________________
द्वात्रिंशद्वात्रिंशिका तत्राद्या दु:खिनां दुःखोदिधीर्षाल्पासुखश्रमात् । पृथिव्यादौ जिनार्चादौ यथा तदनुकंपिनाम् ।।३।।
तत्रेति । तत्र = भक्त्यनुकंपयोर्मध्ये आद्या = अनुकंपा दुःखिना = दुःखार्त्तानां पुंसां दुःखोद्दिधीर्षा = दुःखोद्धारेच्छा, अल्पानामसुखं यस्मादेतादृशो यः श्रमस्तस्मात् । इत्थं च वस्तुगत्या बलवदनिष्टाननुबन्धी यो दुःखिदुःखोद्धारस्तद्विषयिणी स्वस्येच्छाऽनुकंपेति फलितम् । उदाहरति-यथा जिनार्चादौ कार्ये पृथिव्यादौ विषये तदनुकंपिनामित्थंभूतभगवत्पूजाप्रदर्शनादिना प्रतिबुद्धाः सन्तः षटकायान् रक्षन्त्विति परिणामवतामित्यर्थः । यद्यपि जिनार्चादिकं भक्त्यनुष्ठानमेव, तथापि तस्य सम्यक्त्वशुद्ध्यर्थत्वात् तस्य चानुकंपालि
[અનુકંપાનું લક્ષણો અલ્પજીવોને દુઃખ પહોંચે તેવા પ્રયત્નથી દુઃખી જીવોનું દુઃખ દૂર કરવાની ઇચ્છા એ અનુકંપા છે. એટલે કે જીવોનું જે દુઃખ દૂર કરવામાં અન્ય ઘણા જીવોનું દુઃખ ઊભું થતું હોય તો એ દુઃખ દૂર કરવાની ઇચ્છા એ અનુકંપા નથી, જેમકે માછીમારને જાળ ન હોવાથી ભૂખ્યા રહેવું પડે છે. તો એને જાળ આપીને એ દુઃખ દૂર કરવામાં આવે તો એનું એકનું દુઃખ દૂર થાય પણ અન્ય સેંકડો માછલી વગેરેને મરણનું મહાદુઃખ ઊભું થાય, એટલે આ રીતે એનું દુઃખ દૂર કરવાની ઇચ્છા એ અનુકંપા નથી. ચેતનાનો વિશિષ્ટ વિકાસ પામેલા એકાદ પંચેન્દ્રિયજીવની હિંસા દ્વારા ચેતનાનો અત્યંત અલ્પ વિકાસ પામેલા અનેક એકેન્દ્રિયાદિ જીવોની દયા થતી હોય તો પણ તે અનુંકપારૂપ નથી, એ વાત પણ અહીં ઉપલક્ષણથી જાણવી. એટલે જ શ્રી સૂયગડાંગમાં, રોજે રોજ અનાજ વગેરેના ઉપયોગ દ્વારા અનેક એકેન્દ્રિય જીવોની વિરાધના કરવાના બદલે એક કદાવર હાથીને મારી મહિનાઓ સુધી એના માંસથી ચલાવવું - જેથી એક જ જીવની હિંસા કરવી પડે” હસ્તી તાપસીના આવા અભિપ્રાયને એકેન્દ્રિયજીવોની અનુંકપારૂપે કે સુંદરબુદ્ધિરૂપે સ્વીકાર્યો નથી. એટલે વસ્તુસ્થિતિ એ થઇ કે દુઃખીના જે દુઃખનો ઉદ્ધાર, તેના કરતાં વધુ મોટા દુઃખને ખેંચી લાવનાર ન હોય તે દુઃખના ઉદ્ધારની ઇચ્છા એ અનુકંપા છે. આ બાબતમાં ઉદાહરણ દેખાડતા ગ્રન્થકાર ઉત્તરાર્ધમાં કહે છે કે- જેમકે જિનપૂજા વગેરે કાર્યમાં પૃથ્વીકાયાદિજીવો પર અનુકંપાવાળા શ્રાવકોએ કરેલી અનુકંપા. જો કે જિનપૂજા વગેરેમાં પૃથ્વીકાયાદિ થોડા જીવોની વિરાધના થાય છે, તેમ છતાં, “ભગાવનની આવી પૂજા જોઇને જીવો પ્રતિબોધ પામો અને પ્રતિબોધ પામીને સર્વવિરતિ જીવન સ્વીકારી છએ જીવનિકાયના જીવોનું રક્ષણ કરો, ને એ રીતે એ જીવોનો અકાલમૃત્યુના દુઃખમાંથી ઉદ્ધાર થાઓ.” આવો પરિણામ ધરાવનારા શ્રાવકાદિ માટે તો એ “અનુકંપા' રૂ૫ છે જ.
શંકા - આ રીતે છએ જીવનિકાયના જીવોના આરંભ સમારંભાદિ દ્વારા થનારા દુઃખોનો ઉદ્ધાર કરવાની ઇચ્છાથી જિનપૂજા વગેરે થાય છે, અને તેથી એમાં અનુકંપા અક્ષત છે એમ તમે આ જે કહો છો એનાથી તો એ ફલિત થઇ જવાની આપત્તિ આવશે કે “જિનપૂજા' એ પજીવનિકાય પરની અનુકંપાથી કરાતું અનુકંપાઅનુષ્ઠાન છે, પ્રભુપ્રત્યેની ભક્તિથી કરાતું ભકિત અનુષ્ઠાન નથી.
સમાધાન - તમારી શંકા સાચી છે. શ્રી જિનેશ્વરદેવની પૂજા તો જો કે, શ્રી જિનેશ્વરદેવપ્રત્યેની ભક્તિથી કરવામાં આવતી હોવાથી ભક્તિઅનુષ્ઠાન જ છે. તેમ છતાં, પંચલિંગી વગેરે ગ્રન્થમાં આ પ્રમાણે જે જણાવ્યું છે કે “શ્રીજિનપૂજા સમ્યક્તની શુદ્ધિ માટે કરવામાં આવે છે, અને સમ્યક્તનું અનુકંપા એ લિંગ છે. એટલે જિનપૂજા જીવોની અનુકંપા માટે કરવામાં આવે છે એમ કહેવામાં પણ કોઇ દોષ નથી' તેને અનુસરીને અમે પણ આ પ્રમાણે એને અનુકંપાના દૃષ્ટાન્ત તરીકે કહ્યું છે.all અનુકંપાની વ્યાખ્યામાં “અલ્પાસુખશ્રમાદ્’