદાર્થ લેવાનો હોય તેને જ તે નાશક (હિંસક) હોય એવું તો સંભવતું નથી. તેથી તે તેની પૂર્વકાલીન ચીજનો નાશક (હિંસક) હોવો અભિપ્રેત છે એ ખ્યાલમાં રાખવું. એટલે પહેલાં વિકલ્પમાં સંતાનનો જનક એટલે હિંસ્ય તરીકે અભિપ્રેત સંતાન કરતાં જુદા સંતાનના જનક. ફલિત એ થયું કે સંતાનભેદનો જનક મૂળ સંતાનના હિંસક તરીકે અહીં અભિપ્રેત છે. એમ ક્ષણનો જનક એટલે હિંસ્ય તરીકે અભિપ્રેત ક્ષણની ઉત્તર ક્ષણનો જનક સમજવો.
જેની હિંસા કરાઇ રહી છે તે શૂકરક્ષણસંતાનનો છેદ થઇ મનુષ્યાદિક્ષણસંતાન ઉત્પન્ન થવી એ સંતાનભેદ કહેવાય. આવા સંતાનભેદના જનક શિકારી વગેરેને હિંસક માનવા જોઇએ, કેમકે મૂળ સંતાન કરતાં વિસદશ સંતાનનો ઉત્પાદક હોઇ હિંસકત્વના વ્યવહારની સંગતિ થઇ જાય છે. આવી ક્ષણિકવાદીની માન્યતા યોગ્ય નથી, કેમકે સંતાનભેદ કાલ્પનિક હોઇ અજન્ય = શિકારી વગરેથી અસાધ્ય છે. ક્ષણિકવાદીના મતે દરેક ભાવપદાર્થો તો ક્ષણિક જ છે. જે અક્ષણિક હોય તેવી વાસ્તવિક કોઇ ચીજ નથી. સંતાન તો અનેકક્ષણભાવી છે. માટે એ કાલ્પનિક છે, વાસ્તવિક પદાર્થ નથી. હવે સંતાન જ જો કાલ્પનિક છે તો સંતાનભેદ પણ કાલ્પનિક હોવો સ્પષ્ટ જ છે. વળી અન્યત્વ તો ભાવત્વને નિયત છે એટલે કે સત્ત્વને વ્યાપ્ત છે. જે કોઇ સત્ = વિદ્યમાન હોય તે જ જન્ય હોઇ શકે. અસતુ = અવિદ્યમાન નહીં. કાલ્પનિક વસ્તુ ખરવિષાણાદિની જેમ અસત જ હોય છે, માટે જન્ય હોતી નથી. તેથી સંતાનભેદ જન્ય ન હોઇ “સંતાનભેદનો જનક એ હિંસક' એવું કહી શકાતું નથી..ર૧ [“ઉત્તરક્ષણનો જનક એ પૂર્વેક્ષણનો હિંસક છે” એવા બીજા વિકલ્પમાં રહેલા દૂષણને પ્રકટ કરે છે–]
ઉત્તરકાલીન નરાદિક્ષણનો જે હેતુ હોય તે શિકારી વગેરે પૂર્વકાલીન શૂકરાદિ ક્ષણનો હિંસક છે એવું પણ કહી શકાતું નથી. કેમકે એમાં શુકર અંત્યક્ષણથી જ વ્યભિચાર પ્રસંગ છે.
હિંસકત્વની અતિવ્યાપ્તિ થવી એ અહીં વ્યભિચારપ્રસંગ છે. મરી રહેલ શૂકરની અંત્યક્ષણ પણ ઉપાદાન કારણ રૂપે નરાદિક્ષણનો હેતુ છે જ. એટલે એ પણ શિકારીની જેમ સ્વનો હિંસક બનવાની અતિવ્યાપ્તિ આવે.રરી જેમ ઘટäસપ્રત્યે ઘટ પોતે પણ હેતુ છે તેમ શુકરાદિક્ષણનાશ પ્રત્યે શુકરાદિક્ષણ પણ હેતુ છે જ. એટલે એનો પણ હિંસક તરીકે વ્યપદેશ થાય એ ઇષ્ટાપત્તિ રૂપ જ છે, વ્યભિચાર રૂપ નથી.” આવી
सर्वे त्रसन्ति दण्डेन सर्वेपां जीवितं प्रियम्। आत्मानमुपमा मत्वा नैव हिंसेन घातयेत् । इति अष्टकवृत्तौ ।१५-७।।