________________
२२०
द्वात्रिंशद्वात्रिंशिका दर्शनात्, ततश्च प्रमाणलक्षणस्य = अविसंवादि ज्ञानं प्रमाणमित्यादेरुक्तौ = प्रतिपादने ज्ञायते = उपलभ्यते न = नैव प्रयोजनं = फलं, 'वर्तते नेति' वक्तव्ये 'ज्ञायते नेति' यदुक्तमाचार्येण तदतिवचनपारुष्यपरिहारार्थम्, यस्त्वत्रायमुदयनस्योपालंभा - "ये तु प्रमाणमेव सर्वस्य व्यवस्थापकं, न तु लक्षणं तदपेक्षायामनवस्थेत्याहुस्तेषां “निन्दामि च पिवामि चेति' न्यायापातः । यतोऽव्याप्त्यतिव्याप्तिपरिहारेण तत्तदर्थव्यवस्थापकं પ્રમા વગેરે કરવા એવું નથી. તે લક્ષણને નહીં જાણનારા પણ ઘણા લોકો તે પ્રત્યક્ષાદિથી જ ઘટ-પટાદિ પદાર્થોનો બોધ કરે છે. વળી પ્રત્યક્ષાદિથી થનાર સ્નાનાદિક્રિયા રૂપ વ્યવહાર પણ સ્વતઃ જ =િ પ્રમાણના લક્ષણ વિના જ] પ્રસિદ્ધ છે, કેમકે પ્રમાણના લક્ષણથી અજાણ એવા પણ ગોપાળ, બાળક, સ્ત્રીઓ વગેરે તેવો વ્યવ છે એવું લોકમાં સ્પષ્ટ રીતે દેખાય છે. તેથી ‘અવિસંવાદી જ્ઞાન એ પ્રમાણ છે' ઇત્યાદિ પ્રમાણલક્ષણના કથનનું કોઇ પ્રયોજન જણાતું નથી. આમ તો, પ્રમાણો અને તત્કૃત વ્યવહાર લક્ષણકથન વિના સ્વતઃ જ પ્રસિદ્ધ હોવાથી તેના લક્ષણકથનનું કોઇ પ્રયોજન જ નથી, તેથી વર્તતે ન પ્રયોગન” એમ કહેવું જોઇતું હતું, પણ જ્યારે અન્યદર્શનકારો તે લક્ષણનું કથન જોરશોરથી કરી રહ્યા છે અને એ માટે મોટો પ્રપંચ ખડો કરી રહ્યા છે ત્યારે એને સાવ નિષ્ઠયોજન જ કહી દેવું એ તેઓને માટે મર્મઘાતી હોઇ કઠોરતાવાળું બને. માટે આવી કઠોરતાના પરિહાર માટે “એનું કોઇ પ્રયોજન જ નથી' એમ ન કહેતાં “એનું કોઇ પ્રયોજન જણાતું નથી' એમ કહ્યું છે.
ઉદયનાચાર્યદત્ત ઉપાલંભ] આ વિષયમાં ઉદયનાચાર્યે જે ઉપાલંભ આપ્યો છે તે અહીં શોભતો નથી. ઉદયનાચાર્યે આપેલો ઉપાલંભ - જેઓ આવું કહે છે કે “પ્રમાણ જ સર્વનું વ્યવસ્થાપક છે, નહીં કે લક્ષણ, કેમકે જો અર્થ વ્યવસ્થામાં લક્ષણની અપેક્ષા હોય તો અનવસ્થા દોષ આવે છે” તેઓને “હું આ પીણાને (દારૂન) નિંદું છું અને પીઉં છું' એવો ન્યાય લાગુ પડે છે, અર્થાત્ લક્ષણનો તેઓ નિષેધ તો કરે છે પણ પાછા એ લક્ષણનો જ આશરો સ્વીકારે છે. કેમકે તેઓ પણ અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિના પરિહાર પૂર્વક તે તે અર્થના વ્યવસ્થાપક અને તે તે વ્યવહારને વ્યવસ્થાપક પ્રમાણને જ અર્થ નિશ્ચાયક પ્રમાણ તરીકે અપનાવે છે જે પોતે લક્ષણ સ્વરૂપ જ છે.
આશય એ છે કે સુક્તિને વિશે ‘ટું નતમ્' એવું જે જ્ઞાન થાય છે તેને તેઓ પણ અર્થનિશ્ચાયક માનતા નથી, કેમકે એ અર્થને અવિસંવાદી નથી, પણ વિસંવાદી છે. આમ, જેમાં અર્થની અવિસંવાદિતા હોય તેવા
' અર્થનો નિશ્ચય થાય છે. સક્તિને રજત તરીકે જાણ્યા પછી હાથ લંબાવવા પર જ્યારે છીપ હાથમાં આવે છે ત્યારે ‘હટુ હું છેતરાયો, મારું જ્ઞાન સાચું નહીં' એમ વિચાર દ્વારા પોતાના એ જ્ઞાનની પ્રમાણમાંથી બાદબાકી કરવા દ્વારા અતિવ્યાપ્તિનો પરિહાર કરી જ દે છે.
એમ, સામે રહેલા ઢોરનો લાલ રંગ જોઇને જ એનો કોઇ ગાય' તરીકે નિર્ણય કરી લેતું નથી, કારણકે એ જાણે છે કે ગાય તો શ્વેત પણ હોય શકે છે. એટલે કે વસ્તુતઃ, “જે લાલ હોય તે ગાય' આવું લક્ષણ માનવામાં અવ્યાપ્તિદોષ જે આવે છે એનો પરિહાર પણ અર્થનિશ્ચય વગેરેમાં કરી જ દેવાય છે. એટલે ‘વિસંવાદ્વિજ્ઞાન પ્રમા” એવા પ્રમાણના લક્ષણનો ઉપયોગ પણ અર્થનિશ્ચય વગેરે કરવામાં સ્પષ્ટ રીતે પ્રતીત થાય જ છે.
જૈન - પ્રમાણના ‘વિસંવાટિનાનું પ્રમાઇન્' વગેરે લક્ષણની સંમુગ્ધ જનને કાંઇ ખબર હોતી નથી. અને તેથી, આ જ્ઞાનમાં લક્ષણ જતું નથી માટે એ પ્રમાણ નથી એ રીતે એ અતિવ્યાપ્તિનો પરિહાર નથી કરતો. પણ જોયેલી વસ્તુ હાથમાં ન આવે તો એ જ્ઞાન સાચું નહીં આવું લોક વ્યવહારમાં જે પ્રસિદ્ધ છે એના અનુવાદ રૂપે જ એ અતિવ્યાપ્તિ વગેરેનો પરિહાર થાય છે.
નૈયા.- અમે પ્રમાણનું લક્ષણ અર્થનિશ્ચાયક છે એવું જે કહીએ છીએ તે લોકમાં અનુભવસિદ્ધ વાત જોઇને