________________
वाद-द्वात्रिंशिका
२२१ तत्तद्व्यवहारव्यवस्थापकं च प्रमाणमुपाददते, तदेव तु लक्षणं, 'अनुवादः स' इति चेत्? अस्माकमप्यनुवाद एव, न ह्यलौकिकमिह किंचिदुच्यते, न चानवस्था, वैद्यके रोगादिलक्षणवद्व्याकरणादौ शव्दादिवच्च व्यवस्थोपपत्तेः, तत्रापि संमुग्धव्यवहारमाश्रित्य लक्षणैरेव व्युत्पादनादिति," सत्वत्र न शोभते, यतो वयं प्रमाणस्यार्थव्यवस्थापकत्वे व्यवहारव्यवस्थापकत्वे वा लक्षणं न प्रयोजकमिति ब्रूमः, न तु सर्वत्रैव तदप्रयोजकमिति, તેના અનુવાદ રૂપે જ કહીએ છીએ. અમે પણ લોકમાં નહીં જોવા મળતું એવું અલૌકિક કાંઇ કહેતાં નથી. વળી લક્ષણની પણ અર્થનિશ્ચયમાં પ્રયોજકતા માનવામાં અનવસ્થા દોષ તમે જે બતાવો છો તે પણ યોગ્ય નથી, કેમકે વૈદ્યકશાસ્ત્રમાં રોગાદિના લક્ષણની જેમ વ્યવસ્થા સંગત થઇ શકે છે અથવા વ્યાકરણાદિમાં શબ્દાદિની જેમ વ્યવસ્થા સંગત થઇ શકે છે. એટલે કે અન્ય શાસ્ત્રોમાં આવતા શબ્દ-વાક્ય વગેરેની વ્યવસ્થા (અર્થબોધ-સાધુતા વગેરે) વ્યાકરણશાસ્ત્રથી થાય છે. હવે વ્યાકરણશાસ્ત્રમાં જે શબ્દાદિ વપરાયા હોય છે તેની વ્યવસ્થા માટે કોઇ અન્ય વ્યાકરણની જરૂ૨ પડતી નથી કે જેથી અનવસ્થા ચાલે, એ તો લોકોમાં પણ શબ્દક્રિયાપદ-વાક્ય વગેરેનો જે સંમુગ્ધ વ્યવહાર હોય છે- પ્રસિદ્ધ શબ્દાદિ હોય છે તેની સહાય લઇને (તેના દ્વારા) વિશેષ લક્ષણો બતાવીને વ્યુત્પાદન કરાય છે. આ જ રીતે પ્રસ્તુતમાં પણ સંમુગ્ધ વ્યવહારની અપેક્ષાએ વિશેષ લક્ષણ વગેરેનો નિશ્ચય કરી અર્થનિશ્ચય થઇ શકે છે. માટે અનવસ્થા દોષ નથી.
એિ ઉપાલંભની અયોગ્યતા. જેન - ઉદયનાચાર્યે આપેલો આ ઉપાલંભ પ્રસ્તુતમાં શોભતો નથી, કેમકે પ્રમાણ અર્થવ્યવસ્થાપક જે બને છે અથવા વ્યવહારવ્યવસ્થાપક જે બને છે એમાં એનું લક્ષણ પ્રયોજક નથી એટલું જ અમે કહીએ છીએ, નહીં કે એ સર્વત્ર અપ્રયોજક છે એવું પણ. આશય એ છે કે રજતને વિશે કે સૂક્તિને વિશે ‘ર્વ રગત' એવું જે (પ્રમાત્મક કે ભ્રમાત્મક) જ્ઞાન થાય છે તે “રજત' નો નિશ્ચય કરાવી જ દે છે, એ જ્ઞાન અર્થને અવિસંવાદી હોય તો જ અર્થનો નિશ્ચય કરાવે એવું નથી. પણ ભ્રમાત્મક જ્ઞાન વિદ્યમાન અર્થનો નિશ્ચય કરાવતું ન હોવાથી તત્ત્વતઃ એ અર્થનિશ્ચાયક હોતું નથી. એટલે માત્ર પ્રમાણ જ અર્થનિશ્ચાયક હોય છે. અને જે પ્રમાણ હોય છે એમાં પ્રમાણનું લક્ષણ તો રહેલું જ હોય છે. તેમ છતાં એટલા માત્રથી, પ્રમાણનું લક્ષણ કાંઇ અર્થનિશ્ચયનું કારણ કે પ્રયોજક બની જતું નથી, જેમકે જે દંડ હોય તેમાં દંડત્વ રહ્યું હોવા છતાં દંડત્વ કાંઇ ઘટ પ્રત્યે કારણ કે પ્રયોજક નથી, એ તો અન્યથાસિદ્ધ જ છે. હા, “વિવક્ષિત જ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ?' એનો નિર્ણય કરવામાં પ્રમાણનું લક્ષણ જરૂ૨ ઉપયોગી છે. જો એમાં પ્રમાણનું લક્ષણ રહ્યું હોય તો એ પ્રમાણ અને ન રહ્યું હોય તો એ અપ્રમાણ. એટલે કે પ્રમાણનું લક્ષણ ભ્રમ વગેરેથી પ્રમાણને જુદું પાડી આપે છે. આમ સમાન જાતીય (સમાન જેવા દેખાતાં ભ્રમ વગેરે) કે અસમાનજાતીય (સાવ જુદાં એવા ઘટ-પર વગેરે) પદાર્થોથી અધિકૃત પદાર્થ (પ્રમાણ)નો વ્યવચ્છેદ કરી આપવો (એને જુદું તારવી આપવું) એવું જે પ્રમાણના) લક્ષણનું પ્રયોજન છે તેને તો તે તે ગ્રન્થમાં સ્વીકારી તેની વ્યવસ્થા કરી જ છે. આમ પ્રમાણને સર્વત્ર અપ્રયોજક અમે કહેતાં જ નથી કે જેથી ઉદયનાચાર્યે આપેલો ઉપાલંભ યોગ્ય ઠરે.
નયાયિક - લક્ષણનું તમે જે સમાનાસમાનજાતીયનો વ્યવચ્છેદ કરવાનું પ્રયોજન સ્વીકારો છો એમાં પણ અનવસ્થા દોષ તો આવે જ છે. જુદા જુદા દર્શનમાં, પ્રમાણના “વિસંવાદ્વિજ્ઞાન પ્રમાણમ્', “પરવ્યવસાયિજ્ઞાન પ્રમાપામ્’ ‘અર્થોપત્નશ્ચિતુ પ્રમાણમ્'... આવા જુદાં જુદાં લક્ષણો મળે છે. આમાંથી કોઇ પણ એક જ લક્ષણ સાચું હોય શકે, બાકીના બધા ખોટાં. આમાંથી જે ખોટાં છે એ બધાનો (લક્ષણાભાસોનો) વ્યવચ્છેદ કરવો એ સમાન જાતીયનો વ્યવચ્છેદ છે. ને ઘટ-પટાદિનો વ્યવચ્છેદ કરવો એ અસમાન જાતીયનો વ્યવચ્છેદ છે. એટલે