________________
भक्ति- द्वात्रिंशिका
१५१
पट्टयुग्मादिरक्तपीतादिवर्णमुज्ज्वलं च वस्त्रं यस्य तेन । तदुक्तं 'सितशुभवस्त्रेणेति । शुचिना द्रव्यतो देशसर्वस्नानाभ्यां भावतश्च विशुद्धाध्यवसायेन । संवृतात्मना = अंगोपांगेन्द्रियसंवरवता । ।२३।।
पिंडक्रियागुणोदारैरेषा स्तोत्रैश्च संगता । પાપાર્દવરે: સમ્યવધાનપુર:સરે ।।૨૪।।
पिंडेति । पिंडं शरीरमष्टोत्तरलक्षणसहस्रकलितं । क्रिया आचारो दुर्वारपरीषहोपसर्गजयलक्षणः । गुणाः श्रद्धाज्ञानविरतिपरिणामादयः केवलज्ञानदर्शनादयश्च तैरुदारैः ગંભીરે પાપાનાં = रागद्वेषमोहपूर्व વિશુદ્ધ અધ્યવસાય એ ભાવથી પવિત્રતા જાણવી. ‘સિતશુમવસ્ત્રે’ ઇત્યાદિ ષોડશક (૯/૫) માં કહ્યું છે. આમાં અંગોપાંગ-ઇન્દ્રિયોની સંવરતા જણાવવા દ્વારા એ જણાવ્યું કે મન-વચન-કાયાની પ્રભુભક્તિ સિવાયની કોઇપણ પ્રવૃત્તિ કરવી નહીં, અટકાવવી, જેથી યોગોની ચંચળતા નિવા૨ી પ્રભુભક્તિમાં સ્થિરતા આવી શકે. તથા ભાવવિશુદ્ધિમાં જે વિશુદ્ધ અધ્યવસાય કહ્યો તે, આ પરમાત્માની ભક્તિથી હું પણ એમના જેવો વીતરાગનિર્વિકાર-ગુણમય સર્વકર્મમુક્ત બનું... આવો પરિણામ જાણવો.॥૨૩॥ [હવે સ્તોત્ર પૂજાને ગ્રન્થકાર જણાવે છે--]
=
[સ્તોત્રપૂજા]
આ પૂજા પિંડ-ક્રિયા અને ગુણોથી ગંભીર, સ્વપાપોની ગાઁથી પ્રકૃષ્ટ બનેલા, સમ્યક્ પ્રણિધાન પુરઃસર સ્તોત્રો વડે યુક્ત જાણવી. ૧૦૦૮ લક્ષણયુક્ત શરીર એ પિંડ. દુર્વાર પરિષહ-ઉપસર્ગો પર વિજય વગેરે રૂપ આચાર એ ક્રિયા. સમ્યક્ દર્શન, જ્ઞાન, વિરતિ પરિણામ વગેરે તેમજ કૈવલજ્ઞાન-કેવલદર્શન વગેરે ગુણો. આ બધાની ઉત્કીર્તના પ્રશંસાથી ઉદાર બનેલા સ્તોત્રો જાણવા. રાગ-દ્વેષ અને મોહ પૂર્વક સ્વયં કરેલા પાપોની પ્રભુસાક્ષિક નિંદા રૂપ ગર્દાના ભાવોથી સંકળાયેલા સ્તોત્રો જાણવા. તેમજ એકાગ્રતાયુક્ત પણે એ સ્તોત્રો બોલવા.
આમાં ૧૦૦૮ લક્ષણયુક્ત શરીરના ગુણગાન ગાવાના જે કહ્યા એના જ ઉપલક્ષણથી અષ્ટ પ્રતિહાર્ય વગેરે સ્વરૂપ પ્રભુના બાહ્ય ઐશ્વર્યના ગુણગાનની વાત પણ જાણી લેવી. અહીં કોઇને શંકા થઇ શકે છે આ તો બધા મુખ્યતયા ઔદયિક ભાવો છે, તો એના ગુણગાન શા માટે? તો આનું સમાધાન – (૧) આવા પ્રકૃષ્ટકક્ષાના ઔદયિકભાવો પ્રભુની પૂર્વની પ્રકૃષ્ટકક્ષાની સાધનાને સૂચિત કરે છે - અહો!પ્રભુ ‘સવિ જીવ કરું શાસનરસી...’ ની શ્રેષ્ઠભાવના વગેરે કેવા સુંદર તારા ભાવો હશે જેના પ્રભાવે આ શરીર વગેરે સંબંધી ઋદ્ધિ પ્રાપ્ત થઇ, એ રીતે. ઉપાધ્યાયજી મહારાજ શ્રી ઋષભદેવપ્રભુના સ્તવનમાં કહે છે
ઇન્દ્રચન્દ્રરવિગિરિતણા ગુણ લહી ઘડીયું અંગ લાલ રે...
ભાગ્ય કિંહા થકી આવ્યું અચરજ એહી ઉત્તુંગ લાલ રે...
-
જગજીવન જગવાલહો...
(૨) આકૃતિઃ ગુણાન્ કથયતિ.. ન્યાયે પ્રભુના આંતરિક અદ્ભુત ગુણોની કલ્પના સૌ પ્રથમ શારીરિક અદ્ભુતતા પરથી આવે છે...
પહેલાં તો એક કેવલ હ૨ખે હેજાળુ થઇ હળિયો,
ગુણ દેખીને રૂપે મીલ્યો અભ્યન્તર જઇ બળિયાં રે... તારી.
शुचिनात्मसंयमपरं सितशुभवस्त्रेण वचनसारेण । आशंसारहितेन च तथा तथा भाववृद्ध्योच्चैः । । ५ । । [ पो. ९)