________________
१७६
द्वात्रिंशद्वात्रिंशिका प्राय एवमलाभः स्यादिति चेद् बहुधाऽप्ययम्। संभवीत्यत एवोक्तो यतिधर्मोऽतिदुष्करः ।।१८।।
प्राय इति । एवं = असंकल्पितस्यैव पिंडस्य ग्राह्यत्वे प्रायोऽलाभः स्यात् = शुद्रपिंडाप्राप्तिः स्यादिति चेत? वहुधापि = संकल्पातिरिक्तैर्वहुभिरपि प्रकारैः शकितम्रक्षितादिभिरयमलाभः संभवी, अथवा - एवं प्रायोऽसंकल्पितस्यालाभः स्यादिति चेत्? वहुधाप्ययमसंकल्पितस्य लाभः संभवी, अदित्सूनां भिक्षूणामभावेऽपि च वहूनां पाकस्योपलव्धेः। तथापि तद्वृत्तेर्दुष्करत्वात्तत्प्रणेतुरनाप्तता स्यादित्यत आह-इत्यत एव यतिधर्मो मूलोत्तरगुणसमुदायरूपोऽतिदुष्कर उक्तः, अतिदुर्लभं मोक्षं प्रत्यतिदुष्करस्यैव धर्मस्य हेतुत्वात्, कार्यानुरूपकारणवचनेनैवाप्तत्वसिद्धेः ।।१८।।। संकल्पितस्य गृहिणा त्रिधा शुद्धिमतो ग्रहे। को दोष इति चेज्ज्ञाते प्रसङ्गात्पापवृद्धितः ।।१९।।
संकल्पितस्येति। गृहिणा = गृहस्थेन संकल्पितस्य = यत्यर्थं प्रदित्सितस्य त्रिधा शुद्धिमतः = मनोवाक्कायशुद्धस्य साधोग्र्हे = ग्रहणे को दोषः, आरंभप्रत्याख्यानस्य लेशतोऽप्यव्याघातादिति चेत्? ज्ञाते = ‘मदर्थं कृतोऽयं पिंडः' इति ज्ञाते सति तद्ग्रहणे प्रसङ्गात् गृहिणः पुनः तथाप्रवृत्तिलक्षणात्पाઅન્ય જે શંકિત-પ્રલિત વગેરે દોષો કહ્યા છે તે બધાના કારણે પણ તે બધાથી રહિત એવા શુદ્ધ પિંડનો પણ અલાભ જ સંભવશે. (તો શું એ અલાભના ડરથી શંકિત વગેરે પણ ગ્રાહ્ય માની લેવા?) અથવા ‘આવા અસંકલ્પિત પિંડનો પ્રાયઃ અલાભ થઇ જશેએવી જો શંકા હોય તો આવું સમાધાન જાણવું કે અસંકલ્પિત પિંડનો પણ અનેક પ્રકારે લાભ સંભવે છે, કારણકે દાન આપવાની ઇચ્છા વગરના ય ઘણા લોકોની તેમજ યાચકોનો અભાવ હોય ત્યારે પણ ઘણા લોકોની રસોઇ થતી/થયેલી દેખાય જ છે. “તેમ છતાં આવી અસંકલ્પિત પિંડથી વૃત્તિ = જીવનનિર્વાહ કરવો એ અત્યંત દુષ્કર છે. એટલે આવાં અત્યંત દુષ્કર વિધાન દેખાડનાર આપ્તની આ અનાખતા બની જશે” આવી શંકાના સમાધાન માટે “ઇત્યત' વગેરે કહ્યું છે. શુદ્ધ પિંડથી વૃત્તિ ચલાવવી વગેરે દુષ્કર હોવાથી જ મૂળગુણ-ઉત્તરગુણ રૂપ સાધુધર્મ અતિદુષ્કર કહ્યો છે. અતિદુર્લભ એવા મોક્ષ પ્રત્યે અતિદુષ્કર ધર્મ જ કારણભૂત હોય ને! એટલે અતિ દુર્લભ કાર્યના કારણ તરીકે અતિદુષ્કર ધર્મરૂપ અનુરૂપ કારણ કહેનારા હોવાથી જ તેને કહેનારા શાસ્ત્રકારની આપ્તતા સિદ્ધ થઇ જાય છે. [“લ્યો, આ સોનું, હું તમને અત્યંત સસ્તામાંપાંચ રૂપિયે તોલાના ભાવે અપાવી દઉં..” આવું કહેનાર પર કોઇ વિશ્વાસ કરતું નથી.]/૧૮. સ્વિકીય પરિણામને પ્રધાન ગણનારા સાધુઓને ગૃહસ્થના સંકલ્પ વગેરે સાથે શું નિસ્બત? એવા અભિપ્રાયથી શંકા ઉઠાવીને સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે–].
ગૃહસ્થ સાધુને વહોરાવવાનો સંકલ્પ કર્યો હોય તેવા પિંડને મન-વચન-કાયાની શુદ્ધિવાળા સાધુ ગ્રહણ કરે તો એમાં સાધુને શું દોષ લાગે? એમાં થયેલા આરંભની મનથી પણ અનુમોદના ન થઇ જાય એવી પરિણામશુદ્ધિ હોઇ આરંભના પચ્ચખાણનો આંશિક પણ ભંગ થતો નથી.” આવી જો શંકા હોય તો એનું સમાધાન આવું જાણવું કે “આ પિંડ મારા માટે બનાવાયો છે' આવું જાણવા છતાં તેનું જો ગ્રહણ કરવામાં આવે તો પ્રસંગ દોષ લાગે. એટલે કે ગૃહસ્થ પુનઃ તેવી પ્રવૃત્તિ કરે એનો દોષ લાગે છે. આ પ્રસંગ દોષથી પાપની વૃદ્ધિ થાય છે. એટલે એવી પાપવૃદ્ધિમાં નિમિત્ત બનવું એ પરિહાર્ય દોષ હોઇ એ નિમિત્ત ન બનાય એ માટે