________________
१५४
द्वात्रिंशद्वात्रिंशिका स्नानादौ कायवधो न चोपकारो जिनस्य कश्चिदपि । कृतकृत्यश्च स भगवान् व्यर्था पूजेति मुग्धमतिः ।। कूपोदाहरणादिह कायवधोऽपि गुणवान्मतो गृहिणाम्(गृहिणः)। मन्त्रादेरिव च ततस्तदनुपकारेऽपि फलभावः ।। कृतकृत्यत्वादेव च तत्पूजा फलवती गुणोत्कर्षात् ।
तस्मादव्यर्थेपारम्भवतोऽन्यत्र विमलधियः ।।२।। यतिरप्यधिकारी स्यान्न चैवं तस्य सर्वथा। भावस्तवाधिरूढत्वादर्थाभावादमूदृशा ।।२८।।
यतिरपीति । न चैवं = स्नानादेरदुष्टत्वाद्यतिरप्यत्राधिकारी स्यात्, विभूषार्थस्नानादेस्तस्य निषेधेऽपि ષોડશક ૯/૧૩-૧૪-૧૫ માં કહ્યું છે કે “સ્નાનાદિ કરવામાં કાયવધ થાય છે. વળી શ્રીજિનને તો પૂજાથી કોઇ ઉપકાર થતો નથી, કારણકે તે ભગવાન્ કૃતકૃત્ય છે. માટે આ પૂજા વ્યર્થ છે. આવી શંકા મુગ્ધબુદ્ધિ જીવ કરે છે. એનું સમાધાન આ પ્રમાણે જાણવું. - શાસ્ત્ર પ્રસિદ્ધ કૂપોદાહરણ મુજબ પૂજામાં થતો કાયવધ પણ ગૃહસ્થને ગુણકર બને છે. કેમકે અલ્પવ્યયે બહુલાભકારી હોય છે. જાપ વગેરેથી મંત્રાદિને ઉપકાર થતો ન હોવા છતાં, મંત્રાદિથી જેમ તથા સ્વભાવે મંત્રજાપ વગેરે કરનારને ઉપકાર થાય છે તેમ પૂજાથી પ્રભુને ઉપકાર થતો ન હોવા છતાં પૂજકને ફળપ્રાપ્તિ થાય છે. વળી પ્રભુ કૃતકૃત્યહોવાથી જ પ્રભુની પૂજા સફળ બને છે, કેમકે એ ઉત્કૃષ્ટગુણીની પૂજારૂપ બને છે. તેથી શરીરાદિ માટે આરંભ કરનારા ગૃહસ્થને આ જિનપૂજા સફળ જ હોય છે. આ પ્રમાણે નિર્મળ બુદ્ધિવાળા શાસ્ત્રવિશારદો કહે છે.”ારી અિલ્પવ્યયે બહુલાભ ન્યાયે તો પૂજામાં સાધુ પણ અધિકારી બની જશે એવી શંકા ઉઠાવી સમાધાન કરવા ગ્રન્થકાર કહે છે...]
સાધુ પૂજાના અધિકારી, આ રીતે તો સાધુ પણ પૂજાના અધિકારી બની જશે' એવી શંકા ન કરવી, કેમકે સાધુ તો સર્વથા ભાવસ્તવપર આરૂઢ થયા હોઇ તેઓને આ જિનપૂજાથી કશો લાભ થતો નથી.
શંકાકારનો આશય એ છે કે અલ્પવ્યયબહુલાભન્યાયે કુપોદાહરણ મુજબ જિનપૂજા નિર્દોષ હોય તો સાધુ પણ એના અધિકારી બની જાય, કેમકે આય-વ્યયને તોલીને પ્રવર્તવાનું સાધુ માટે પણ વિધાન છે જ. સાધુને સ્નાનાદિનો જ નિષેધ હોઇ પૂજા શી રીતે કરે? એવું ન કહેવું, કેમકે] સાધુને બ્રહ્મચર્યપાલન માટે વિભૂષાર્થ સ્નાનાદિનો નિષેધ હોવા છતાં પૂજા માટેના સ્નાનનો નિષેધ કરી શકાતો નથી. વિભૂષાર્થ સ્નાન દુષ્ટ છે, આ નહીં, આ પૂજાથે સ્નાન પણ જો દુષ્ટ હોઇ તેનો નિષેધ હોય તો ગૃહસ્થને પણ તેનો નિષેધ હોવો જોઇએ.
* ગૌત્તરાર્થ વિના ધક્કસ સારસ ગ્રામ યા/ITY: Tો. ૧/૧૨ |
* પૂજા અંગે પોદાહરણનું અર્થઘટન આવું જાણવું. (૧) વિધિ અને જયણાથી પરિપૂર્ણ પૂજાઃ જેમ કૂવો ખોદવો એ સ્વપરના તૃષાશમનાદિ કરવા દ્વારા ઉપકારક છે એમ જિનપૂજા સ્વને કરણદ્વારા અને અન્યોને અનુમોદના દ્વારા વિપુલનિર્જરાદિ ઉપકાર કરનાર છે. (૨) વિધિ અને જયણાની અપરિપૂર્ણતાવાળી પૂજા: જેમ કૂવો ખોદવામાં શ્રમ-કાદવથી ખરડાવું વગેરે દેષ થવા છતાં પ્રાપ્ત થતા નિર્મળ જલથી એ દોષ તો દૂર થઇ જાય છે અને ઉપરથી તૃષાશમનાદિ રૂપે સ્વ-પરને ઉપકાર થાય છે એમ વિધ્યાદિપિકલ પૂજાથી અવિધિ આદિનો દોષ થાય છે પણ પૂજાનો જે પ્રચંડ ભાવોલ્લાસ પ્રગટે છે એનાથી એ દોષ દૂર થઇ જાય છે અને વિપુલ નિર્જરાદિ કરણ-અનુમોદન દ્વારા સ્વ-પરને થાય છે. જુઓ ફૂપદૃષ્ટાન્ત વિશદીકરણ પ્રકરણ