________________
द्वात्रिंशद्वात्रिंशिका
परमार्थस्तत्सम्यक् = प्रवृत्त्याद्युपहितत्वेन वेद्यते यस्मिंस्तच्च ( ? यस्मिन् । तत्र ) तत्त्वत्पदेन मिथ्याज्ञाननिवृत्तिः, तद्विषयस्येतरांशनिषेधावच्छिन्नत्वेनातत्त्वत्वात्, सम्यक्पदेनाविरतसम्यग्दृष्टिज्ञाननिवृत्तिः, तस्य ज्ञानाज्ञानसाधारणप्रतिभासत्वप्रयोज्यविषयप्रवृत्त्याद्युपहितत्वेऽपि ज्ञानत्वप्रयोज्यविरतिप्रवृत्त्याद्युपहितत्वाभावादिति । इति = अमुना प्रकारेण त्रिधा ज्ञानं प्रकीर्तितम् । तदाह - [ अ. ९/२]
१६२
પરિણામ જેમાં વિદ્યમાન હોય તે આત્મપરિણામવત્ જ્ઞાન છે. અનુષ્ઠાનવિશેષથી જેનું સંપાદન થાય એવો આત્માનો પરિણામ જેમાં વિદ્યમાન હોય તે આત્મપરિણામવત્ આવી વ્યાખ્યા કરીએ (કે જે અષ્ટકપ્રકરણના વૃત્તિકારે કરી છે) તો આવો અર્થ જાણવો કે સમ્યક્ત્વપ્રાપ્તિથી પ્રયોજ્ય એવી વસ્તુની વિષયતા જેમાં વિદ્યમાન હોય તેવો બોધ, અર્થાત્ સમ્યક્ત્વપ્રાપ્તિના કારણે વસ્તુના માત્ર બાહ્યઆકર્ષણાદિ જ દેખાય છે એવું નથી રહેતું, કિન્તુ એના હેયત્વ(ત્યાગવિષયત્વ)-ઉપાદેયત્વ(ઉપાદાનવિષયત્વ) વગેરે ધર્મો પણ દેખાય છે. આમ વસ્તુનું ત્યાગવિષયત્વ વગેરે જેમાં વિષયરૂપે વિદ્યમાન હોય તેવો બોધ એ આત્મપરિણામવત્ જ્ઞાન એવું ફલિત થયું. તત્ત્વ એટલે ૫૨માર્થ. તેનું પ્રવૃત્ત્પાદિથી (આદિ શબ્દથી નિવૃત્તિનું ગ્રહણ જાણવું) ગર્ભિત એવું સમ્યક્ વેદન = સંવેદન જેમાં હોય તે તત્ત્વસંવેદન પ્રકારનું ત્રીજું જ્ઞાન છે. આના લક્ષણમાં ‘તત્ત્વ’ પદ જે મૂક્યું છે એનાથી મિથ્યાજ્ઞાનનો વ્યવચ્છેદ થઇ જાય છે, કેમકે તેનો વિષય ઇતરાંશના નિષેધયુક્ત હોઇ અતત્ત્વરૂપ હોય છે. અર્થાત્ તે તે વસ્તુને નિત્ય તરીકે જુએ તો અનિત્યનો નિષેધ હોય છે. અનિત્ય તરીકે જુએ તો નિત્યાંશનો નિષેધ હોય છે. અનિત્યત્વ કે નિત્યત્વ, સામાન્યત્વ કે વિશેષત્વ વગેરે સપ્રતિપક્ષ ધર્મોથી સંકળાયેલું ન હોય એવું દુનિયામાં કોઇ તત્ત્વ નથી, માટે મિથ્યાજ્ઞાનમાં જે અનિત્યત્વાંશાદિથી નહીં સંકળાયેલી વસ્તુ ભાસે છે એ અતત્ત્વ છે. અથવા, તે તે વસ્તુમાં આત્મહિતની દૃષ્ટિએ જે હેયત્વાદિ ધર્મ રહ્યો હોય છે તે અહીં ‘ઇતરાંશ' સમજવો. [વિષયપ્રતિભાસમાં મધુરત્વાદિ જે ભાસે છે તેનાથી આ ઇતર છે, માટે ‘ઇતરાંશ' તરીકે લઇ શકાય છે.] મિથ્યાત્વી જીવ હેય પદાર્થને ઉપાદેય માને છે ને ઉપાદેય ને હેય... એટલે કે હેય પદાર્થમાં હેયત્વને નકારે છે, ને ઉપાદેયમાં ઉપાદેયત્વને નકારે છે. તેથી મિથ્યાત્વીના જ્ઞાનનો વિષય તદિતરાંશ નિષેધવાળો હોવાથી તદિતરાંશનિષેધાવચ્છિન્ન હોવાના કા૨ણે અતત્ત્વ છે, ને તેથી એનું જ્ઞાન તત્ત્વ સંવેદન રૂપ બનતું નથી. લક્ષણમાં ‘સમ્યક્’ પદ જે મૂક્યું છે તેનાથી અવિરત સમ્યક્ત્વીના જ્ઞાનનો તત્ત્વસંવેદનમાંથી વ્યવચ્છેદ થાય છે, કા૨ણકે તેનું જ્ઞાન, જ્ઞાન અને અજ્ઞાન એ બન્નેમાં સાધારણ પણે રહેલા પ્રતિભાસત્વથી પ્રયોજ્ય વિષયપ્રવૃત્તિ વગેરેથી ઉપહિત હોવા છતાં જ્ઞાન માત્રમાં રહેલા વિશેષ ધર્મ રૂપ જ્ઞાનત્વથી પ્રયોજ્ય વિરતિપ્રવૃત્તિ વગેરેથી ઉપહિત હોતું નથી. આશય એ છે કે જ્ઞાન અજ્ઞાનની વિવક્ષા કર્યા વગર, મિથ્યાત્વી, અવિરતસમ્યક્ત્વી કે સંયત... કોઇપણ જીવનો સાકાર ઉપયોગ = જ્ઞાનસામાન્ય એ અહીં ‘પ્રતિભાસ' તરીકે અભિપ્રેત છે. વળી જ્ઞાનસામાન્ય એ પ્રવૃત્તિ સામાન્ય પ્રત્યે કારણ છે. તેથી મિથ્યાત્વી વગેરેની ‘વિષયોમાં (પાપમાં) નિઃશંક પ્રવૃત્તિ’ વગેરે પ્રવૃત્તિઓ પ્રવૃત્તિસામાન્યરૂપે પ્રતિભાસત્વથી પ્રયોજ્ય છે. (અહીં જ્ઞાનસામાન્યને ‘પ્રતિભાસ’ તરીકે લઇ એમાં રહેલા ધર્મ તરીકે પ્રતિભાસત્વનો ઉલ્લેખ એટલા માટે જાણવો કે, જો એનો ‘જ્ઞાનત્વ’ તરીકે ઉલ્લેખ ક૨વામાં આવે તો, જ્ઞાન-અજ્ઞાનની વિવક્ષા વખતે જે જ્ઞાન હોય છે તેમાં રહેલા ‘જ્ઞાનત્વ’ ધર્મનો ભ્રમ ઊભો થવાની સંભાવના ૨હે છે.) એટલે કે મિથ્યાત્વીની નિઃશંક પાપપ્રવૃત્તિ જેમ પ્રવૃત્તિસામાન્યરૂપે પ્રતિભાસત્વપ્રયોજ્ય છે તેમ અવિતરસમ્યક્ત્વીની પ્રવૃત્તિ (સાશંક પાપ પ્રવૃત્તિ) પણ પ્રવૃત્તિસામાન્યરૂપે તો આ પ્રતિભાસત્વથી પ્રયોજ્ય છે જ. તેમ છતાં, મિથ્યાત્વીની પ્રવૃત્તિની જેમ, એ પણ, જ્ઞાનત્વપ્રયોજ્ય હોતી નથી. કારણકે ‘જ્ઞાનસ્ય ફલં વિરતિઃ' ન્યાયે જ્ઞાનત્વપ્રયોજ્ય તો વિરતિપ્રવૃત્તિ જ હોય છે. [અથવા તસ્ય જ્ઞાનાજ્ઞાનસાધારણ... ઇત્યાદિ