________________
वाद-द्वात्रिंशिका
२३१ नियतशरीरानुप्रवेशानभ्युपगमे सर्वेषां शरीराणां संयोगाविशेषेण सर्वभोगावच्छेदकत्वापत्तिभिया तदात्मभोगे तदीयादृष्टविशेषप्रयोज्यसंयोगभेदादिकल्पनापि कथं युज्यते? अनन्तसंयोगभेदादिकल्पने गौरवात्, अवच्छे दकतया तदात्मवृत्तिजन्यगुणत्वावच्छिन्नं प्रति तादात्म्येन तच्छरीरत्वेन हेतुत्वे तु वाल्यादिभेदेन शरीरभेदाद्व्यभिचारः । अवच्छिन्नत्वसंवंधेन तद्व्यक्तिविशिष्टे तद्व्यत्कित्वेन हेतुत्वे तु सुतरां गौरवमिति न किञ्चिએ છે કે આત્માની ક્રિયા ન હોઇ એ ક્રિયા પ્રયોજ્ય સંયોગવિશેષ સંભવતો નથી. તેમ છતાં આત્માના અદૃષ્ટપ્રયોજ્ય સંયોગવિશેષ તો સંભવે જ છે. તેવો સંયોગવિશેષ જે આત્માનો જે શરીર સાથે હોય તે આત્માના ભોગનું તે શરીર અવચ્છેદક બને. આવી કલ્પના કરવામાં આવે તો ઉક્ત આપત્તિનું વારણ થઇ શકે છે. પણ એમાં અનંત સંયોગવિશેષ માનવાનું મહાગૌરવ થાય છે. માટે એ રીતે વારણ થઇ શકતું નથી. અવચ્છેદકત્વસંબધાવચ્છિન્નતાદાત્મવૃત્તિજન્યગુણવાવચ્છિન્નકાર્યતાનિરૂપિત તાદાભ્યસંબંધાવચ્છિન્નત૭રીરવાવચ્છિન્નકારણતા આવો કાર્યકારણ ભાવ સંબંધ માનીને પણ એ આપત્તિનું વારણ થઇ શકતું નથી. એટલે કે અવચ્છેદકતા સંબંધથી તદ્દઆત્મામાં રહેલ જન્યગુણ પ્રત્યે તાદાભ્યસંબંધથી તે શરીર હેતુ છે એવો શરીરનિષ્ઠ પ્રયાસત્તિથી કાર્યકારણભાવ માનીએ તો એ આપત્તિનું વારણ થઇ શકે છે, પણ એમાં પણ બાલ્ય વગેરે અવસ્થાભેદે શરીરભેદ હોઇ વ્યભિચાર આવે છે. એટલે કે હેતુભૂત ‘તે શરીર' તરીકે તે આત્માનું જો બાલ્ય અવસ્થાભાવી શરીર લેવામાં આવે તો યુવાવસ્થાભાવી શરીર “તે શરીર’ કરતાં ભિન્ન હોઇ એમાં તા : સંબંધથી બાલ્યાવસ્થાભાવી શરીર રહ્યું નથી. અને તેમ છતાં એમાં અવચ્છેદકતા સંબંધથી તદા ત્મવૃત્તિજન્યગુણવાવચ્છિને એવું તે આત્મામાં રહેલ જન્યગુણ સ્વરૂપ કાર્ય થાય જ છે. આમ એ કાર્યકારણ ભાવમાં વ્યતિરેક વ્યભિચાર હોઇ એવો કાર્ય કારણભાવ માની શકાતો નથી અને તેથી ઉક્ત આપત્તિનું વારણ આ રીતે પણ કરી શકાતું નથી. અવચ્છિન્નત્વ સંબંધથી તવ્યક્તિવિશિષ્ટ ગુણ પ્રત્યે વ્યક્તિત્વન તદુવ્યક્તિ હેતુ છે એવું માનશો તો નિર્વિવાદ ગૌરવ છે જ. એટલે એ રીતે પણ ઉક્ત આપત્તિનું વારણ કરી શકાતું નથી. આશય એ છે કે તવ્યક્તિ એટલે બાલ્યાવસ્થાભાવી વગેરે તે તે શરીર, તેનાથી જે અવચ્છિન્ન હોય તે અવચ્છિન્નત્વસંબંધથી તદુવ્યક્તિ વિશિષ્ટ બને. બાલ્યાવસ્થાભાવી શરીર કાળે તેના અવગાઢક્ષેત્રમાં રહેલ આત્મામાં જે ગુણો ઉત્પન્ન થાય છે તે ગુણો બાલ્યાવસ્થાભાવી શરીરથી અવચ્છિન્ન છે. એમ યુવાવસ્થામાં જે ગુણો ઉત્પન્ન થાય તે યુવાવસ્થાભાવી શરીરાવચ્છિન્ન છે. આમ તે તે ગુણો તતવ્યક્તિઅવચ્છિન્ન બને છે. એટલે કે તે તે ગુણો અવચ્છિન્નત્વ સંબંધથી તત્તવ્યક્તિવિશિષ્ટ છે. અને એના પ્રત્યે તત્તવ્યક્તિ (તે તે અવસ્થાભાવી તે તે શરીર) તો હેતુ છે જ. બાલ્યાવસ્થાભાવી શરીરના અભાવકાળે (યુવાવસ્થામાં) અવચ્છિન્નત્વ સંબંધથી બાલ્યાવસ્થાભાવી શરીર વિશિષ્ટ ગુણો (બાલ્યકાળભાવી ગુણો) તો કાંઇ ઉત્પન્ન થતા જ નથી. એટલે આમાં પૂર્વ જેવો વ્યતિરેક વ્યભિચાર ન હોઇ આવો કાર્યકારણભાવ માની શકાય છે. પણ એમાં તદ્ વ્યક્તિનો પ્રવેશ હોઇ અનંત કાર્ય-કારણભાવ માનવાનું ગૌરવ છે એ સ્પષ્ટ છે. માટે એવો કાર્ય-કારણભાવ પણ માની શકાતો નથી. તેથી આવો બચાવ પાંગળો છે. આની વિશેષ ચર્ચા સ્યાદ્વાદકલ્પલતામાં કરી છે.
આમ આત્મક્રિયા માનવામાં ન આવે તો બધા શરીરો બધા આત્માના ભોગાવચ્છેદક બનવાની જે આપત્તિ આવે છે તેનું કોઇ રીતે વારણ થઇ શકતું ન હોવાથી આત્મક્રિયા માનવી જ આવશ્યક બની જાય છે. અને ભિન્ન કાળે થતી ભિન્ન ભિન્ન ક્રિયા સ્વભાવભેદ વિના શક્ય નથી. એટલે સ્વભાવભેદ માનવો આવશ્યક હોઇ એકાન્તનિયતા ટકી શકતી નથી. આ વિચારણાઓથી સ્પષ્ટ થયું કે એકાન્તનિત્યતા માનનારના મતે નિરુપચરિત હિંસા, અહિંસા, જન્મ, સંસાર વગેરે ઘટી શકતા નથી, માટે એનો સ્વીકાર કરવો એ યોગ્ય