________________
भक्ति-द्वात्रिंशिका
१४५ यथार्थं प्रतिष्ठितत्वप्रत्यभिज्ञानं पूजाफलसामान्य एव प्रयोजकमिष्यते तेषामयमपि दोष एव । ये तु नव्यनैयायिकाः - प्रतिष्ठाविधिना जनितं विचित्रमदृष्टं स्वाश्रयात्मसंयोगाश्रयस्य पूज्यताप्रयोजकमभ्युपयन्ति, तेषां तद्व्यक्तिविशिष्टसंवन्धाग्रहेऽतिप्रसङ्गः, तद्ग्रहे चाननुगम इति। यत्पुनरुच्यते
णिकता - 'प्रतिष्ठितं पूजयेदिति विधिवाक्येन प्रतिष्ठितायाः कारणत्वं न वोध्यते, किं तु भूतार्थे આત્મામાં રહે છે, ને તેથી પ્રતિમા પૂજનીય જ રહેવાની આપત્તિ આવે. આ ત્રણ કારણોએ અદૃષ્ટને પૂજાફળપ્રયોજક માનવું યોગ્ય નથી. ને તેથી એવું માનવું જોઇએ કે પ્રતિષ્ઠા દ્વારા પ્રતિમામાં એક વિશિષ્ટ પ્રકારની શક્તિ પેદા થાય છે જે પૂજાફળ પ્રયોજિકા હોય છે. અને ચંડાળ વગેરેના સ્પર્શ થવાથી નાશ પામી જનારી હોય છે. તેથી એવો સ્પર્શ થયા પછી પ્રતિમા પૂજ્ય રહેવાની આપત્તિ પણ આવતી નથી.” આવો મીમાંસકનો મત પણ અપાસ્ત જાણવો, કારણકે પ્રતિષ્ઠા તો, પ્રતિષ્ઠિતત્વજ્ઞાનથી પ્રગટેલ ભક્તિ દ્વારા જ પૂજાફળપ્રયોજિ કા છે. “આ પ્રતિમાને અસ્પૃશ્યસ્પર્શ થયો છે' આવું પ્રતિસંધાન, પ્રતિષ્ઠિતત્વ જ્ઞાન થવાનું હોવા છતાં ભક્તિવિશેષનું જ વ્યાઘાતક હોવાથી ભક્તિ ઉભરવા દેતું નથી, ને તેથી પૂજાફળવિશેષ ન મળવાની વાતમાં કોઇ અસંગતિ રહેતી નથી. બાકી શક્તિ પક્ષ માનવામાં તો, પ્રતિષ્ઠિત પ્રતિમામાં એ શક્તિ રહી જ હોવાના કારણે, કો'ક પૂજકને “આ પ્રતિમા અપ્રતિષ્ઠિત છે' એવો ભ્રમ હોવા છતાં, વિશિષ્ટપૂજા ફળ મળવાની આપત્તિ આવે.] તત્ત્વચિન્તામણિકારે જે કહ્યું છે કે
તિત્ત્વચિન્તામણિકા મતનિરાસ) પ્રતિષ્ટિત પૂન' એવું વિધિવાક્ય પ્રતિષ્ઠાને કારણ તરીકે નથી જણાવતું અર્થાતુ પ્રતિષ્ઠા એ પૂજ્યતાનું કારણ છે એવું નથી જણાવતું - કિન્તુ “કર્મણિ ભૂતકૃદન્તનો ક્ત પ્રત્યય ભૂતકાળના અર્થને જણાવે છે' એવા અનુશાસનને અનુસારે એવું જણાવે છે કે જેની પ્રતિષ્ઠા અતીતકાળમાં થઇ ગઇ છે તે પૂજ્ય છે. આમ પ્રતિષ્ઠાધ્વસ એ પૂજ્યતાપ્રયોજક તરીકે ફલિત થાય છે. અસ્પૃશ્યસ્પર્ધાદિ થયા બાદ પૂજ્યતા રહી ન જાય એ માટે ધ્વસનું પ્રતિષ્ઠાકાલીનયાવદસ્પૃશ્યસ્પર્શાદિપ્રતિયોગિક અનાદિસંસર્ગાભાવ એ વિશેષણ જાણવું. એટલે કે પ્રતિષ્ઠા કાળ જેટલા અસ્પૃશ્યસ્પર્શના અનાદિસંસર્ગાભાવ હોય તેનાથી એ પ્રતિષ્ઠાધ્વંસ યુક્ત હોવો જોઇએ. જ્યારે કાંઇ પણ અસ્પૃશ્યસ્પર્શ થાય એટલે એ અસ્પૃશ્યસ્પર્શનો પ્રાગભાવ રૂ૫ અનાદિસંસર્ગાભાવ ન રહેવાથી એ વિશેષણનો અભાવ થઇ જાય છે. અને તેથી પછી પ્રતિમા પૂજ્ય રહેતી નથી. આ વિશેષણભૂત અનાદિસંસર્ગાભાવ પ્રાગભાવ રૂપ હોય છે અને ક્વચિત્ (જે પ્રતિમાને અસ્પૃશ્યસ્પર્શ થવાનો જ ન હોય તે પ્રતિમા અંગે) અત્યન્તાભાવરૂપ હોય છે.
તત્ત્વચિન્તામણિકારનો પ્રતિષ્ઠાધ્વંસને પૂજ્યત્વ પ્રયોજક માનવાનો આ અભિપ્રાય પણ જ્યાં સુધી એના પર વિચાર ન કરીએ ત્યાં સુધી જ રમણીય લાગે એવો છે. કારણકે વિચાર કરીએ તો જણાય છે કે આ પ્રતિષ્ઠા જો ક્રિયાની ઇચ્છા રૂપ હોય તો એનો ધ્વંસ પ્રતિમામાં ન રહ્યો હોઇ પ્રતિમામાં પૂજ્યતા શી રીતે લાવે? અને જો એ સંયોગ રૂપ હોય તો દ્વિષ્ઠ હોઇ પ્રતિમાની જેમ પ્રતિષ્ઠાપકમાં પણ પૂજ્યતા લાવશે. આશય એ છે કે પ્રતિષ્ઠાના ધ્વસને પૂજ્યતાનો પ્રયોજક માનવો છે. એટલે પૂર્વોક્ત સંસ્કાર વગેરે રૂપ પ્રતિષ્ઠાને પ્રયોજક માની શકાતી નથી. જ્યારે પ્રતિમા પ્રતિષ્ઠિત થઇ જાય છે, ત્યારથી એ પૂજ્ય બની ગઇ હોય છે. એટલે ચિન્તામણિકારના મતે પ્રતિષ્ઠાધ્વંસ થઇ ગયો હોય છે. આનો અર્થ એ થયો કે જ્યારે એ પ્રતિષ્ઠિત થઇ ત્યારે થયેલા ધ્વંસમાંનો કો'ક ધ્વસ પ્રતિષ્ઠાધ્વંસ રૂપ છે અને એનો પ્રતિયોગી પ્રતિષ્ઠારૂપ છે. વિચાર કરતાં જણાય છે કે એ વખતે, પ્રતિષ્ઠાપકની પ્રતિષ્ઠાવિધિ-ક્રિયા કરવાની જે ઇચ્છા હતી તેનો ધ્વંસ થયો હોય છે (કેમકે