________________
दान-द्वात्रिंशिका दिकस्यार्थस्य बाधकः। अपवादो झुत्सर्ग बाधते, न तूत्सर्गोऽपवादमिति ।।१२ ।। सूत्रान्तरं समाधत्तेये तु दानं प्रशंसन्तीत्यादिसूत्रेऽपि संगतः। विहाय विषयो मृग्यो दशाभेदं विपश्चिता।।१३।।
ये विति। ये तु दानं प्रशंसन्तीत्यादिसूत्रेऽपि- 'जे उ दाणं पसंसंति वहमिच्छंति पाणिणं ।
जे अ णं पडिसेहंति वित्तिच्छेअं करंति ते ।। (१९/२०) इति सूत्रकृतसूत्रेऽपि दशाभेदं विहाय संगतो હોવા છતાં પરિસ્થિતિ વિશેષમાં તેના નિષેધાદિમાં જિનાજ્ઞા છે એવું ફલિત થાય છે. માટે “અપવાદ ઉત્સર્ગને બાધિત કરે છે એમ કહેવાય છે. અથવા સામાન્ય પરિસ્થિતિ કરતાં વિશેષ પરિસ્થિતિ એ બળવત્તર નિમિત્તરૂપ છે. એટલે સામાન્ય પરિસ્થિતિ માટેના કાયદારૂપ ઉત્સર્ગ કરતાં વિશેષ પરિસ્થિતિ માટેના કાયદારૂપ અપવાદ બળવત્તર છે, અને તેથી એ ઉત્સર્ગને બાધિત કરે છે. માટે એ ઔત્સર્ગિક સૂત્ર આ આપવાદિક અનુકંપાદાનનું બાધક નથી../૧૨ા આ આપવાદિક અનુકંપાદાનથી શ્રીસૂયગડાંગના ને ૩ તાજું પતંતિ...” ઇત્યાદિ સૂત્રનો જે વિરોધ થાય છે તેને ટાળવા સમાધાન આપતા ગ્રન્થકાર કહે છે –
શંકા - શ્રી સૂયગડાંગના પ્રથમ શ્રુતસ્કંધના ૧૧ મા માર્ગ અધ્યયનની ૨૦મી ગાથામાં કહ્યું છે કે “દાનથી ગ્રહણ કરનારા અનેક જીવોને ઉપકાર થાય છે એવું વિચારીને જેઓ તેની પ્રશંસા કરે છે તેઓ એ દાનમાં થનારા પ્રાણીવધને ઇચ્છે છે = અનુમોદે છે. (માટે એની પ્રશંસા ન કરવી.) ‘દાનમાં ઘણી હિંસા થાય છે' એમ વિચારીને જે અગીતાર્થો દાનનો નિષેધ કરે છે તેઓ તે દાન પર નભનારા જીવોની આજીવિકાનો ઉચ્છેદ કરે છે (અને તેથી અંતરાયકર્મ બાંધે છે. માટે એનો નિષેધ પણ ન કરવો.)” આમ આ સૂત્રમાં અસંયતને અપાતા દાનની પ્રશંસાનો પણ નિષેધ કર્યો છે, તો અસંયતને દાન આપવાની તો વાત જ ક્યાં રહી?
સમાધાન - અસંયતદાનના નિષેધના ગર્ભિત અર્થવાળા એ સૂત્રના, અવસ્થાભેદને (વિશેષ પ્રકારની અવસ્થાને) છોડીને યોગ્ય વિષયને પંડિત પુરુષે ઐદંપર્યશુદ્ધિથી વિચારી કાઢવો જોઇએ, પણ પદાર્થ માત્રમાં મૂઢ ન બની જવું, કારણકે આ સૂત્રની સંગતિ, પુષ્ટઆલંબન સિવાયની અવસ્થા અંગે જ થાય છે. ૨૭ મા અષ્ટકની ૭મી ગાથામાં કહ્યું જ છે કે “જેઓ દાનની પ્રશંસા કરે છે... ઇત્યાદિ જણાવનાર જે સૂત્ર સૂયગડાંગમાં કહ્યું છે તેને મહાત્માઓએ અવસ્થા ભેદ = અપુષ્ટ આલંબનવાળી અવસ્થા અંગે જાણવું.' આશય એ છે કે પ્રસ્તુત સૂત્રનો શંકાકારે કરેલો યથાશ્રુત અર્થ એ પદાર્થ છે. આવા પદાર્થને પ્રકટ કરવાથી જે બોધ થાય તેને જ આગમસૂત્રના અંતિમ તાત્પર્ય રૂપ માની લેવાની કે એ મુજબ આચરણ કરવાની મૂઢતા સેવવી ન જોઇએ. પણ પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યર્થ અને દમ્પર્ધાર્થ સુધી ઊંડા ઉતરવું જોઇએ, તો સાચું રહસ્ય હાથમાં આવે. [વ્યાખ્યાના પદાર્થ વગરે આ ૪ અંગોની પ્રરૂપણા શ્રીઉપદેશપદ કે શ્રીઉપદેશરહસ્ય ગ્રન્થમાંથી જોઇ લેવી. બીજી બત્રીશીના ભાવાનુવાદમાં આનો થોડો અધિકાર આવશે.] પ્રસ્તુતસૂત્ર અંગે એ પ્રરૂપણા આવી જાણવી - સૂત્રનાં પદોને પકડીને કરાતો સીધો અર્થ એ પદાર્થ છે. એના પર થોડો વિચાર કરીએ તો જણાય છે કે આ રીતે દાનની પ્રશંસા કે નિષેધ બન્નેમાં દોષ રહ્યો છે તો ધન સંબંધી કાંઇ બોલવું જ ન જોઇએ. એટલે કે ૨ દેવો ન જોઇએ. આવું શંકાવાક્ય એ વાક્યર્થ છે. પણ આ ઉપદેશ ન દેવો એ યોગ્ય તો નથી જ, કારણકે દાન, શીલ, તપ અને ભાવ એ ચારે ય પ્રકારના ધર્મનો ઉપદેશ આપવાનું પ્રતિપાદન સઘળાં આસ્તિકશાસ્ત્રોમાં કરેલું છે. તો પછી પ્રસ્તુતસૂત્રથી એનો વિરોધ ન થાય એ રીતે એ સૂત્રને વિશેષ વિષય વાળું માનવું જોઇએ. એટલે કે એમાં કરેલા નિષેધ અને વિધાન અમુક ચોક્કસ વિભાગપૂર્વક છે એમ માનવું જોઇએ. એ વિભાગનો આ