________________
दान-द्वात्रिंशिका हीनत्ववुद्धिं जनयति तदैवातिचारापादकं, नान्यदा, अन्यथाधियो हीनोत्कृष्टयोरुत्कर्षापकर्षबुद्ध्याधानद्वारैव दोषत्वात् । अत एव 'न चानुकंपादानं साधुषु न संभवति, आयरिय अणुकंपाए गच्छो अणुकंपिओ महाभागो' इति वचनाद् इत्यष्टकवृत्त्यनुसारेणाचार्यादिष्वप्युत्कृष्टत्वधियोऽप्रतिरोधेऽनुकंपाऽव्याहतेति । एतन्नये च सुपात्रदानमपि गृहीतृदुःखोद्धारोपायत्वेनेष्यमाणमनुकंपादानमेव, साक्षात्स्वेष्टोपायत्वेनेष्यमाणं વાચથતિ વધ્યારિ II કરાવવા દ્વારા જ દોષ રૂપ બને છે. સુપાત્ર વિશે થયેલી અનુકંપ્યત્વની બુદ્ધિ પણ જો હીનત્વની બુદ્ધિ નથી કરાવતી તો એ અતિચાર પણ લગાડતી નથી જ. તેથી જ, ૨૭મા અષ્ટકના ત્રીજા શ્લોકની વૃત્તિમાં જે કહ્યું છે કે - “આચાર્યની અનુકંપા કરવામાં મહાભાગ ગચ્છની અનુકંપા થઇ જાય છે એવા વચનથી જણાય છે કે “સાધુઓને અનુકંપાદાન દેવું એ સંભવતું નથી એવું નથી - તેને અનુસાર તો આચાર્ય વગેરે અંગે પણ જો આ મારાથી ઘણા ઊંચા છે' એવી બુદ્ધિ હણાઇ ન જાય તો અનુકંપા હોવી અબાધિત છે.
[પ્રશ્ન - સાધુ વગેરે સુપાત્રને આહારાદિનું જે દાન કરવામાં આવે છે તેમાં તેઓનું ભૂખ વગેરેનું દુઃખ દૂર થાય એવી ગણતરી તો હોય જ છે, કેમકે એવું દુઃખ વગેરે રૂ૫ કારણ ઊભું થયું ન હોય તો તો સાધુ આહારાદિનું ગ્રહણ કરે જ નહિ. હવે અનુકંપ્યત્વની વ્યાખ્યામાં સ્વઅપેક્ષાએ હીનત્વ હોવા રૂપ વિશેષણનો સમાવેશ જો ન માનવાનો હોય તો, અને તેથી સાધુ વગેરે પર પણ અનુકંપા હોવી જો અબાધિત હોય તો) આહારાદિનું દાન દેતી વખતે, દાતા માટે સાધુ વગેરે સુપાત્રમાં અનેકપ્યત્વ હોવું પણ અક્ષત જ હોવાથી એ બધું દાન અનુકંપાદાન જ બની જશે. અને તો પછી સાધુ વગેરે અંગે સુપાત્રદાન જેવું કોઇ દાન જ ન રહેવાની આપત્તિ આવશે.
ઉત્તર - તમારી વાત સાચી છે. પણ સાધુ વગેરે પર અનુકંપા હોવી અબાધિત માનનાર આ નિયમને અનુકંપાદાન અને સુપાત્રદાનની વ્યાખ્યા જ જુદી છે, એટલે આવી આપત્તિ આવતી નથી. આ નિયમને એ વ્યાખ્યાઓ એવી છે કે “આહારાદિનું ગ્રહણ કરનાર સાધુ વગેરેનું ભૂખ વગેરેનું દુઃખ દૂર કરવાનો આ (દાન દેવું તે) ઉપાય છે. (એટલે કે હું સાધુ મહારાજને આ આહારદિનું દાન કરું જેથી એમનું ભૂખ વગેરેનું દુઃખ દૂર થાય)' આવા અભિપ્રાયથી જો દાન આપવામાં આવતું હોય તો એ અનુકંપાદાન જ છે. અને, “આ સાધુમહારાજ વગેરેને આહારાદિનું દાન કરવું એ મારા ઇષ્ટ મોક્ષનો ઉપાય છે, એટલે કે આ સાધુમહારાજ વગેરેને આહારાદિ નું દાન કરું જેથી મારો સંસારમાંથી ઉદ્ધાર થાય-મોક્ષ થાય કે આ સાધુમહારાજ વગેરે સંયમી છે, ગુણવાનું છે, એમને આહારાદિનું દાન કરું જેથી એમના સંયમ વગેરે ગુણો મારામાં પણ આવે.)' આવા અભિપ્રાયથી જો દાન આપવામાં આવતું હોય તો એ સુપાત્રદાન છે. એટલે આ નયમતે પણ સુપાત્રદાનનો અભાવ થઇ જતો નથી.
[શંકા - પણ જે નયમત સુપાત્રમાં અનુકંપ્યત્વ માનતો નથી એ નમતે તો, “કારિયાળુપાણ..ઇત્યાદિ વાક્ય અસંગત ઠરી જશે ને?
સમાધાન - ના, ત્યાં “અનુકંપા' શબ્દનો અર્થ ‘ભક્તિ કરવાથી કોઇ અસંગતિ રહેશે નહીં. ને આવો અર્થ કરવો શાસ્ત્રસિદ્ધ પણ છે જ. સર્વશાસ્ત્ર શિરોમણિ શ્રીકલ્પસૂત્ર ના ચોથા વ્યાખ્યાનમાં “તy vi મને માવં મહાવીરે HIBયમનુવંકા ..' ઇત્યાદિ સૂત્રની વ્યાખ્યામાં માતાની અનુકંપા માટે' નો અર્થ “માતાની ભક્તિ માટે' એમ કર્યો છે.
Jરા અનુકંપ્યપ્રત્યે અનુકંપા દાખવવી અને સુપાત્ર પ્રત્યે ભક્તિ દાખવવી એ યોગ્ય છે એમ કહ્યું. એમાં અનુકંપા શું છે? એ જણાવવા ગ્રન્થકાર કહે છે –