________________
१४
द्वात्रिंशद्वात्रिंशिका युक्तो विषयो विपश्चिता मृग्यः = ऐदंपर्यशुद्ध्या विचारणीयः । न तु पदार्थमात्रे मूढतया भाव्यं, अपुष्टालंबनविषयतयैवास्योपपादनात् । आह च-ये तु दानं प्रशंसन्तीत्यादि सूत्रं तु यत्स्मृतम् । अवस्थाभेदविषयं द्रष्टव्यं તન્મદાત્મમ:II (કષ્ટ ૨૭/૭) તિરારૂ II પુનઃ શંતે – नन्वेवं पुण्यबन्धः स्यात्साधोर्न च स इष्यते। पुण्यबन्धान्यपीडाभ्यां छन्नं भुङ्क्ते यतो यतिः।।१४।।
नन्विति। नन्वेवमपवादतोऽपि साधोरनुकंपादानेऽभ्युपगम्यमाने पुण्यबन्धः स्यात्, अनुकंपायाः सातबन्धहेतुत्वात् । न च स पुण्यवन्ध इष्यते साधोः। यतः = यस्माद्यतिः पुण्यवन्धान्यपीडाभ्यां छन्नं મુI9૪Tો. ___ एतदेव स्पष्टयतिરીતે નિર્ણય કરવો કે આગમમાં જે જે દાનનું વિધાન કરવામાં આવ્યું છે તે સત્યવૃત્તિરૂપ હોઇ હિંસારૂપ ન હોવાના કારણે તેનો ઉપદેશ દેવામાં કે પ્રશંસા કરવામાં હિંસાની અનુમતિ વગેરે રૂપ કોઇ દોષ નથી. એમ આગમમાં જે જે દાનનો નિષેધ કરવામાં આવ્યો છે (જેમકે માછીમારને જાળ આપવી) તે અસત્યવૃત્તિરૂપ હોવાથી તેનો નિષેધ કરવામાં આજીવિકાનો ઉચ્છેદ કરવાનો પરિણામ ન હોઇ કોઇ દોષ નથી. આમ આગમને બાધા પહોંચે એ રીતે ઉભય કરવામાં દોષ છે અને આગમ અબાધિત રહે એ રીતે ઉભય કરવામાં લાભ છે. આવી વિચારણા- એનું પ્રતિપાદક વાક્ય એ મહાવાક્યર્થ છે. “આ રીતે આગમનું ઉલ્લંઘન ન કરવા રૂપ આગમની અબાધા એ મોક્ષપ્રાપ્તિનું કારણ છે આવો નિર્ણય એ પ્રસ્તુતમાં ઔદમ્પર્ધાર્થ છે. [આ માટેના વિશેષ જિજ્ઞાસુએ ઉપદેશપદની ૮૭૭ થી ૮૮૦ ગાથાઓનો તેમજ ઉપદેશ રહસ્યની ૧૬૮ થી ૧૭૧ ગાથાઓનો સવિવરણ અધિકાર જોવો.]
આ વિચારણા પરથી જણાય છે કે આગમવિહિત દાનની પ્રશંસા કે વિધાન કરવામાં કોઇ દોષ નથી. પ્રસ્તુતમાં અસંયતને જે અનુકંપાદાન આપવાની વાત છે તે પણ વિશેષ પ્રકારની અવસ્થાને અનુલક્ષીને જ છે. જે અવસ્થામાં અપાતું અનુકંપાદાન પ્રભુ મહાવીરદેવ અને આર્યસુહસ્તિગિરિ મહારાજના દૃષ્ટાંતપરથી વિહિત હોવું જણાય છે. એ લેનારને બોધિપ્રાપ્તિ વગેરે કરાવી આપનાર સત્યવૃત્તિ રૂપ હોઇ એમાં એના અસંયમની વૃદ્ધિ કરવાનો પરિણામ ન હોવાથી કોઇ દોષ લગાતો નથી. આમ દશાવિશેષમાં અસંયતને આપેલું અનુકંપાદાન અધિકરણરૂપ નથી, કે એમાં ‘ગિહિણો વેયાવડિય..' ઇત્યાદિ કે “જે ઉદાણ..' ઇત્યાદિ આગમવચનોનો વિરોધ નથી એ નક્કી થયું. ૧૩ll તેમ છતાં પૂર્વપક્ષી નવી શંકા ઉઠાવે છે (ગાથા ૧૪ થી ૧૬)
આ રીતે અપવાદથી અનુકંપાદાન દેવામાં સાધુને પણ આજ્ઞાભંગાદિના કારણે થનાર પાપગંધરૂપ કોઇ દોષ લાગતો નથી એ તમે જણાવ્યું. તેમ છતાં અનુકંપા એ શાતાવેદનીયકર્મ રૂપ પુણ્યના બંધનું કારણ હોઇ એનાથી પુણ્યબંધ થશે જે સાધુને ઇષ્ટ નથી. આ વાત એના પરથી જણાય છે કે પુણ્યબંધ અને અન્ય પીડાના પરિહાર માટે તો સાધુઓને પ્રચ્છન્ન ભોજન કરવાનું હોય છે.[૧૪આ જ વાતને સ્પષ્ટ કરવા શંકાકાર કહે
છે –
સાધુઓને પુણ્યબંધ અનિષ્ટ-શંકા]. સાધુ મહારાજ જાહેરમાં ભોજન કરવા બેસે તો એ સહજ છે કે ભૂખપીડિત ભિખારી વગેરે એમને ભોજન * भूतव्रत्यनुकंपादानं, सरागसंयमादियोगः क्षान्तिः शौचमिति सद्वेद्यस्य ।। तत्त्वार्थसूत्र ६/१३।।