________________
१५२
द्वात्रिंशद्वात्रिंशिका स्वयंकृतानां गर्दा = भगवत्साक्षिकनिन्दारूपा तया परैः = प्रकृष्टैः सम्यक् = समीचीनं यत्प्रणिधानं = ऐकाग्र्यं तत्पुरःसरैः स्तोत्रैश्चैषा = पूजा संगता ।।२४ ।। अन्ये त्वास्त्रिधा योगसारा सा शुद्धिचित्ततः (वित्तशुद्धितः)। अतिचारोज्झिता विघ्नशमाभ्युदयमोक्षदा।।२५।।
अन्ये त्चिति । अन्ये त्वाचार्याः प्राहु:- सा = पूजा योगसारा त्रिधा काययोगप्रधाना, वाग्योगप्रधाना मनोयोगप्रधाना च। शुद्धिचित्ततः (वित्तशुद्धितः) कायादिदोषपरिहाराभिप्रायादतिचारोज्झिता शुद्ध्यतिचारविकला यथाक्रमं विघ्नशमदा, अभ्युदयदा मोक्षदा च । तदुक्तं षोडशके[९/९-१०]
कायादियोगसारा त्रिविधा तच्छुद्ध्युपात्तवित्तेन । या तदतिचाररहिता सा परमान्येति समयविदः ।।
વળી બાળજીવો તો બાહ્ય દેખાવને જ જોનારા હોવાથી તેઓને તો પ્રભુનું આ બાહ્ય ઐશ્વર્ય જ ઉપકારક હોય છે. એટલે ઉપકારક અંશના ગુણગાન શા માટે નહીં? વળી,
(૩) પ્રભુના બાહ્ય અલૌકિક ઐશ્વર્યના આલંબનવાળા સાલંબન ધ્યાનથી નિરાલંબનધ્યાન પર પહોંચી શકાય છે. માટે એ દૃષ્ટિએ પણ એના ગુણગાન-સ્તુતિ વગેરે દ્વારા એકાગ્રતા કેળવવી હિતકર બને છે.
પરીષહવિજયાદિ આચાર એ પ્રભુની બાહ્ય સાધનાના દ્યોતક હોવાથી સ્તવનીય છે જ. વળી, મધ્યમ જીવો આચારને જોનારા હોવાથી પ્રભુની આવી બાહ્ય ઘોર સાધના તેવા જીવોને પ્રભુ પ્રત્યે આકર્ષે છે, અહોભાવભક્તિભાવ પેદા કરે છે. માટે એ જીવો માટે ઉપકારક હોઇ એ પણ શા માટે સ્તવનીય નહીં?
સમ્યગ્દર્શન-વિરતિપરિણામ વગેરે પ્રભુની આંતરિક સાધના છે ને કેવલજ્ઞાનાદિ ગુણો એ સાધનાના ફળસ્વરૂપે પ્રાપ્ત થયેલી સિદ્ધિ છે ને સાધકનું પણ લક્ષ્ય છે. એટલે એ તો સ્તવનીય છે જ. વળી પંડિત જીવો આંતરિક પરિણામને જોનારા હોવાથી, તેઓને પ્રભુ પ્રત્યે ભક્તિ ઉછળવામાં પ્રભુની આંતરિક ગુણસંપત્તિ જ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. માટે એના ગુણગાન હોવા તો સ્પષ્ટ છે જ.
પ્રભુભક્તિ ઉછળવામાં પ્રભુનો નજરમાં લેવાતો ઉત્કર્ષ (ગુણગરિમા) જેમ મહત્ત્વનું કારણ બને છે એમ પોતાનો અપકર્ષ પણ મહત્ત્વનું કારણ બને છે... અહો! પ્રભુ કેવા ગુણગરિષ્ઠ ને હું કેવો દોષગ્રસ્ત... પ્રભુ કેવા નિષ્પાપ.. ને હું કેવાં પાપો આચરનારો. આ તુલના પ્રભુ પ્રત્યે દિલને ભક્તિથી ઓળઘોળ કરી જ દે..
વળી પોતાના દોષો-પાપો યાદ કરવાથી એમાંથી મુક્ત થવા માટે પ્રભુનું શરણ-કૃપા પામવાની ભાવના વધુ દઢ થવાની. એ માટે પ્રાર્થના વધુ ગદ્ગદ્ દિલે થવાની. જે સાધકને દોષમુક્તિ-ગુણપ્રાપ્તિના માર્ગ પર પ્રગતિ સાધવામાં મહત્ત્વનું પરિબળ બની રહે છે. માટે સ્વદોષગહગર્ભિત સ્તોત્રો પણ એટલા જ આવશ્યક છે.રિ૪ll (અન્ય રીતે પૂજાના ૩ પ્રકાર દેખાડતા ગ્રન્થકાર કહે છે–] :
ત્રિવિધ યોગસારા પૂજા]. અન્ય આચાર્યો હે છે કે એ પૂજા ત્રણ પ્રકારે યોગસારા છે. કાયયોગપ્રધાના, વાગ્યોગપ્રધાન અને મનોયોગપ્રધાના. શુદ્ધિચિત્ત એટલે કોઇપણ દોષ લાગી ન જાય... શુદ્ધિ જળવાઇ રહે એવો અભિપ્રાય. શરીરથી કોઇ દોષ ન લાગી જાય એવી કાળજી હોય તો એ પૂજા કાયયોગપ્રધાના જાણવી. આ જ પ્રમાણે વાગ્યોગપ્રધાના અને મનોયોગપ્રધાન પૂજા અંગે જાણવું. (‘શુદ્ધિવિત્તતઃ' ના સ્થાને જો વિત્તશુદ્ધિતઃ એવો પાઠ લઇએ તો આ મુજબ અર્થ જાણવો કે - કાયયોગાદિની જે કાયાદિના દોષોના પરિહારરૂપ શુદ્ધિ, તેનાથી પ્રાપ્ત કરેલા ધનથી