________________
भक्ति-द्वात्रिंशिका
१५५ पूजार्थस्नानादेर्निषेद्धुमशक्यत्वात्, अन्यथा गृहस्थस्यापि तन्निपेधप्रसंगात् । न च कुटुंवाद्यर्थमारंभप्रवृत्तत्वाद् गृहस्थस्य तत्राधिकारः, यतो नैकं पापमाचरितमित्यन्यदप्याचरितव्यं स्यात्, गुणान्तरलाभस्तु द्वयोरपि समानः" इति शङ्कनीयं, तस्य = यतेः सर्वथा = सर्वप्रकारेण भावस्तवाधिरूढत्वादमूदृशा = जिनपूजादिસાધુ અન્ય કોઇ પ્રયોજને આરંભ પ્રવૃત્ત હોતા નથી તેથી તેઓ માટે સ્નાનાદિનો આરંભ દુષ્ટ છે, જ્યારે ગૃહસ્થ તો કુટુંબાદિ માટે આરંભ કરતો જ હોઇ એને માટે આ આરંભ દુષ્ટ ન રહેવાથી એનો અધિકાર છે” આવું પણ ન કહેવું, કેમકે કુટુંબાદિ માટેના આરંભરૂપ એક પાપ આચર્યું એનો અર્થ કાંઇ એવો નથી થઇ જતો કે પૂજાથે આરંભ રૂપ બીજું પાપ પણ આચરવાની છૂટ મળી જાય. અને એ આરંભપાપની સામે પ્રચુરનિર્જરાદિ રૂપ મોટો અન્ય લાભ જ જો ગૃહસ્થને પ્રવર્તક છે તો એ તો સાધુને પણ સમાન રીતે હોઇ સાધુને પણ પ્રવર્તક બનશે જ માટે સાધુ પણ પૂજાના અધિકારી છે.
શંકાકારની આવી શંકા યોગ્ય નથી, કેમકે સાધુ તો સર્વથા ભાવસ્તવ પર આરૂઢ હોઇ આવા જિનપૂજા વગેરે અનુષ્ઠાનથી એમને કોઇ પ્રયોજન સિદ્ધ થવાનું હોતું નથી. એટલે ગુણાન્તર લાભ બન્નેને સમાન છે એવી વાત સત્યથી વેગળી છે. ગૃિહસ્થને જો પૂજાથી ગુણાન્તરલાભ થાય છે તો સાધુને કેમ ન થાય? એવા પ્રશનનો જવાબ આ છે કે] આદ્યભૂમિકામાં રહેલા જીવને જે ગુણકર હોય તે ઉપરની ભૂમિકામાં રહેલાને પણ ગુણકર હોય જ એવું નથી. કેમકે રોગચિકિત્સાની જેમ ધર્મ પણ નિયત અધિકારીને હોવાની શાસ્ત્રમાં વ્યવસ્થા દેખાડી છે. જેમ રોગચિકિત્સામાં પ્રારંભે મદહોજરી વગેરે હોવાને કારણે મગનું પાણી વગેરે હિતકર (પુષ્ટિકારક) બને છે એટલા માત્રથી ઉત્તરકાળે (તેજ હોજરી થયે) કાંઇ એ હિતકર રહેતું નથી. એમ ગૃહસ્થની ભૂમિકામાં જિનપૂજા હિતકર હોવા માત્રથી સાધુની ઉપલી ભૂમિકામાં કાંઇ એ હિતકર બની જતી નથી. માટે જ તો રોગચિકિત્સાની જેમ તે તે ધર્મ પણ તે તે નિયત અધિકારીને કર્તવ્ય હોવાની શાસ્ત્રમાં વ્યવસ્થા દેખાડી છે. [અષ્ટક ૨/પમાં કહ્યું છે કે “શાસ્ત્રમાં દ્રવ્યસ્નાન-ભાવસ્નાન રૂ૫ ધર્મસાધનની અથવા સામાન્યથી તે તે ધર્માનુષ્ઠાનની] અધિકારીની અપેક્ષાએ વ્યવસ્થા દેખાડી છે. ગુણદોષની બાબતમાં એ વ્યવસ્થા વ્યાધિપ્રતિક્રિયા (ચિકિત્સા) ને તુલ્ય જાણવી.” (ગ્રન્થકારે સવાસો ગાથાના સ્તવનની આઠમી ઢાલમાં આ વાત આ રીતે કહી
તો મુનિને નહીં કિમ પૂજના?’ એમ તું શું ચિતે શુભમના? રોગીને ઔષધ સમ એહ, નિરોગી છે મુનિવર દેહ.
ગૃહસ્થને પરિગ્રહ વગેરે રોગ વળગેલો છે ને એ કાઢવા માટે ગૃહસ્થ દ્રવ્યપૂજા કરે છે. મુનિને તે રોગ છે નહીં, તો ઔષધસમ દ્રવ્યપૂજા મુનિને નિરર્થક છે. આવો આનો આશય છે.
પણ એક પ્રશ્ન રહે છે કે, દ્રવ્યપૂજા જેમ પરિગ્રહાદિરોગ નિવારી ભાવસ્તવ પામવા માટે છે, તેમ સમ્યક્તની શુદ્ધિ માટે પણ છે જ. કહ્યું છે કે –
पूयाए कायवहो, पडिकुट्ठो सो उ, किं तु जिणपूया । सम्मत्तसुद्धिहेउत्ति भावणीया उ णिरवज्जा ।।
અર્થઃ દ્રવ્યપૂજામાં હિંસા થાય છે, ને હિંસા તો નિષિદ્ધ છે. છતાં જિનપૂજા સમ્યક્તની શુદ્ધિનું કારણ છે, માટે એ નિરવદ્ય જાણવી. ગ્રન્થકારે પણ દાનબત્રીશીમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
સમ્યગ્દર્શનની શુદ્ધિ તો સાધુઓને પણ ઇષ્ટ છે જ. એટલે જ તો તેઓ, જિનાજ્ઞાપાલન સ્વરૂપ ભાવસ્તારૂઢ હોવા છતાં, સ્તુતિ-ચૈત્યવંદન-સ્તવનાદિ રૂપ ભાવપૂજા પણ કરે છે. તો શ્રાવકની જેમ, સાધુને