________________
१५६
द्वात्रिंशद्वात्रिंशिका कर्मणाऽर्थाभावात् = प्रयोजनासिद्धेः । न हि यदाद्यभूमिकावस्थस्य गुणकरं तदुत्तरभूमिकावस्थस्यापि तथा, रोगचिकित्सावद्धर्मस्य शास्त्रे नियताधिकारिकत्वेन व्यवस्थितत्वात् । तदुक्तं - अधिकारिवशात् शास्त्रे धर्मसाधनसंस्थितिः । व्याधिप्रतिक्रियातुल्या विज्ञेया गुणदोषयोः ।। [अष्टक २/५] ।।२८ ।। प्रकृत्यारंभभीरुर्वा यो वा सामायिकादिमान्। गृही तस्यापि नात्रार्थेऽधिकारित्वमतः स्मृतम् ।।२९।। _प्रकृत्येति। अतः = भावस्तवाधिरूढस्य यतेरत्रानधिकारित्वात् यः प्रकृत्याऽरंभभीरुर्यो वा सामायिकादिमान् तस्याप्यत्रार्थे जिनपूजारूपेऽधिकारित्वं न स्मृतम् । यदष्टकवृत्तिकृत् (२/५) “अत एव सामायिकस्थः श्रावकोऽप्यनधिकारी, तस्यापि सावद्यनिवृत्ततया भावस्तवारूढत्वेन श्रमणकल्पत्वात्, अत एव गृहिणोऽपि प्रकृत्या पृथिव्याधुपमर्दनभीरोर्यतनावतः सावद्यसंक्षेपरुचेर्यतिक्रियानुरागिणो न धर्मार्थं સાવદ્યામપ્રવૃત્તિયુતિ તારી પણ જિનપૂજા, શુભ અધ્યવસાયો પ્રવર્તાવવા દ્વારા સમ્યગ્દર્શનની નિર્મળતાનું (યાવત્ સાયિક સમ્યક્તપ્રાપ્તિનું) કારણ બની શકતી હોવાથી શા માટે નિરર્થક કહેવાય?
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે સાધુઓ સ્વજીવનમાં સ્થાવર જીવોની હિંસા પણ ટાળતા હોય છે. કારણવશાતુ - ક્યારેક સચિત્ત જળથી ભીની પૃથ્વી પર પગ પડી જાય કે લીલોતરીનો સંઘો થઇ જાય ત્યારે મનમાં “હાય!
હાય! વિરાધના થઇ ગઇ' આવો પશ્ચાત્તાપ ભાવ સ્ફર્યા કરવાનો જ ગાઢ અભ્યાસ હોય છે. એટલે સ્નાનાદિ કરવામાં ને કર્યા બાદ તેમ જ પુષ્પાદિને સ્પર્શવામાં આ વિરાધનાનો વિચાર જ એટલો જોરમાં પ્રવર્તે કે જેથી પ્રભુભક્તિનો શુભ અધ્યવસાય સ્ફરવાને કોઇ અવકાશ જ રહેતો નથી, ને તેથી સમ્યગ્દર્શનની નિર્મળતા થવાની કોઇ શક્યતા રહેતી નથી. ગૃહસ્થોને સ્વજીવનમાં અનેકશઃ પૃથ્વીકાયાદિ સ્થાવર જીવોની વિરાધના હોવાથી પાણી-પુષ્પ વગેરેનો સ્પર્શ થવામાં ‘હાય હાય વિરાધના થઇ ગઇ' આવી કોઇ અરેરાટી અનુભવાતી હોતી નથી. એટલે પ્રભુભક્તિનો શુભઅધ્યવસાય સ્લરી સમ્યગ્દર્શનની નિર્મળતા થઇ શકવાના કારણે દ્રવ્યપૂજા આવશ્યક છે. વસ્તુતઃ શાસ્ત્રમાં મલિનારંભીને દ્રવ્યપૂજાના અધિકારી કહ્યા છે. સાધુ એવા ન હોવાથી એના અનધિકારી છે. જુિઓ પ્રતિમાશતક - શ્લોક ૩૦ ની વૃત્તિ.]ll૨૮l [આમ ભૂમિકાવશાત્ અનુષ્ઠાન ગુણકર, દોષકર બને છે એ વ્યવસ્થાનુસારે જ અન્ય વિશેષતાને ગ્રન્થકાર જણાવે છે–]
આમ ભાવસ્તવાધિરૂઢ સાધુ સ્નાનાદિનો અનધિકારી છે કારણકે એમની ભૂમિકામાં એમના માટે એ હિતકર નથી) એ કારણે જ જે પ્રકૃતિથી જ આરંભભીરુ હોય અથવા જે સામાયિકાદિમાં રહ્યો હોય તેવો ગૃહસ્થ પણ આ જિનપૂજાની બાબતમાં અનધિકારી કહેવાયો છે. અષ્ટકજીના વૃત્તિકારે (૨/૫ ની વૃત્તિમાં) કહ્યું છે કે “તેથી જ સામાયિકમાં રહેલો શ્રાવક પણ પૂજાનો અનધિકારી છે, કેમકે તે પણ સાવઘયોગોથી નિવૃત્ત થયો હોઇ ભાવસ્તવ પર આરૂઢ થયો હોવાના કારણે સાધુ જેવો જ હોય છે. તેથી જ જેને સ્વયં ગૃહસ્થ હોવા છતાં સ્વભાવે જ પૃથ્વીકાયાદિની વિરાધનાનો ડર લાગતો હોય અને તેથી તેની વિરાધનાથી બચતો સતત જયણાશીલ હોય, સાવઘયોગોનો વધુને વધુ સંક્ષેપ કરવાની રુચિવાળો હોય તેમજ સાધુક્રિયાઓનો અનુરાગી હોય તેને ધર્મ માટે ય સાવદ્ય આરંભ પ્રવૃત્તિ કરવી એ યોગ્ય નથી."ારા જે કુટુંબાદિ માટે આરંભ કરતો હોવા છતાં પૂજા ભાવી આરંભથી બીતો હોય અને તેથી પૂજા ન કરતો હોય તો શું વાંધો? એવા પ્રશ્નનો જવાબ આપવા ગ્રન્થકાર કહે છે –