________________
१५८
द्वात्रिंशद्वात्रिंशिका धिकारे पाठात्, द्वितीयस्य च पूजाकालोपस्थिते मालिके दर्शनप्रभावनाहेतोर्वणिक्कला न प्रयोक्तव्येत्येतदर्थख्यापनपरत्वात्, अन्यथा,
'सुच्चइ दुग्गयनारी जगगुरुणो सिंदुवारकुसुमेहिं ।
पूआ पणिहाणेणं उववन्ना तियसलोअंमि । [पंचा. ४/४९] इत्यादि वचनव्याघातप्रसंगात् । इत्थं चैतदङगीकर्तव्यं - संकाशादेः किल श्रेयसि = धर्मकार्ये उपेत्यापि = विषयविशेषपक्षपातगर्भत्वेन पापक्षयकरी કરતાં આરંભ જ ન કરવો એ વધુ ઉચિત છે.” તેનો અને અષ્ટકજી [૩/ર)માં જે કહ્યું છે કે “ન્યાયોપાત્તધનઅચૌર્ય વગેરેથી શુદ્ધ પ્રાપ્તિવાળા, જેટલા મળી શકે એટલા, પવિત્ર પાત્રમાં રાખેલા, નહિ કરમાયેલાં, અલ્પ કે બહુ વિશિષ્ટ પુષ્પોથી (દ્રવ્યપૂજા કરવી)” તેનો... આ બંનેનો વિરોધ થશે. એક બાજુ તમે ધર્મ માટે આરંભ કરવાનું કહો છો અને “ધર્માર્થ’ ઇત્યાદિ શ્લોક એનો નિષેધ ફલિત કરે છે. એમ ‘શદ્ધાગમ:...' ઇત્યાદિ શ્લોક પણ ન્યાયોપાત્ત ધનથી પ્રાપ્ત પુષ્પાદિની વિધિ દેખાડે છે, એટલે કે સ્વયં પુષ્પો તોડવા વગેરે આરંભનો નિષેધ દેખાડે છે. એટલે આ બન્ને શ્લોકોનો વિરોધ થાય છે એ સ્પષ્ટ છે. આવી શંકાનું સમાધાન કરવા ગ્રન્થકાર કહે છે
ધર્માર્થ' ઇત્યાદિ અન્ય અવસ્થાની અપેક્ષાએ કહેવાયેલા છે માટે વિરોધ નથી.) વળી સંકાશશ્રાવક વગેરેની ધર્મકાર્ય અંગે જાણીને પણ વેપાર વગેરેની જે પ્રવૃત્તિ થઇ છે એના પરથી પણ ધર્મ માટે આરંભ નિષિદ્ધ નથી એ જણાય છે.
આશય એ છે કે “ધર્માર્થમ્' ઇત્યાદિ જે બે શ્લોક સાથે ધર્મ માટેના આરંભની પ્રવૃત્તિનો તમે વિરોધ જણાવો છો તે યોગ્ય નથી, કેમકે એ બે શ્લોકો તો સર્વવિરતિ વગેરે રૂપ અન્ય દશાને અપેક્ષીને કહેવાયા છે. એ બેમાંનો થમ “ધર્માર્થ' ઇત્યાદિ લોક સર્વવિરતિના અધિકારમાં કહેવાયો છે. એના પરથી જણાય છે કે એ સર્વવિરતિની અપેક્ષાએ કહેવાયો છે. બીજો શ્લોક પુષ્પાદિ સ્વયં ચૂંટવાનો આરંભ ન કરવો' એવું જણાવવાના તાત્પર્યમાં નથી, કિન્તુ ધર્મની પ્રભાવના થાય એ માટે, પૂજાકાળે ઉપસ્થિત થયેલા માળી આગળ વણિક્કલા ન વાપરવી, (પણ યોગ્ય મૂલ્ય ચૂકવીને પુષ્પાદિ પ્રાપ્ત કરવા)' આવું જણાવવાના તાત્પર્યમાં છે. બાકી એ શ્લોકનું “સ્વયં પુષ્પાદિ ચૂંટવાના આરંભનો નિષેધ છે' એવું તાત્પર્ય માનીએ તો પંચાશકની ૪/૪૯ મી ગાથામાં દુર્ગતનારીની જે વાત કરી છે એનો વ્યાઘાત થશે. તેમાં કહ્યું છે કે “શ્રીજિનપ્રવચનમાં સંભળાય છે કે દુર્ગતનારી જંગલમાં મફતમાં મળતાં સિંદુવાર પુષ્પોને સ્વયમેવ લઇને જગદ્ગુરુ શ્રી મહાવીર પ્રભુની પૂજા કરવાના પ્રણિધાનથી દેવલોકમાં ઉત્પન્ન થઇ.”
વળી સંકાશશ્રાવક વગેરેના દૃષ્ટાન્ત પરથી પણ આ વાત સ્વીકારવી પડે છે. તેઓની, વિશેષ વિષયના પક્ષપાતથી ગર્ભિતપણે, પાપક્ષયકરનારી, વેપાર વગેરે પ્રવૃત્તિને કરીને પણ, ધર્મમાં પ્રવૃત્તિ થઇ હતી. સંકાશશ્રાવકે પ્રમાદથી દેવદ્રવ્યનું ભક્ષણ કરેલું. જેના કારણે લાભાન્તરાય વગેરે ક્લિષ્ટકર્મો બાંધીને દીર્ઘકાળ સુધી દુરંત સંસારકાંતારમાં ભટક્યો. અનંતકાળ બાદ મનુષ્યત્વ પ્રાપ્ત થયું જ્યાં પણ એ દુર્ગત મનુષ્યોમાં શિરોમણી થયો. કેવળીભગવાન્ પાસે સ્વકીય પૂર્વભવનો વૃત્તાન્ત જાણીને કેવલીપ્રભુના ઉપદેશથી દુર્ગતપણાંના કારણભૂત કર્મને ખપાવવા માટે એણે અભિગ્રહ કર્યો કે હું વેપારથી જે કાંઇ કમાઇશ તેમાંથી ભોજન અને વસ્ત્રના ખર્ચ બાદ શેષ સઘળું દ્રવ્ય શ્રીજિનાયતનાદિમાં વાપરીશ.' આ પ્રમાણેના અભિગ્રહનું પાલન કરીને કાલાન્તરે એ મોક્ષમાં ગયો. આમ અહીં વેપાર વગેરે કરીને પણ ધર્મ કરવાની વાત છે.
१ श्रूयते दुर्गतनारी जगद्गुरोः सिंदुवारकुसुमैः पूजाप्रणिधानेनोपपत्रा त्रिदशलोके ।।