________________
दान-द्वात्रिंशिका
ङ्गकत्वात् तदर्थकत्वमप्यविरुद्धमेवेति पञ्चलिङ्ग्यादावित्थं व्यवस्थितेरस्माभिरप्येवमुक्तम् । ।३ ।। अल्पासुखश्रमादित्यस्य कृत्यमाह - स्तोकानामुपकारः स्यादारंभाद्यत्र भूयसाम्। तत्रानुकंपा न मता यथेष्टापूर्तकर्मसु ।।४।।
સ્તોવાનામતિ - સ્પષ્ટ: નવરમિMાપૂર્ણસ્વરૂપમેતત્ (યો. ૬. સ. 99૬-999) ऋत्विग्भिर्मंत्रसंस्कारैर्ब्राह्मणानां समक्षतः । अंतर्वेद्यां हि यद्दत्तमिष्टं तदभिधीयते ।। वापीकूपतडागानि देवतायतनानि च । अन्नप्रदानमेतत्तु पूर्तं तत्त्वविदो विदुः।। इति ।।४।।
नन्वेवं कारणिकदानशालादिकर्मणोऽप्युच्छेदापत्तिरित्यत आहपुष्टालंबनमाश्रित्य दानशालादि कर्म यत्। तत्तु प्रवचनोन्नत्या बीजाधानादिभावतः ।।५।। અલ્પજીવોને દુઃખ પહોંચે એવા પ્રયત્નથી' (દુઃખને દૂર કરવાની ઇચ્છા) એવું જે કહ્યું છે તે શા માટે કહ્યું છે એ જણાવવા ગ્રન્થકારશ્રી કહે છે –
જે અનુષ્ઠાનમાં ઘણા જીવોનો આરંભ થવા દ્વારા થોડા જીવોને ઉપકાર થાય છે તે અનુષ્ઠાનમાં થોડા જીવોનો દુઃખમાંથી ઉદ્ધાર હોવા છતાં “અનુકંપામનાયેલી નથી. (કારણકે ઘણા જીવોને એનાથી દુઃખ પહોંચે છે.) જેમકે ઇષ્ટાપૂર્નવગેરે અનુષ્ઠાનો. ઇષ્ટાપૂર્તિનું સ્વરૂપ આવું જાણવું - ગોરોએ મંત્રસંસ્કાર કરવા પૂર્વક બ્રાહ્મણોની સમક્ષ વેદિકાની અંદર જે આપ્યું હોય તે “ઇષ્ટ' કહેવાય છે. વાવડી, કૂવો, તળાવ, દેવતાનું મંદિર વગેરે બંધાવવા કે દાનશાળા વગેરેમાં અન્ન આપવું એ બધું પૂર્તિ છે એમ તત્ત્વજ્ઞો કહે છે.જો
(કારણિક દાનશાળાદિમાં અનુકંપા અક્ષત] શંકા - દાનશાળા વગેરેમાં જે દાન અપાય છે તેમાં ભક્તિ તો હોતી નથી, એટલે એ સુપાત્રદાન તો નથી, વળી દાનશાળા વગેરે પૂર્વમાં અનુકંપા નથી એમ તમે કહો છો, એટલે એ અનુકંપાદાન પણ નથી. તો પછી, તેવા કારણે જે દાનશાળા વગેરે ચલાવવામાં આવે છે તેનો તો ઉચ્છેદ જ થઇ જવાની આપત્તિ આવશે.
આવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે
કારણિક દાનશાળા વગેરેમાં અનુકંપા રહેલી જ છે. કઇ રીતે ? આ રીતે – પુષ્ટ કારણને = યથાર્થ કારણને અવલંબીને દાનશાળા વગેરે જે કર્મ કરવામાં આવે છે તેનાથી લોકો શ્રીજિનશાસનની પ્રશંસા કરે છે. આનાથી પ્રવચનની ઉન્નતિ થવા દ્વારા લોકોમાં બીજાધાન થાય છે. (ઉત્તરોત્તર ધર્મપ્રાપ્તિના બીજ પડે છે.) એ બીજાધાનથી પરંપરાએ તે તે ઘણા જીવોની મુક્તિ થાય છે. ઘણા જીવો સકળજીવરાશિના અભય-અમરણ દાતા બને છે. એક જીવ પણ બીજાધાન દ્વારા સમ્યક્તાદિ (જૈનધર્મ) પામે છે તો પરિણામે સર્વજીવોને તેના તરફથી અભય” મળે છે. એટલે કે સર્વજીવોનો, એના દ્વારા થનારા મરણના દુઃખમાંથી ઉદ્ધાર થાય છે. ઉપદેશમાલા (૨૬૮) માં કહ્યું છે કે “યત્નવિ.- જે વ્યક્તિ એક પણ દુઃખારૂં જીવને જૈનધર્મ પમાડે છે તે સકલ જીવલોકમાં અમારીની ઘોષણા કરે છે.' આમ દાનશાળા વગેરેમાં પૃથ્વીકાયાદિ થોડા જીવોની વિરાધના હોવા છતાં ઘણા જીવોને બીજાધાનાદિ થવા દ્વારા જે ઉપકાર થાય છે તેના કારણે, આ કારણિક દાનશાળા વગેરે અનુકંપાની કારણતાને ઉલ્લંઘતા નથી, એટલે કે એમાં અનુંકપાની કારણતા જળવાઇ રહે છે. તેથી અનુકંપાથી મળતા