________________
१२
द्वात्रिंशदद्वात्रिंशिका इत्यधिकरणम् । कुतः? इत्याह - विशुद्धाशयतः = अवस्थौचित्येनाशयविशुद्धेः, भावभेदेन कर्मभेदात् । अनर्थासंभवमुक्त्वाऽर्थप्राप्तिमप्याह- ‘अपि तु' इत्यभ्युच्चये । अन्यदधिकृतगुणस्थानकान्मिथ्यादृष्टित्वादेरपरमविरतसम्यग्दृष्ट्यादिकं गुणानां = ज्ञानादीनां स्थानं मतं गुणान्तरस्य सर्वविरत्यादेर्निबन्धनम् ।।११।। ___ नन्वेवं 'गिहिणो वेयावडिअं न कुज्जा' इत्याद्यागमविरोध इत्यत आह - वैयावृत्त्ये गृहस्थानां निषेधः श्रूयते तु यः। स औत्सर्गिकतां बिभ्रन्नतस्यार्थस्य बाधकः ।।१२।।
वैयावृत्त्य इति । गृहस्थानां वैयावृत्त्ये तु साधोर्यो निषेधः श्रूयते, स औत्सर्गिकतां विभ्रन्नैतस्यापवाએ અધિકરણરૂપ બનશે જ!
સમાધાન - ના, એવું નથી, આશય બદલાઇ જવાથી દાન દેવાની ક્રિયા પણ બદલાઈ જ ગઈ હોય છે. એટલે કે તેવા વિશુદ્ધ આશય વિનાની દાનક્રિયા કરતાં આ વિશુદ્ધ આશયવાળી દાનક્રિયા એ એક જુદી જ ક્રિયા છે. તેથી વિશુદ્ધઆશયશુન્ય દાનક્રિયા અધિકરણ રૂપ હોવા છતાં આ દાનક્રિયા તેવી નથી. આિ જુસૂત્ર નયમને કહ્યું. વ્યવહારનયમતે વિચારીએ તો, દાનક્રિયા તો બન્નેમાં સમાન છે, તેમ છતાં સહકારી ભેદે ફળભેદ થાય છે. જેમકે ઘટોત્પત્તિના કારણભૂત એવો પણ દંડ તોફાની છોકરાના હાથમાં આવે તો એ ઘટનાશનું કારણ બની જાય છે. એમ પ્રસ્તુતમાં અનર્થના કારણભૂત એવું પણ અસંયતને આપેલું દાન, વિશુદ્ધ આશયરૂપ સહકારીના યોગે અનર્થ કરનારું રહેતું નથી, પણ ઉપરથી લાભ કરનારું બની રહે છે. માટે એને અધિકરણરૂપ મનાતું નથી.] આમ કારણિક અનુકંપાદાનથી, લેનાર અસંયતના અસંયમના પોષણદ્વારા અધિકરણ બનવા રૂપ કોઇ અનર્થ તો નથી થતો, પણ ઉપરથી એ લાભ થાય છે કે આ કારણિક અનુકંપાદાનના પ્રભાવે એને લેનાર જીવ બોધિપ્રાપ્તિ દ્વારા અધિકૃત મિથ્યાત્વ ગુણઠાણેથી ૪ થા અવિરત સમ્યક્ત વગેરે ગુણઠાણે ચડે છે જે ગુણઠાણું સમ્યફ જ્ઞાનાદિગુણોનું સ્થાન છે તેમજ ઉપરના સર્વવિરતિ વગેરે ગુણઠાણાના કારણભૂત છે.ll૧૧il :
આિગમવિરોધની શંકાનું નિરાકરણ કારણિક અનુકંપાદાનથી થતા લાભને તમે જણાવ્યો. તેમ છતાં શ્રીદશવૈકાલિકસૂત્રમાં વિવિક્તચર્યા ચૂલિકામાં સાધુને ઉદ્દેશીને જે કહ્યું છે કે “ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરવી' એનો તો આનાથી વિરોધ થશે જ ને! કેમકે ગૃહસ્થનું ભૂખ વેગેરેનું દુઃખ જે દૂર થાય છે એ પણ એક પ્રકારની એની વૈયાવચ્ચ જ છે ને!” આવી શંકાને દૂર કરવા ગ્રન્થકાર કહે છે
ગૃહસ્થની વૈયાવચ્ચ કરવાનો સાધુને જે નિષેધ છે તે તો ઔત્સર્ગિક છે. એટલે કે એવું કારણવિશેષ ઊભું ન થયું હોય તેવી સામાન્ય પરિસ્થિતિ માટે એનિષેધ છે.
જ્યારે અહીં અનુકંપાદાનની જે અનુજ્ઞા બતાવી છે એ તો કારણવિશેષ હોવાથી આપવાદિક છે. ઔત્સર્ગિક વાત અપવાદની બાધક નથી હોતી, પણ અપવાદ જ ઉત્સર્ગનો બાધક હોય છે. [શ્રી તીર્થંકર/ગણધર દેવોએ સામાન્યતયા પ્રથમ સામાન્ય પરિસ્થિતિને અનુલક્ષીને ઔત્સર્ગિક વિધાન કે નિષેધ કર્યા હોય છે. એ પછી વિશેષ પરિસ્થિતિને અનુલક્ષીને આપવાદિક નિષેધ કે વિધાન કર્યા હોય છે. એટલે આપવાદિક નિષેધ કે વિધાન
ત્સર્ગિક વિધાન કે નિષેધની ઉપરવટ જઇને કરવામાં આવ્યા હોય છે. તેથી ઔત્સર્ગિક વિધાનાદિ વિદ્યમાન
१. अभिवायणवंदणपूअणं वा । असंकिलिटेहिं समं वसिज्जा, मुणी चरित्तस्स जओ न हाणी।। इति श्लोकशेषः (दशवै. द्वि.चू. ९)