________________
२३२
द्वात्रिंशद्वात्रिंशिका વેતન્દુ, ધ તાયાન્99 II
अनित्यैकान्तपक्षेऽपि हिंसादीनामसंभवः । नाशहेतोरयोगेन क्षणिकत्वस्य साधनात् ।।२०।।
अनित्येति। अनित्यैकान्तपक्षेऽपि = क्षणिकज्ञानसन्तानरूपात्माभ्युपगमेऽपि हिंसादीनामसंभवो = मुख्यवृत्त्याऽयोगः, नाशहेतोरयोगेन = क्षयकारणस्यायुज्यमानत्वेन क्षणिकत्वस्य = क्षणक्षयित्वस्य साधनात्, इयं हि परेपां व्यवस्था - नाशहेतुभिर्घटादे शस्ततो भिन्नोऽभिन्नो वा विधीयेत? आये घटादेस्तादवस्थ्यम् । अन्त्ये च घटादिरेव कृतः स्यात् इति स्वभावत एवोदयानन्तरं विनाशिनो भावा इति, इत्थं च हिंसा न केनचित्क्रियत इत्यनुपप्लवं जगत्स्यादिति भावः ।।२०।। “ननु जनक एव हिंसकः स्यादतो न दोषः" इत्यत्र जनकः किं सन्तानस्य क्षणस्य वा इति विकल्प्याद्ये दोषमाहનથી../૧૯ો
એિકાત્ત અનિત્યવાદમાં હિંસાદિ ન ઘટે. | નિત્ય એકાન્ત પક્ષમાં હિંસા વગેરે ઘટતા નથી એ દર્શાવ્યા પછી હવે અનિત્ય એકાન્તપક્ષમાં પણ તે ઘટતા નથી એવું ગ્રન્થકાર જણાવે છે
આત્માને એકાત્તે અનિત્ય (ક્ષણિક) માનવાના પક્ષમાં પણ હિંસા વગેરે અસંભવિત બની જાય છે, કેમકે તેઓ નાશનો હેતુ ઘટતો ન હોવા રૂપ કારણે ક્ષણિકતાની સિદ્ધિ કરે છે.
સર્વ ક્ષમ્' એટલે આત્મા પણ ક્ષણિકજ્ઞાનસત્તાનરૂપ છે. આવું જેઓ માને છે તેઓને પણ હિંસાદિ અસંભવિત બની જાય છે. તેઓની માન્યતા આવી છે – “દુનિયામાં ઘટ વગેરે કોઇ પદાર્થનો નાશક હેતુ સંભવતો નથી. અને તેમ છતાં વસ્તુઓ નાશ તો પામે જ છે. માટે સ્વીકારવું પડે છે કે દરેક પદાર્થો સ્વભાવથી જ નાશ પામે છે. આમ નાશ પામવાના સ્વભાવવાળા હોવાથી ઉત્પન્ન થયા પછીની ક્ષણે જ નાશ પામી જાય છે. માટે બધી જ વસ્તુઓ ક્ષણિક છે. આમાં નાશક હેતુ કોઇ સંભવતો નથી એવું જે કહ્યું કે આ રીતે - નાશક હેતુથી ઘટાદિનો જે નાશ થાય છે તે ઘટાદિથી ભિન્ન છે કે અભિન્ન? ભિન્ન હોય તો ઘટાદિને તેનાથી શું લાગેવળગે? એટલે કે ઘટાદિ તો તદવી જ રહેશે. જેમ પટાદિનો નાશ ઘટાદિથી સર્વથા ભિન્ન હોઇ પટાદિનાશ થયે ઘટાદિ એ કાંઇ નાશ પામવાનું હોતું નથી એમ પ્રસ્તુતમાં પણ ઘટાદિ નાશ પામશે નહીં. “એ નાશ ઘટાદિથી અભિન્ન છે' એવો બીજો વિકલ્પ પણ માની શકાતો નથી, કેમકે એનો અર્થ તો એ થયો કે “તે નાશક હેતુએ ઘટાદિને જ ઉત્પન્ન કર્યા' જે સંભવિત નથી, કેમકે ઘટાદિ તો સ્વકારણોથી ઉત્પન્ન થયેલા જ છે. આમ નાશક તરીકે મનાયેલ હેતુ ઘટાદિથી ભિન્ન કે અભિન્ન એવો કોઇ પ્રકારનો નાશ કરે એ ઘટતું ન હોવાથી કોઇ નાશક હેતુ જ માની શકાતો નથી, માટે તેવા સ્વભાવવાળા હોવાના કારણે જ ઉત્પન્ન થવાની બીજી જ ક્ષણે પદાર્થો નાશ પામી જાય છે એવું માનવું પડે છે.” આ રીતે ક્ષણિકતાની સિદ્ધિ કરનારના મતે તો આત્માનો પણ કોઇ નાશ કરનાર છે જ નહીં, કિન્તુ આત્મા જ સ્વયં બીજી ક્ષણે નાશ પામી જાય છે એવું હોવાથી કોઇએ તેની હિંસા કરી' એવું કઇ રીતે સંભવે? માટે કોઇથી કોઇની હિંસા સંભવિત ન બનવાથી આખું જગત ખૂનામરકીના ઉપદ્રવરહિત બની જવું જોઇએ.l/Roll “અન્ય કોઇ પદાર્થ નાશક હેતુ તરીકે સંભવતો ન હોઇ હિંસક સંભવતો નથી. પણ જનકને જ જો હિંસક માનીએ તો કોઇ દોષ રહેતો નથી” આવી દલીલના જવાબમાં ‘કોના જનકને તમે હિંસક માનો છો? સંતાનના કે ક્ષણના?’ એવા બે વિકલ્પો કરી પ્રથમ વિકલ્પમાં રહેલા દોષનું પ્રદર્શન