________________
साधुसामग्र्य-द्वात्रिंशिका
१६३ विषयप्रतिभासं चात्मपरिणतिमत्तथा । तत्त्वसंवेदनं चैव ज्ञानमाहुर्महर्षयः ।।२।। आद्यं मिथ्यादृशां मुग्धरत्नादिप्रतिभासवत् । अज्ञानावरणापायाद् ग्राह्यत्वाद्यविनिश्चयम्।।३।। ___ आद्यमिति । आद्यं = विषयप्रतिभासज्ञानं मिथ्यादृशामेव, मुग्धस्य = अज्ञस्य रत्नप्रतिभासादिवत् = तत्तुल्यं, तदाह-विषकंटकरत्नादौ वालादिप्रतिभासवत्' इति । अज्ञानं = मत्यज्ञानादिकं तदावरणं यत्कर्म પંક્તિનો અર્થ બીજી રીતે પણ વિચારી શકાય. અવિરત સમ્યક્તીના બોધનો વિષય હેય હોય તો હેય રૂપે ને ઉપાદેય હોય તો ઉપાદેય રૂપે ભાસતો હોવાથી ઇતરાંશ નિષેધાવચ્છિન્ન ન હોવાના કારણે તત્ત્વરૂપ જ હોય છે ને તેથી એનો બોધ “જ્ઞાન' જ હોય છે. “અજ્ઞાન' નહીં, આમ અવિરતસમ્યત્વીનો બોધ “જ્ઞાન” સ્વરૂપ છે, છતાં એની પ્રવૃત્તિ વિરતિપ્રવૃત્તિ નથી, પણ વિષયપ્રવૃત્તિ છે જેના પ્રત્યે એનું જ્ઞાન પ્રયોજક છે.
જ્ઞાન-અજ્ઞાનની અપેક્ષાએ વિચારીએ તો પ્રતિભાસના બે પ્રકાર છે, જ્ઞાન અને અજ્ઞાન. એટલે કે પ્રતિભાસત્વ એ જ્ઞાન-અજ્ઞાન ઉભયમાં રહેલ વ્યાપક ધર્મ છે, ને, જ્ઞાનત્વ એ જ્ઞાનમાં રહેલ ને અજ્ઞાનત્વ એ અજ્ઞાનમાં રહેલ વ્યાપ્ય ધર્મો છે. તેથી અવિરતસમ્યક્તીના બોધમાં પ્રતિભાસત્વ અને જ્ઞાનત્વ એમ બે ધર્મો રહેલા છે. હવે, એનો બોધ જો ‘જ્ઞાન' તરીકે જ (= જ્ઞાનત્વ ધર્મને આગળ કરીને જ) પ્રવૃત્તિ કરાવે તો એ વિરતિ પ્રવૃત્તિ જ હોય. (કારણકે જ્ઞાનસ્ય ફલં વિરતિઃ નિયમાનુસારે જ્ઞાન–પ્રયોજ્યપ્રવૃત્તિ તરીકે વિરતિપ્રવૃત્તિ જ આવી શકે છે, વિષય પ્રવૃત્તિ નહીં.) પણ એની પ્રવૃત્તિ તો વિષય પ્રવૃત્તિ છે. માટે એ પ્રવૃત્તિ એના બોધમાં રહેલા પ્રતિભાસત્વધર્મને આગળ કરીને થઇ હોવી માનવી પડે છે. એટલે અવિરતસમ્યગ્દષ્ટિની વિષયપ્રવૃત્તિ પ્રતિભાસ–પ્રયોજ્ય હોવી અહીં કહી છે.
સભાના પ્રમુખમાં પ્રમુખત્વ ને સભ્યત્વ એ બન્ને ધર્મો છે. છતાં એ પ્રમુખ, પોતાના પ્રમુખત્વ સ્વરૂપ વિશિષ્ટ ધર્મને ગૌણકરી સભ્યત્વ ધર્મને જ આગળ કરે ને સભ્યરૂપે જ વર્તે તો એનું પ્રમુખ પણું વાસ્તવિક = સમ્યક ન કહેવાય એ સમજી શકાય છે. એમ અવિરતસમ્યક્તીના બોધમાં જ્ઞાનત્વ સ્વરૂપ વિશિષ્ટ ધર્મ ને પ્રતિભાસત્વ સ્વરૂપ સામાન્યધર્મ આ બન્ને હોવા છતાં એ બોધ, પોતાના જ્ઞાનત્વ ધર્મને મુખ્ય કરી જ્ઞાનરૂપે વિરતિપ્રવૃત્તિ ન કરાવતા પ્રતિભા ધર્મને મુખ્ય કરી પ્રતિભાસરૂપે વિષયપ્રવૃત્તિ કરાવે છે.] એટલે અવિરતસમ્યક્તીનું વેદન એ તત્ત્વનું વદન હોવા છતાં તત્ત્વનું સમ્યક્વેદન = સંવેદન હોતું નથી. જે રીતે (હય કે ઉપાદેય રૂ૫) તત્ત્વ વેદાય તેને અનુસરીને નિવૃત્તિ કે પ્રવૃત્તિ થતા હોય તો જ એ વેદન સમ્યક્વેદન = સંવેદન કહેવાય છે. માટે, અવિરતસમ્યક્તીનું જ્ઞાન “તત્ત્વસંવેદન' નથી.
આમ, જ્ઞાન વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમતું અને તત્ત્વસંવેદન એમ ત્રણ પ્રકારે કહેવાયું છે. અષ્ટક ૯/૧ માં કહ્યું છે કે “વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમતું અને તત્ત્વસંવેદન એમ ત્રણ પ્રકારે જ્ઞાનને મહર્ષિઓ જણાવે છે. ગારા આ ત્રણ પ્રકારમાંથી પ્રથમ જ્ઞાનને દૃષ્ટાન્તાદિથી સમજાવવા ગ્રન્થકાર કહે છે–]
- જ્ઞાનના સ્વામી વગેરે). પ્રથમ વિષયપ્રતિભાસજ્ઞાન મિથ્યાષ્ટિઓને જ હોય છે. મુગ્ધ = અજ્ઞ જીવ. નાનું બાળક વગેરે. રત્ન હોય કે કાચ હોય, વિષ હોય કે કંટક હોય તે તો દરેકના ઉપરના રૂપ રંગને જ જુએ છે અને આકર્ષાઇ જાય છે, પછી આનાથી મને લાભ થશે કે નુકશાન થશે એનો એને વિચાર હોતો નથી. એમ આ વિષયપ્રતિભાસજ્ઞાન પણ વિષયના બાહ્ય રૂપ-રંગ આકર્ષણને જુએ છે, પણ પછી એના પરિણામે આવનારા દિઈ દુઃખને એ જોતું