________________
द्वात्रिंशद्वात्रिंश
क्तानुशासनादतीतप्रतिष्ठे पूज्यत्वं वोध्यते । तथा च प्रतिष्ठाध्वंसः प्रतिष्ठाकालीनयावदस्पृश्यस्पर्शादिप्रतियोगिकानादिसंसर्गाभावसहितः पूज्यत्वप्रयोजकः, स च प्रागभावोऽत्यन्ताभावश्च क्वचिदिति- तदप्यविचारितरमणीयं, प्रतिष्ठायाः क्रियेच्छारूपत्वे तद्ध्वंसस्य प्रतिमाऽनिष्ठत्वात्, संयोगरूपत्वेऽपि द्विष्ठत्वात्, પ્રતિષ્ઠા થયા પછી એ ઇચ્છા રહેતી નથી) તેમજ પ્રતિષ્ઠાવિધિમાટે પ્રતિષ્ઠાપકે પ્રતિમાનો હાથ વગેરેથી જે સંયોગ કર્યો હોય છે તેનો ધ્વંસ થયો હોય છે. એટલે કે તાદ્દશ ઇચ્છા કે તાદ્દશસંયોગ પ્રતિષ્ઠારૂપ હોવા સંભવે છે. આમાંથી એ ઇચ્છાને જો પ્રતિષ્ઠારૂપ માનીએ તો ઇચ્છાધ્વંસ તો પ્રતિષ્ઠાપકના આત્મામાં ૨હેશે, [અથવા ‘વેિચ્છા’ નો સમાસ ‘ક્રિયાની ઇચ્છા’ એવો ન કરતાં ‘ક્રિયા અને ઇચ્છા' એવો કરીએ તો તાદ્દશ વિશિષ્ટ ક્રિયા રૂપ પ્રતિષ્ઠાનો ધ્વંસ પ્રતિષ્ઠાપકના શરીરમાં રહેશે, તાદશ ઇચ્છારૂપ પ્રતિષ્ઠાનો ધ્વંસ આત્મામાં ૨હેશે, પણ] પ્રતિમામાં નહીં, અને તો પછી એ પ્રતિષ્ઠાધ્વંસ પ્રતિમાને શી રીતે પૂજ્ય બનાવે? તાદશ સંયોગને જો પ્રતિષ્ઠા રૂપ માનીએ તો એ દ્વિષ્ઠ હોઇ એનો ધ્વંસ પણ દ્વિષ્ઠ હોવાના કારણે પ્રતિમાની જેમ પ્રતિષ્ઠાપકમાં પણ રહ્યો હોવાથી પ્રતિષ્ઠાપકને પણ પૂજ્ય કેમ નહીં બનાવે? વળી પ્રતિષ્ઠાવંસને પૂજ્યતાનું કારણ માનવામાં પ્રતિષ્ઠા એ કા૨ણીભૂત જે અભાવ (ધ્વંસાત્મક) તેના પ્રતિયોગી રૂપ બનવાથી તેનો પૂજ્યતાના પ્રતિબંધક તરીકે વ્યવહાર (પ્રતિષ્ઠા પૂજ્યતાની પ્રતિબંધક છે - આવો વ્યવહા૨) ક૨વાની આપત્તિ આવશે. કારણ કે કારણીભૂત અભાવનો જે પ્રતિયોગી હોય છે તેને પ્રતિબંધક કહેવાય છે.
१४६
[પૂર્વપક્ષ : અમે પ્રતિષ્ઠાવંસને પૂજ્યતાનું કારણ નહીં કહીએ, કારણ પ્રતિષ્ઠાને જ કહીશું, અને તાદેશ વિશેષણયુક્ત ધ્વંસને એનું દ્વાર કહીશું. તેથી પ્રતિષ્ઠાનો પ્રતિબંધક તરીકે વ્યવહા૨ ક૨વાની આપત્તિ નહીં આવે.]
ઉત્તરપક્ષ – એને દ્વાર તરીકે કહી પ્રતિષ્ઠાને તદ્દ્વા૨ક કહેવી એ સંભવતું નથી, કારણકે (૧) ‘પ્રોક્ષિતા વ્રીહયઃ' ઇત્યાદિ ક્ત પ્રત્યયસ્થળમાં પણ ધ્વંસવ્યાપારકત્વની કલ્પના ક૨વામાં આવી નથી. એટલે કે પ્રોક્ષણ ક્રિયાનો, ધ્વંસ એ વ્યાપાર છે એવું કલ્પાયું નથી. (તો અહીં પણ શી રીતે કલ્પાય?) તેમજ (૨) ચિરનષ્ટ ચીજ જ્યારે કાલાન્તરભાવી ફળનું કારણ હોય ત્યારે એ ભાવવ્યાપા૨ક જ હોય છે. અર્થાત્ એનું દ્વાર કોઇ ભાવ પદાર્થ જ બની શકે છે, અભાવાત્મક પદાર્થ નહીં, એવો નિયમ છે. (એટલે પ્રસ્તુતમાં પણ પ્રતિષ્ઠાનો વ્યાપાર ધ્વંસાત્મક અભાવપદાર્થ બની શકતો નથી.) આવો નિયમ જો માનવામાં ન આવે તો અપૂર્વનો (= અદૃષ્ટનો = પુણ્યનો) ઉચ્છેદ જ થઇ જાય. આશય એ છે કે દાન આપ્યા પછી તો ઘણા કાળ બાદ સ્વર્ગપ્રાપ્તિ થાય છે. એટલે દાનને અપૂર્વાત્મક દ્વાર દ્વારા સ્વર્ગનું કારણ માનવામાં આવ્યું છે. હવે, જો આ ચિરનષ્ટ દાનનો, ધ્વંસાત્મક અભાવ પણ વ્યાપાર બની શકતો હોય તો તો દાનના વ્યાપાર તરીકે પણ દાનધ્વંસની જ કલ્પના શક્ય હોઇ એક નવો પદાર્થ માનવા રૂપ ગૌરવ જેમાં છે તેવી અપૂર્વની કલ્પના જ કરી નહીં શકાય. તેથી ‘અપૂર્વ’ ની સિદ્ધિ ન થઇ શકવાથી એ પદાર્થ જ ઊડી જશે. આમ પ્રતિષ્ઠા ધ્વંસને વ્યાપારરૂપ માની શકાતો ન હોવાથી પૂર્વોક્ત રીતે પ્રતિષ્ઠાનો પ્રતિબંધક તરીકે વ્યવહાર કરવાની આપત્તિ ઊભી જ રહે છે. માટે તત્ત્વચિન્તામણિકા૨નો મત અવિચારિત રમણીય છે.
વળી કોઇક અવયવનાશ થવાથી તમારે (ચિન્તમણિકા૨ના) મતે તો નવી જ પ્રતિમા ઉત્પન્ન થાય છે. એ નવી પ્રતિમા તો પ્રતિષ્ઠિત થયેલી ન હોઇ એમાં પ્રતિષ્ઠાવંસ પણ તમારે માનવાનો ન હોવાથી એને પૂજ્ય માની શકાશે નહી.
પૂર્વપક્ષ – જેમ ‘પ્રોક્ષિતા વ્રીદયઃ’ વગેરે સ્થળે વ્રીહિમાં કો'ક અવયવનો ધ્વંસ થવા છતાં ‘આ વ્રીહિ સંસ્કૃત
-