________________
१५०
द्वात्रिंशद्वात्रिंशिका च विभवानुसारेण शासनोन्नतिनिमित्तमिति ।।२०।। पूजा प्रतिष्ठितस्येत्थं बिंबस्य क्रियतेऽर्हतः। भक्त्या विलेपनस्नानपुष्पधूपादिभिः शुभैः ।।२१।।
પૂતિ વ્યારા सा च पञ्चोपचारा स्यात् काचिदष्टोपचारिका। अपि सर्वोपचारा च निजसंपद्विशेषतः ।।२२।।
सा चेति । पञ्चोपचारा जानुकरद्वयोत्तमांगैरुपचारयुक्ताऽऽगमप्रसिद्धैः पंचभिर्विनयस्थानैर्वाऽष्टोपचारिका =अष्टभिरङ्गरुपचारो यस्यां भवति, तानि चामूनि - ‘सीसमुरोअरपिट्ठी दो वाहू उरूआ य अटुंगा'। सर्वोपचारापि च देवेन्द्रन्यायेन निजसंपद्विशेषतः = सर्ववलविभूत्यादिना । ।२२ ।। इयं न्यायोत्थवित्तेन कार्या भक्तिमता सता। विशुद्धोज्जवलवस्त्रेण शुचिना संयतात्मना ।।२३।।
इयमिति । इयं = पूजा न्यायोत्थवित्तेन = भावविशेषात्परिशोधितद्रव्येण भक्तिमता सता कार्या विशुद्धं કોઇ દોષ નથી એ જાણવું..
આ રીતે પ્રતિષ્ઠા કર્યા બાદ આઠ દિવસ સુધી ખાડો પાડ્યા વગર નિરંતર પ્રતિમાની પૂજા અને વિખવાનુસાર દાન આપવું એ શાસનોન્નતિનું નિમિત્ત છે, માટે એ પણ અવશ્ય કરવા જોઇએ. રવો
પ્રતિષ્ઠા બાદનું વિધાન જણાવવા ગ્રન્થકાર કહે છે
આ પ્રમાણ વિધિપૂર્વક પ્રતિષ્ઠિત થયેલા શ્રીઅરિહંતના બિંબની શુભ એવા વિલેપન-સ્નાન-પુષ્ય-ધૂપ વગેરેથી ભક્તિ પૂર્વક પૂજા કરાય છે.ર૧II આિ પૂજા અંગે વિશેષ વાતને જણાવવા ગ્રન્થકાર કહે છે-]
પિંચોપચારાદિ પૂજા) એ પૂજા પંચોપચાર હોય કે, કો'ક અષ્ટોપચારિકા પણ હોય. વળી નિજ વિશિષ્ટ સંપત્તિના ઉપયોગથી સર્વોપચારા પણ હોય છે. બે જાન, બે હાથ અને મસ્તક આ પાંચ અંગોથી થતો પંચાંગપ્રણિપાત એ પંચોપચારા પૂજા છે. અથવા આગમપ્રસિદ્ધ સચિરત્યાગ વગેરે પાંચ અભિગમ સ્વરૂપ પાંચ વિનયસ્થાનોથી થયેલી પૂજા એ પંચોપચારા છે. મસ્તક, છાતી, ઉદર, પૃષ્ઠ, બે બાહુ અને બે ઉરુ આ આઠ અંગોથી થતો અષ્ટાંગપ્રણિપાત એ અષ્ટોપચારિકા પૂજા છે. સ્વકીય સર્વસામગ્રી-વિભૂતિ વગેરેથી જેમાં વિનય કરવામાં આવે છે એ દેવેન્દ્રન્યાયે સર્વોપચારા પૂજા છે. દશાર્ણભદ્રના પ્રસંગમાં દશાર્ણભદ્ર અને ઇન્દ્ર પ્રભુની જે ભક્તિ કરી એવી સ્વકીય સર્વપ્રકારની સામગ્રીથી થયેલી પૂજા એ સર્વોપચારા છે.ll૧રી [આ પૂજા અંગેનો કંઇક વિધિ દેખાડે છે–].
ન્યાયોપાત્ત અને પછી ભાવવિશેષથી (એટલે કે મારા આ ધનમાં જો અન્યના ધનનો અંશ આવી ગયો હોય તો એના ભાગનું ફળ એને મળો એવા શુભભાવથી) વિશુદ્ધ કરેલ એવા સ્વદ્રવ્યથી, પરમાત્માના સંવાદી વચન રૂપ મહાનતા વગેરે સ્વરૂપને પિછાણવાથી ઉલ્લસિત ભક્તિથી ભરેલા હૃદયવાળા થઇ, વિશુદ્ધ રક્તપીત વગેરે વર્ણવાળા ઉજ્જવળ વસ્ત્રનું પરિધાન કરીને, દ્રવ્ય-ભાવથી પવિત્ર થઇ, તેમજ અંગોપાંગ-ઇન્દ્રિય વગેરેના સંવરવાળા થઇને પૂજા કરવી. દેશસ્નાન-સર્વજ્ઞાનવડે શરીરશુદ્ધિ એ દ્રવ્યથી પવિત્રતા જાણવી, અને