________________
૧૬૧
साधुसामग्र्य-द्वात्रिंशिका
સાથ સાધુનામથદ્વત્રિશિouTદ્દી जिनभक्तिप्रतिपादनानन्तरं तत्साध्यं साधुसामग्र्यमाहज्ञानेन ज्ञानिभावः स्याद् भिक्षुभावश्च भिक्षया। वैराग्येण विरक्तत्वं संयतस्य महात्मनः ।।१।।
જ્ઞાનેતિ વ્યાસ विषयप्रतिभासाख्यं तथाऽऽत्मपरिणामवत्। तत्त्वसंवेदनं चेति त्रिधा ज्ञानं प्रकीर्तितम् ।।२।।
विषयेति । विषयप्रतिभास इत्याख्या यस्य, विषयस्यैव हेयत्वादिधर्मानुपरक्तस्य प्रतिभासो यत्र तत् । तथाऽऽत्मनः = स्वस्य परिणामोऽर्थानर्थप्रतिभासात्मा विद्यते यत्र तत्, आत्मनः = जीवस्य परिणामोऽनुष्ठानविशेषसंपाद्यो विद्यते यत्रेति नये सम्यक्त्वलाभप्रयोज्यवस्तुविषयतावत्त्वमर्थो लभ्यते । तत्त्वं =
૫ મી બત્રીશીમાં જિનભક્તિનું પ્રતિપાદન કર્યું. હવે એનાથી જે સિદ્ધ કરવાનું છે તે સાધુનાં સામઢ (= સાધુતાની પૂર્ણતા)નું આ છઠ્ઠી બત્રીશીમાં પ્રતિપાદન કરાય છે. [જિનપૂજા એ દ્રવ્યસ્તવ છે, ને આ દ્રવ્યસ્તવ, સંપૂર્ણતયા જિનાજ્ઞાપાલનમય સાધુજીવન સ્વરૂપ ભાવસ્તવનું કારણ છે. તેથી સાધુ સામર્થ્યને અહીં જિનભક્તિના સાધ્ય તરીકે જણાવ્યું છે.]
[અથવા,પ્રથમ યોગાવંચકના સંપાદન માટે ચોથી બત્રીશીમાં જિનમહત્ત્વની વાત કરી; બીજા ક્રિયાવંચકના સંપાદન માટે પાંચમી બત્રીશીમાં ભક્તિની વાત કરી, હવે, સાનુબંધ ફળપ્રાપ્તિ સ્વરૂપ ત્રીજા ફલાવંચકના સંપાદન માટે દ્રવ્યસ્તવાત્મક ભક્તિના ફળ સ્વરૂ૫ ભાવસ્તવ-સાધુસામગ્રનું છઠ્ઠી બત્રીશીમાં નિરૂપણ કરે છે]
સંત મહાત્મામાં સમ્યજ્ઞાનથી જ્ઞાનીપણું હોય છે, ભિક્ષાના કારણે ભિક્ષપણું હોય છે અને વૈરાગ્યના કારણે વિરક્તપણું હોય છે.ll૧il [ચારિત્રસમૃદ્ધિથી પૂર્ણતા હોવા રૂપ સામગ્ય માટે જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય એમ ત્રણ ચીજો કહી. એમાંથી “યથોદેશે નિર્દેશઃ' એ ન્યાયે સૌ પ્રથમ જ્ઞાનનું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા ગ્રન્થકાર કહે છે–]
(જ્ઞાનના ત્રણ પ્રકાર), વિષયપ્રતિભાસ, આત્મપરિણામવત્ અને તત્ત્વસંવેદન એમ ત્રણ પ્રકારે જ્ઞાન કહેવાયું છે.
હેયવાદિધર્મથી નહીં સંકળાયેલ એવા વિષય માત્રનો જ જેમાં બોધ હોય તે વિષયપ્રતિભાસ જ્ઞાન છે. (વિષય પ્રતિભાસ છે આખ્યા = નામ જેનું તે વિષયપ્રતિભાસાખ્ય આવો સમાસ જાણવો.) [અહીં “હેયત્વાદિધર્મ' જે કહ્યું છે તેમાં “આદિ' શબ્દથી ઉપાદેયત્વ અને ઉપેક્ષ્યત્વ ધર્મો જાણવા. આ હેવાદિ ધર્મો પણ આત્માના અહિત વગેરેની દૃષ્ટિએ જાણવા. બાકી ઇન્દ્રિયની અપેક્ષાએ તો એ પણ વિષયપ્રતિભાસમાં ભાસતા જ હોય છે. અર્થાત્ સફ-ચંદન-મધુર રસ વગેરે વિષયો ઇન્દ્રિયોને અનુકૂળ હોવાથી એ દૃષ્ટિએ એમાં પ્રવૃત્તિ કરાવનાર ઉપાદેયત્વબોધ, ને કંટકસ્પર્શ-કટુરસ વગેરે વિષયો ઇન્દ્રિયોને પ્રતિકૂળ હોવાથી એ દૃષ્ટિએ એમાંથી નિવૃત્તિ કરાવનાર યત્વબોધ વગેરે તો આ “વિષયપ્રતિભાસ'માં હોય જ છે. એ પણ ન હોય એવું નથી.] આનાથી (આત્માની દૃષ્ટિએ) અર્થ = લાભ થશે, આનાથી અનર્થ = ગેરલાભ થશે એવા બોધ રૂ૫, આત્માનો = પોતાનો