SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ साधुसामग्र्य-द्वात्रिंशिका १७५ __विभिन्नं देयमाश्रित्य स्वभोग्याद्यत्र वस्तुनि । संकल्पनं क्रियाकाले तद्दष्टं विषयोऽनयोः ।।१६ ।। स्वोचिते तु तदारंभे निष्ठिते नाविशुद्धिमत् । तदर्थकृतिनिष्ठाभ्यां चतुर्भङ्ग्यां द्वयोर्ग्रहात्।।१७।। स्वोचिते विति । स्वोचिते तु = स्वशरीरकुटुंवादेर्योग्ये त्वारंभे = पाकप्रयत्ने निष्ठिते = चरमेन्धनप्रक्षेपेणौदनसिद्ध्युपहिते तत् = स्वभोग्यातिरिक्तपाकशून्यतया संकल्पनं, स्वार्थमुपकल्पितमन्नमितो मुनीनामुचितेन दानेनात्मानं कृतार्थयिष्यामीत्याकारं नाविशुद्धिमत् = न दोषान्वितं, तदर्थं = साध्वर्थं कृतिः = आद्यपाकः निष्ठा च चरमपाकः, ताभ्यां निष्पन्नायां चतुर्भङ्ग्यां = तदर्थं कृतिस्तदर्थं निष्ठा, अन्यार्थं कृतिस्तदर्थं निष्ठा, तदर्थं कृतिरन्यार्थं निष्ठा, अन्यार्थं कृतिरन्यार्थं च निष्ठेत्येवंरूपायां द्वयोर्भङ्गयोर्ग्रहाच्छुद्धत्वेनोपादानात्, तदुक्तं- तस्स कडं तस्स निट्ठियं चउभंगो तत्थ दु चरिमा सुद्धा ।' यदि च साध्वर्थं पृथिव्याद्यारंभाप्रयोजकशुभसंकल्पनमपि गृहिणो दुष्टं स्यात्तदा साधुवन्दनादियोगोऽपि तथा स्यादिति न વિષ્યિવેતા વિમુન્ [ગ ૬/૭] स्वोचिते तु यदारंभे तथा संकल्पनं क्वचित् । न दुष्टं शुभभावत्वात्तच्छुद्धापरयोगवत् ।।१७।। સ્વશરીર-કુટુંબાદિ માટે કરેલી રાંધણ ક્રિયા છેલ્લું બળતણ નાંખવાથી ઓદનાદિ રંધાઇ જવા રૂપે પૂર્ણ થયે સંકલ્પ કરવો એ દુષ્ટ નથી. કેમકે સાધુ માટેની ક્રિયાના પ્રારંભ અને સમાપ્તિની ચતુર્ભગીમાંથી બે ભાંગે ગ્રહણ કરવાની અનુજ્ઞા છે. સ્વભોગ્ય પાકથી વધુ પાક કર્યો ન હોવાથી, “અમારે માટે આ અન્ન તૈયાર થઇ ગયું છે. આમાંથી સાધુઓને ઉચિત દાન કરીને હું પોતાને કૃતાર્થ કરીશ' આવો સંકલ્પ કરવો એ દોષયુક્ત નથી. તદર્થ = સાધુ માટે. કૃતિ = પ્રથમ પાક ક્રિયા અને નિષ્ઠા = અંતિમ પાક ક્રિયા (સમાપ્તિ કરી આપનાર ક્રિયા). આ બે પદથી ચતુર્ભાગી બને છે. (૧) સાધુ માટે કતિ અને સાધુ માટે નિષ્ઠા. (૨) અન્ય માટે કતિ અને સાધુ માટે નિષ્ઠા, (૩) સાધુ માટે કૃતિ અન્ય માટે નિષ્ઠા અને (૪) અન્ય માટે કૃતિ અને અન્ય માટે નિષ્ઠા. આમાંથી છેલ્લા બે ભાંગા શુદ્ધ હોવાથી ગ્રહણ થાય છે. કહ્યું છે કે “તેના માટે કૃત અને તેના માટે નિષ્ઠિત. ઇત્યાદિ ચાર ભાંગા જાણવા. એમાંથી છેલ્લા બે શુદ્ધ છે. ” આમ સ્વ માટે પાક થઇ ગયા બાદ સાધુને આપવાનો કરેલો સંકલ્પ દુષ્ટ નથી, કેમકે એ માત્ર દાતાના શુભ ભાવ રૂપ છે. પૃથ્વીકાયાદિના આરંભનો અપ્રયોજક એવો પણ ગૃહસ્થનો આ શુભસંકલ્પ જો દુષ્ટ હોય તો તો ગૃહસ્થનો સાધુને વંદનાદિ કરવાનો યોગ = વ્યાપાર પણ દુષ્ટ માનવો પડે. પણ એ મનાતો નથી. એટલે આવા શુભસંકલ્પને દુષ્ટ કહેવો એ બુદ્ધિની અસારતા છે. અષ્ટક પ્રકરણ ૬/૭ માં કહ્યું છે કે “સ્વઉચિત પાકાદિ થઇ ગયે છતે જે ક્વચિત્ તેવો સંકલ્પ કરવામાં આવે છે કે “અમારા માટે આ અન્ન તૈયાર થઇ ગયું છે, આમાંથી સાધુઓને ઉચિત દાન કરીને જાતને પવિત્ર કરું' તે દુષ્ટ નથી, કેમકે શુભભાવરૂપ છે, જેમકે ગૃહસ્થના સાધુવંદનાદિ અન્ય શુદ્ધયોગ.ll૧૭l. શિકાકારે જે કહ્યું હતું કે “અસંભવિત વાત કહી હોવાથી શાસ્ત્રકાર અનાપ્ત બની જાય છે તેનો પરિવાર કરવા કહે છે–]. સિાધુધર્મ અતિદુષ્કર છે]. અસંકલ્પિત પિંડને જ ગ્રાહ્ય માનશો તો પ્રાયઃ શુદ્ધ પિંડનો લાભ = પ્રાપ્તિ જ નહીં થાય, માટે સંકલ્પિતને પણ ગ્રાહ્ય માનવો જોઇએ) આવી જો શંકા છે તો એનું સમાધાન આવું જાણવું- એ રીતે તો સંકલ્પ સિવાય * तस्मै कृतं तस्मै निष्ठितं, चतुर्भगाः, तत्र द्वौ चरिमौ शुद्धौ।
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy