________________
१९४
द्वात्रिंशद्वात्रिंशिका निषेधश्च निरुक्तवलप्रापितः' इति पूर्वव्याख्यानमेवादृतम् । 'शास्त्राद्वाह्यभक्षणं प्रतीत्य सामान्यत इत्यर्थः नैष निषेधः' इति तु व्याख्यानं विशेषतात्पर्ये परस्येष्टमेव । विशेषतात्पर्यग्रहोपायमाह यतः स्मृतम् ।।१२।। માંસભક્ષણસામાન્યમાં દોષાભાવને જણાવવાના તાત્પર્યવાળું છે એવું ન માનવું જોઇએ, અન્યથા, “સ્વર્ગોષ્ણુએ
જ્યોતિષ્ઠોમ યજ્ઞ કરવો' ઇત્યાદિમાં પણ સ્વર્ગાદિસામાન્યમાં યાગાદિની કાર્યતાનો બાધ થવાની આપત્તિ આવે. એટલે કે વિશ્વજિતું ન્યાયે નિશ્ચિત થયેલું છે કે –“ સ્વ: સર્વ પ્રત્યવિશિત્વ' એટલે કે - જેનું કોઇ વિશેષ ફળ કહેલું ન હોય તે બધા યાગ વગેરેનું ફળ સ્વર્ગ જાણવું. હવે, જ્યોતિષ્ઠોમ યજ્ઞના કાર્ય તરીકે વિશેષ પ્રકારનું સ્વર્ગ જો સમજવાનું ન હોય અને સ્વર્ગસામાન્ય જ જો સમજવાનું હોય તો સ્વર્ગાદિ સામાન્યમાં જ્યોતિષ્ટોમ યજ્ઞની જ કાર્યતા રહેવાથી અન્ય યજ્ઞ વગેરેની કાર્યતા બાધિત થઇ જાય.
આમ “ન માંસમક્ષને ઢો:' ઇત્યાદિ વચન શાસ્ત્રવિહિત માંસભક્ષણમાં દોષાભાવને જણાવે છે અને “માં સ મક્ષયિતા' ઇત્યાદિ વચન શાસ્ત્ર બાહ્ય માંસભક્ષણ અંગે જન્માત્તર પ્રાપ્તિ રૂ૫ દોષને જણાવે છે આવું પૂર્વપક્ષીનું જે વિશેષ તાત્પર્ય છે તેના પરથી જણાય છે કે અષ્ટક ૧૮/૪ ની વૃત્તિમાં વૃત્તિકારે જે પ્રથમ વ્યાખ્યાન કર્યું છે એને જ અમે અહીં આદર્યું છે, બીજું નહીં. આશય એ છે કે અષ્ટક ૧૮/૪ ની વૃત્તિકારે આ રીતે વૃત્તિ રચી છે - “આમ, પોતે જેનું માંસ ખાધું છે તેનો કોળિયો બની જવા માટે ભક્ષકે ફરીથી જન્મ લેવો પડે છે એ જ માંસભક્ષણનો દોષ છે, તો તમે કેમ એમ કહો છો કે માંસભક્ષણમાં દોષ નથી. આના પર પૂર્વપક્ષી કહે છે કે માંસભક્ષણ અંગે આવો દોષ નથી, કેમકે “માં સમયિતા' થી ફલિત થતો “જન્મ' રૂપ દોષ શાસ્ત્રબાહ્ય ભક્ષણની અપેક્ષાએ છે. અને નિરુક્તથી પ્રાપ્ત થતો માંસભક્ષણનો નિષેધ પણ એ બાહ્યભક્ષણની અપેક્ષાએ જ યોગ્ય ઠરે છે, કેમકે “ક્ષિત માત્' ઇત્યાદિ વાક્યથી એવું જણાય છે. (એ વાક્યમાં માંસભક્ષણ વિશેષનું વિધાન છે, માટે એનો નિષેધ સંગત ન ઠરે.)' આ રીતે એક વ્યાખ્યા કર્યા બાદ વૃત્તિકાર મહાત્માએ ‘અથવા' કહીને બીજી વ્યાખ્યા ૨ચી છે કે “આમ ‘જન્મ' તો એક દોષ છે જ, વળી, “ર માંસમક્ષ રોપ:' ઇત્યાદિ વચનથી (વ્યાપક રીતે) માંસભક્ષણમાં દોષનો જે નિષેધ કર્યો છે તે યોગ્ય નથી, કારણ કે શાસ્ત્રબાહ્ય માંસભક્ષણ અંગે તે નિષેધ સંગત નથી, પણ પ્રોષિતાદિ વિશેષણ યુક્ત માસભક્ષણ અંગે જ દોષનો નિષેધ યોગ્ય છે. કેમકે ‘ક્ષિતં...' ઇત્યાદિ વાક્યાન્તરથી એવું જણાય છે.” આમ વૃત્તિકારે પ્રથમ વ્યાખ્યામાં મુળ શ્લોકગત ‘ન' ઇત્યાદિની પૂર્વપક્ષીના અભિપ્રાય વ્યાખ્યા કરી છે અને બીજી વ્યાખ્યામાં ઉત્તરપક્ષીના અભિપ્રાયે વ્યાખ્યા કરી છે. આમાંથી “પર્વપક્ષ - આ રીતે “જન્મ' રૂ૫ દોષ કહેવો યોગ્ય નથી, કેમકે શાસ્ત્રબાહ્યભક્ષણની અપેક્ષાએ આ જન્મરૂપ દોષ અને નિરુક્તબળ પ્રાપ્ત નિષેધ છે” આવું જણાવનાર પ્રથમ વ્યાખ્યા જ અહીં બત્રીશીમાં આદરીએ છીએ, પણ “શાસ્ત્રબાહ્યભક્ષણની અપેક્ષાએ એટલે કે સામાન્યથી માંસભક્ષણમાં દોષનો નિષેધ ઉચિત નથી' ઇત્યાદિ જણાવનાર બીજી વ્યાખ્યા અહીં આદરાયેલી નથી, કેમકે એવી વ્યાખ્યા તો પૂર્વોક્ત મુજબ વિશેષ તાત્પર્ય માનીને પૂર્વપક્ષીને ઇષ્ટ જ છે, એથી એ ઉત્તરપક્ષી તરફથી દોષોલ્ફાવન કરી શકતી નથી.
માંસભક્ષણ અંગેના વિધાન અને નિષેધનું આવું વિશેષ તાત્પર્ય છે એવું જેના પરથી જાણી શકાય છે તેવો ઉપાય ‘ત: મૃતમ્' કહીને જણાવ્યો છે. એટલે કે વલ્યમાણ ‘પ્રોક્ષિત..' ઇત્યાદિ જે કહ્યું છે તેના પરથી આ વિશેષ તાત્પર્ય ફલિત થાય છે.]I૧૨ા એિ શું કહ્યું છે તે હવે ગ્રન્થકાર જણાવે છે...]
બ્રાહ્મણોની અનુજ્ઞાથી પ્રોક્ષિત માંસને ખાવું જોઇએ. તથા યથાવિધિ નિયુક્ત થયેલ વ્યક્તિએ ખાવું જોઇએ. અથવા પ્રાણોનો નાશ ઉપસ્થિત થયે ખાવું જોઇએ. (આ મનુસ્મૃતિ પાંચમા અધ્યાયનો ૨૭ મો શ્લોક છે.)
વૈદિક મંત્રોથી સંસ્કાર કરાયેલું હોય તે ‘પ્રોક્ષિત' કહેવાય છે. બ્રાહ્મણોએ ખાઇ લીધા પછી વધેલ તે માંસનું