________________
१४४
द्वात्रिंशद्वात्रिंशिका तदतत्त्वकल्पनैषा वालक्रीडासमा भवति ।। एतेन ‘प्रतिष्ठाविधिना प्रतिमादौ देवतासंनिधिरहंकारममकाररूपा क्रियते, विशेषदर्शनेऽपि स्वसादृश्यदर्शिनश्चित्रादाविवाहार्यारोपसंभवात् ज्ञानस्य नाशेऽपि संस्कारसत्त्वाच्च न पूजाफलानुपपत्तिः, अस्पृश्यस्पर्शनादिना च तन्नाशः' इति यत्परैरुच्यते तन्निरस्तं भवति, वीतरागदेवस्थले इत्थं वक्तुमशक्यत्वात्, सरागे देवत्ववुद्धेरेव च मिथ्यात्वात् । देवतायां सर्वज्ञत्वाभावे व्यासंगदशायां व्यवहितनानादेशेषु प्रतिष्ठाकर्मवाहुल्ये चाहंकारममकारानुपपत्तेः, संस्कारनाशेऽपूज्यत्वापत्तेः, तज्ज्ञानसंस्कारयोरननुगतयोः पूजाफलप्रयोजकत्वे गौरवाच्चेति । न च भवतामपि व्यासंगवशात्प्रतिष्ठितत्वज्ञानाभावे पूजाफलानुपपत्तिरिति, विशेषफलाभावेऽपि प्रीत्यादिना सामान्यफलानपायात् । यैस्तु બને અને એનો નાશ થયે એના સંસ્કાર પૂજાફળપ્રયોજક બને એ રીતે અનનુગત પ્રયોજક માનવામાં ગૌરવ હોવાથી પણ એવી પ્રતિષ્ઠા માનવી અયોગ્ય છે.
પૂર્વપક્ષ પ્રતિષ્ઠિતત્વ જ્ઞાનથી પૂજાફળની પ્રાપ્તિ થાય છે એવું તમે કહ્યું. તેથી જ્યારે પૂજક અન્ય બાબતમાં વ્યગ્ર હોવાના કારણે પ્રતિષ્ઠિતત્વ જ્ઞાનનો અભાવ હશે ત્યારે પુજાનું ફળ નહીં મળવાની આપત્તિ તમારે પણ આવશે.
ઉત્તરપક્ષ – એટલા અંશે અનુપયોગ થવાથી વિશેષફળ નથી મળતું. તેમ છતાં પ્રીતિ વગેરે અબાધિત હોઇ સામાન્યફળ તો અક્ષત જ રહે છે. પણ જેઓ યથાર્થ પ્રતિષ્ઠિતત્વ પ્રત્યભિજ્ઞાને પૂજાફળસામાન્ય પ્રત્યે પ્રયોજક માને છે તેઓને તો આ પણ દોષ છે જ આશય એ છે કે આ પ્રતિમા (વિધિ પ્રમાણે) પ્રતિષ્ઠિત છે.” એવું યથાર્થ પ્રત્યભિજ્ઞાન હોય તો જ પૂજાનું સામાન્ય ફળ પણ મળે છે, અન્યથા નહીં (એટલે કે પ્રતિમા વિધિપૂર્વક પ્રતિષ્ઠિત ન હોવા છતાં એવું પ્રત્યભિજ્ઞાન થયું હોય તો નહીં) આવું જેઓ માને છે તેઓને વ્યગ્રતાના કારણે તેવા પ્રત્યભિજ્ઞાનના અભાવકાળે પ્રીત્યાદિ પ્રયુક્ત સામાન્યફળ નો પણ અભાવ જ રહેવાનો દોષ આવે છે. [માટે એવું માનવું અયોગ્ય છે.] જે નવ્યયાયિક આવું માને છે કે –
સિખંડન નવ્યયાયિકમત. પ્રતિષ્ઠાવિધિથી ઉત્પન્ન થયેલ વિચિત્ર અદૃષ્ટ સ્વાશ્રયાત્મસંયોગાશ્રયની પૂજ્યતાનું પ્રયોજક છે. અર્થાત્ ઉક્ત અદૃષ્ટ પ્રતિષ્ઠાકારક આત્મામાં ઉત્પન્ન થાય છે. તે આત્મા વિભુ હોવાથી પ્રતિમા જોડે પણ એનો સંયોગ હોય છે. એટલે એ સંયોગનો આશ્રય પ્રતિમા બની. એટલે એ અદષ્ટ, સ્વાશ્રયાત્મસંયોગાશ્રય પ્રતિમાને પૂજ્ય બનાવે છે
આવું માનનારા તેઓએ (નવ્યર્નયાયિકોએ) જો સ્વાશ્રયાત્મસંયોગ તરીકે તે તે વ્યક્તિ વિશિષ્ટનો સંબંધ લીધો નહીં હોય તો અતિપ્રસંગ આવશે. એટલે કે સ્વાશ્રયાત્મસંયોગ તો આત્મા વિભુ હોઇ વિશ્વની સઘળી પ્રતિમાઓ સાથે છે, તો એમાંની અન્ય પ્રતિમાઓની પૂજ્યતાનું પણ એ અદષ્ટ પ્રયોજક બની જશે. અતિપ્રસંગનું વારણ કરવા જો તે તે પ્રતિકાવ્યક્તિવિશિષ્ટ સાથેના સંયોગને જ જો સંબંધ તરીકે લેવામાં આવે તો અનનગમ દોષ આવશે. માટે નવ્યર્નયાયિકોની આવી માન્યતા અયોગ્ય છે. [ષોડશકની વૃત્તિમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે મીમાંસકો અદષ્ટ મતનું નિરસન કરી શક્તિમતનું જે પ્રતિપાદન કરે છે એનો ઉલ્લેખ કરી એનો પણ નિરાસ કર્યો છે. તે આ રીતે - “પ્રતિષ્ઠાકારકગત અદૃષ્ટ પૂજાફળપ્રયોજક છે એ વાત બરાબર નથી, કારણ કે (૧) અન્ય પૂજકોના આત્મામાં એ અદષ્ટ ન હોવાથી એ પૂજકોને પૂજા ફળ નહીં મળવાની આપત્તિ આવે, (૨) પ્રતિષ્ઠાકારકનું એ અદૃષ્ટ નાશ પામી જાય ત્યારે પ્રતિમા પૂજનીય નહીં રહેવાની આપત્તિ આવે, તથા (૩) પ્રતિમાને ચંડાળ વગેરેનો સ્પર્શ થવા છતાં, એ અદૃષ્ટનો નાશ થશે નહીં, કારણ કે એ અદૃષ્ટ તો પ્રતિષ્ઠાકારકના