________________
भक्ति-द्वात्रिंशिका
१५९ वाणिज्यादिक्रियामङ्गीकृत्यापि प्रवृत्तितः, संकाशश्रावको हि प्रमादाद्भक्षितचैत्यद्रव्यो निवद्धलाभान्तरायादिक्लिष्टकर्मा चिरं पर्यटितदुरन्तसंसारकान्तारोऽनन्तकालाल्लव्धमनुष्यभावो दुर्गतनरशिरःशेखररूपः पारगतसमीपोपलव्धस्वकीयपूर्वभववृत्तान्तः पारगतोपदेशतो दुर्गतत्वनिवन्धनकर्मक्षपणाय- यदहमुपार्जयिष्यामि द्रव्यं तद्ग्रासाच्छादनवजं सर्वं जिनायतनादिषु नियोक्ष्ये' इत्यभिग्रहं गृहीतवान्, कालेन च निर्वाणमवाप्तवानिति । अथ युक्तं संकाशस्यैतत्, तथैव तत्कर्मक्षयोपपत्तेः न पुनरन्यस्य, नैवं, सर्वथैवाशुभस्वरूपव्यापारस्य विशिष्टनिर्जराकारणत्वायोगादिति ।।३१ ।। पूजया परमानन्दमुपकारं विना कथम्। ददाति पूज्य इति चेच्चिन्तामण्यादयो यथा।।३२।।
પૂનતિા વ્યm: TIરૂર IT _| તિ મહિત્રિશTI
શંકા - સંકાશશ્રાવક જેવી વિષમ અવસ્થાવાળા માટે આ રીતે આરંભ કરીને ધર્મ કરવો યોગ્ય છે. કેમકે એ રીતે જ એનો કર્મક્ષય થવાનો હતો, પણ બધા માટે સામાન્યતયા એ ઉચિત નથી.
સમાધાન - આવી શંકા બરાબર નથી. કેમકે આવું જો માનીએ તો એનો અર્થ એ થાય કે સામાન્ય સંજોગોમાં આરંભ કરીને ધર્મ કરવાની આવી પ્રવૃત્તિ એ સર્વથા અશુભ જ છે. પણ આવો ફલિતાર્થ યોગ્ય નથી, કેમકે સર્વથા અશુભ સ્વરૂપવાળી પ્રવૃત્તિ વિશિષ્ટ નિર્જરાનું કારણ બની શકતી નથી. એટલે આવો ફલિતાર્થ જો યોગ્ય નથી તો “આરંભ કરીને ધર્મ કરવો એ ઉચિત નથી' એવી માન્યતા પણ યોગ્ય નથી એ ફલિત થઇ જ જાય છે.[૩૧] [પૂજા અંગેની અવશિષ્ટ શંકા ઊઠાવીને સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે–].
પૂજાથી, કૃતકૃત્ય પ્રભુને કોઇ ઉપકાર તો થતો નથી, તો તેઓ પરમાનન્દ શી રીતે આપે છે? એવી જો તમારી શંકા હોય તો એનું સમાધાન આ જાણવું કે જેમ ચિન્તામણિ રત્ન વગેરે વિના ઉપકારે પણ તથા સ્વભાવે ફળ આપે છે તેમ પ્રસ્તુતમાં જાણવું.૩૨ll
[ભક્તિાત્રિશિકા અંગે કંઇક ઉદ્બોધન -3. શ્લોક ૩૧ ની અવતરણિકામાં, “આ રીતે ધર્મ માટે પણ આરંભ-સમારંભ કરવાની અનુજ્ઞા હોય તો, અષ્ટકપ્રકરણમાં ધર્માર્થ યસ્ય વિત્તેહા... વગેરે જે કહ્યું છે તેનો વિરોધ થશે..” ઇત્યાદિ કરાયેલી શંકાનું સમાધાન આપતાં ગ્રન્થકારે ૩૧ મા શ્લોકમાં કહ્યું છે કે ધર્માર્થ... વગેરે શ્લોક તો સર્વવિરતિના અધિકારમાં કહેવાયેલો છે. એટલે કે ધર્મ માટે આરંભ સમારંભ કરવાનો નિષેધ માત્ર સાધુઓ માટે છે, ગૃહસ્થો માટે નહીં. ને તેથી, જિનભક્તિ માટે પુષ્પાદિ જીવોની વિરાધના થતી હોવા છતાં, પ્રભુભક્તિથી તર્જન્ય દોષ દૂર થઇ વધુ આત્મહિત થવાનો લાભ શ્રાવકોને શક્ય હોવાથી શ્રાવકો માટે એ નિષિદ્ધ નથી, છતાં ધર્માર્થ યસ્ય વિજેતા શ્લોકમાં જે દૃષ્ટાન્ન આપ્યું છે કે, કાદવથી ખરડાઇને પછી કાદવને ધોવો એના કરતાં પહેલેથી ખરડાવું જ નહીં એ વધુ સારું છે... આ દૃષ્ટાન્ત શ્રાવકોને પણ લાગુ તો પડે જ છે ને! એટલે પહેલાં જિનપૂજા માટે હિંસાદોષથી ખરડાવું ને પછી જિનપૂજા દ્વારા એ દોષને સાફ કરવો તો એના કરતાં એ દોષ જ ન સેવવો એ વધુ સારું નહીં?
આવા પ્રશ્નનો ઉત્તર વિચારીએ. માટીથી પગને ખરડીને પછી ધોવા એના કરતાં ખરડવા જ નહીં, આ ન્યાય વ્યાપક નથી. વાસણને માંજવા માટે રાખ ઘસવામાં આવે છે, ને એ રાખ પણ કાંઇ વાસણ પર રાખી