________________
द्वात्रिंशद्वात्रिंशिका अनुकंपाऽनुकंप्ये स्याद्भक्तिः पात्रे तु संगता। अन्यथाधीस्तु दातृणामतिचारप्रसज्जिका ।।२।।
अनुकंपेति । अनुकंपाऽनुकंप्ये विषये, भक्तिस्तु पात्रे साध्वादौ संगता स्यात् = समुचितफलदा स्यात् । अन्यथाधीस्तु = अनुकंप्ये सुपात्रत्वस्य सुपात्रे चानुकंप्यत्वस्य बुद्धिस्तु दातॄणामतिचारप्रसज्जिकाऽतिचारापादिका । अत्र यद्यपि सुपात्रत्वधियोऽनुकंप्येऽसंयतादौ मिथ्यारूपतयाऽतिचारापादकत्वं युज्यते, सुपात्रेऽनुकंप्यत्वधियस्तु न कथंचित्, तत्र ग्लानत्वादिदशायामन्यदापि च *स्वेष्टोद्धारप्रतियोगिदुःखाश्रयत्वरूपानुकंप्यत्वधियः प्रमात्वात्, तथापि स्वापेक्षया हीनत्वे सति स्वेष्टोद्धारप्रतियोगिदुःखाश्रयत्वरूपमनुकंप्यत्वं तत्राप्रामाणिकमेवेति न दोषः । अपरे त्वाहुः- तत्र प्रागुक्तं निर्विशेषणमनुकंप्यत्वं प्रतीयमानं साहचर्यादिदोषेण यदा
દીન, હીન અનાથ વગેરે અનુકંપાપાત્ર જીવો કે જેઓ અસંયતાદિ છે તેઓને સુપાત્ર માનવા એ મિથ્યા માન્યતા છે. એટલે એનાથી અતિચાર લાગે એ તો જાણે કે સંગત છે. પણ સાધુ વગેરે સુપાત્રને અનુકંપાપાત્ર માનવા એ કાંઇ મિથ્યા માન્યતા નથી કે જેથી એનાથી અતિચાર લાગવાની વાત સંગત ઠરે. સુપાત્ર એવા પણ સાધુ વગેરેને અનુકંપ્ય માનવા એ મિથ્યા માન્યતા રૂપ એટલા માટે નથી કે ગ્લાન વગેરે અવસ્થામાં સાધુ વગેરે પણ અનુકંપ્ય હોય જ છે. વળી, તે સિવાય પણ, ભૂખ-થાક વગેરે રૂપ જે દુઃખમાંથી તેમનો ઉદ્ધાર થવો એ પોતાને ઇષ્ટ છે તે દુઃખની આશ્રયતા રૂપ (તે દુઃખના આશ્રય હોવા રૂ૫) અનુકંપાપાત્રતા સાધુ વગેરેમાં હોય છે જ, એટલે તેઓ અંગેની ‘આ અનુકંપાપાત્ર છે' એવી બુદ્ધિ પ્રમા જ છે. ને તેથી એ “અન્યથાધી' ન હોવાથી એનાથી અતિચાર લાગવાની વાત જો કે સંગત ઠરતી નથી.
તેમ છતાં, સ્વાપેક્ષયા હીનત્વ રૂ૫ વિશેષણથી યુક્ત જે તાદશ દુઃખાશ્રયત્નરૂપ અનુકંપ્યત્વ છે તેને તો સુપાત્રમાં માનવું એ અપ્રામાણિક જ છે. કહેવાનો ભાવ એ છે કે અનુકંપ્યત્વે બે પ્રકારે છે (૧ તાદશદુઃખાશ્રયસ્વરૂપ અનુકંપ્યત્વ અને (૨) “સ્વઅપેક્ષાએ હીનતા” રૂ૫ વિશેષણથી યુક્ત તાદશદુઃખાશ્રયત્ન રૂપ અનુકંપ્યત્વ (એટલે કે “આ મારા કરતાં હીન = નીચા છે અને તેવા પ્રકારના દુઃખથી દુઃખી છે' એવું અનુકંપ્યત્વ). આમાંથી સુપાત્રમાં પ્રથમ પ્રકારનું અનુકંપ્યત્વ માનવું એ મિથ્યા ન હોવા છતાં બીજા પ્રકારનું અનુકંપ્યત્વ માનવું એ તો મિથ્યા છે જ, કેમકે સાધુ વગેરે સુપાત્રમાં સ્વની અપેક્ષાએ હીનત્વ રહ્યું નથી. તેથી એ અતિચાર લગાડનાર બને છે એવી અમારી વાતમાં કોઇ દોષ નથી.
બીજા આચાર્યોનો અભિપ્રાય આવો છે – અનુકંપ્યત્વ તો તાદૃશ દુઃખની આશ્રયતા રૂપ એક પ્રકારનું જ છે. સ્વાપેક્ષયા હીનત્વ રૂપ વિશેષણથી યુક્ત એવો જ બીજો પ્રકાર કહ્યો છે તે માનવાની જરૂર નથી. પણ જે જીવોમાં અનુકંપ્યત્વ હોય છે તેઓમાં ઘણું ખરું, અનુકંપા કરનારની અપેક્ષાએ હીનત્વ પણ રહ્યું હોય છે.
અનુકંપ્યત્વ અને હીનત્વ વચ્ચે વ્યાપ્ય-વ્યાપક ભાવ ન હોવા છતાં, આ ભૂયઃ સાહચર્યના કારણે, સુપાત્રમાં • દેખાયેલું અનુકંપ્યત્વ જો હીનત્વની બુદ્ધિ (સુપાત્રમાં બિચારા પણાની બુદ્ધિો પણ પેદા કરે છે તો જ એ અતિચાર લગાડનારું બને છે. કારણકે અન્યથા બુદ્ધિ = અયથાર્થ બુદ્ધિ હીનામાં ઉત્કર્ષની અને ઉત્કૃષ્ટમાં હીનતાની બુદ્ધિ
* स्वस्य इष्टो य उद्धारो विवक्षितदुःखाभावरूपस्तत्प्रतियोगि यद्दःखं तदाश्रयत्वमिति समासः ।
@ અહીં “અસંયત' તરીકે મિથ્યાદૃષ્ટિ ગૃહસ્થો જાણવા. “આદિ' શબ્દથી બાવા જોગી વગેરેનો નિર્દેશ જાણવો. તેઓનો ત્યાગી તરીકેનો વ્યવહાર હોવાથી અસંયત' શબ્દ દ્વારા સમાવેશ કરવાનો નથી. અવિરત સમ્યવી- દેશવિરતને ગ્રન્થકાર સ્વયં આગળ પાત્ર કહેવાના છે. માટે એમનું “અસંયતાદિ' શબ્દથી અહીં ગ્રહણ નથી.